________________
૫૩૪.
- દૂધ સં૦ ભા૨ વિ. ૪-ગ ૧૫૮-૧૫૦ ટીકાને ભાવાર્થ_એમ=પૂર્વે કહ્યો તે પ્રકારે, અર્થાત્ આ શાસ્ત્રમાં અહીં પ્રત્યક્ષ કો તે સાપેક્ષ અને નિરપેક્ષ બે ભેદવાળો, અર્થાત બન્ને પ્રકારને પણ યતિધર્મ એટલે જેની વ્યાખ્યા પ્રારંભમાં કહી છે તે સાધુઓને ધર્મ નિરૂપણ કર્યો, અર્થાત પ્રરૂપે-જણાવ્યું. તેથી એટલે પ્રથમ (ભાગમાં) બે પ્રકાર (સામાન્ય અને વિશેષ) ગૃહસ્થધર્મ નિરૂપણ કરેલ હોવાથી અને અહીં (બીજા ભાગમાં) બે પ્રકારને યતિધર્મ કહેવાથી ગ્રન્થની આદિમાં “ધર્મનું નિરૂપણ કરીશું” એવી જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રતિજ્ઞા સર્વ પ્રકારે સિદ્ધ થઈ, અર્થાત સપૂર્ણ થઈ.
એમ શ્રી ધર્મસંગ્રહપ્રકરણ મૂળસૂત્ર (ક)થી અને વૃત્તિ એટલે ટીકાથી સમાપ્ત થયું. સંસ્કૃત અક્ષરોની ગણનાથી આ ગ્રંથમાં ચૌદ હજાર છસો અને બે (૧૪૬૦૨) અનુષ્યનું (બત્રીશ અક્ષરને એક અનુટુમ્ થાય તેટલું પ્રમાણ ગણેલું છે.
“ ગ્રન્થકારની પ્રશસ્તિ' શ્રીમદ્દ વીરજિનેશ્વરની પાટ પરંપરા રૂપી સતી સ્ત્રીના શણગાર સરખા સપુરૂષમાં અગ્રેસર તથા સર્વત્ર પ્રખ્યાત, એવા શ્રી હીરવિજયસૂરિજી નામના આચાર્ય મહારાજ (પ્રભુ શ્રી મહાવીરની ૫૮મી પાટે) થયા કે “શ્રી કેશીગણધરે જેમ પ્રદેશ રાજાને પ્રતિબંધ કરીને સ્વર્ગસુખને ભોક્તા બનાવ્યો તેમ જેઓએ અતિ દુષ્કર્મ કરનારા એવા પણ “અબર” નામના મુસલમાન બાદશાહને ધર્મનો પ્રતિબોધ કરીને સુગતિને એગ્ય બનાવ્યો (૧). તે સદ્દગુરૂની પાટને, પ્રૌઢ પ્રતાપશાલી અને સર્વત્ર વિજય પામેલા, એવા શ્રી વિજયસેનસૂરિજીએ અત્યંત ભાવી અને “સૂર્ય જેમ પિતાનાં કિરણેથી તારાઓને નિસ્તેજ કરે તેમ તેઓએ બાદશાહની મેટી સભામાં વાદીઓને જીતીને નિસ્તેજ બનાવ્યા (૨). તેઓની પાટે પૂર્વાચલ ઉપર જેમ સૂર્યને ઉદય થાય, તેમ ઘણા આચાર્યોમાં અગ્રેસર એવા (જ્ઞાનગુણથી) સૂર્ય સમા શ્રી વિજયતિલકસૂરિજી નામના આચાર્ય થયા, જેઓએ સર્વત્ર ફેલાવેલાં શુદ્ધ ઉપદેશ રૂપી કિરણ દ્વારા કુમતરૂપી અંધકારને નાશ કરીને ભવ્ય છે રૂપી કમળને વિકસિત બનાવ્યાં (૩). તેઓની પાટે વિજયવંતા સદગુરૂ શ્રી વિજયાનન્દસૂરિજી થયા. તેઓ મહાયશસ્વી, તેજવી, મધુર વચનમાળા, સૌમ્યવદનવાળા, કષાયને જય કરનાર, પ્રશમતાગુણથી યુક્ત, વિધિમાર્ગનું સુંદર પાલન કરનાર અને તપગચ્છના નાયક હતા, તથા સઘળા રાજાએ પણ જેઓની પૂજા (સેવા) કરતા હતા (૪). તેઓની પાસે સઘળા ગુણોથી મહાન, શિષ્ટ પુરૂષની પ્રશંસાનું પાત્ર, જેઓની જવેલફમી સર્વ દિશામાં વિસ્તાર પામી હતી તેવા, પુણ્યના ઉગ્ર પ્રભાવવાળા, સકલ શાસ્ત્રોના પારંગામી અને મિથ્યાત્વની જાળને જેઓએ નાશ કરી છે, તેવા (વર્તમાનમાં) શ્રી વિજયરાજસૂરિજી જયવંતા વર્તે છે (૫). તેઓની પછી અતુલ ભાગ્યના ભંડાર, બુદ્ધિમાન અને
શ્રી “માનવિજય એવું જેઓનું પ્રસિદ્ધ નામ છે, તેઓને (વર્તમાન) તપગચ્છના નાયક શ્રી વિજયરાજસૂરિજીએ હમણાં પટ્ટધર બનાવ્યા છે. (૬)
આ બાજુ (ઉપર જણાવ્યા તે) શ્રી વિજયાનન્દસૂરિજીના શિષ્ય, કે જેઓ વિનયગુણથી યુક્ત છે, પંડિતમાં શિરોમણી છે અને શ્રી “શાતિવિજય” જેઓનું નામ છે તેઓ શાસનમાં શોભે છે (૭). તે શ્રી શાન્તિવિજયજીમાં, જન્મથી માંડીને “શીલ, સત્ય, મૃદુતા, ક્ષમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org