Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 578
________________ ગચ્છવાસી સાધુઓની સ્થિતિનાં ૧૯ દ્વારે ]. ૫૭ ૧૬–૧૯મનથી અપરાધ થતાં “ચતુર્ગુરૂ અનુદ્દઘાત પ્રાયશ્ચિત્ત, ૧૭–કારણ, ૧૮-નિષ્પતિકર્મ તથા ૧૯-આહાર-વિહાર ક્યારે કરે ? એ એગણુશ દ્વારે કંઈક જણાવીએ છીએ. ૧–ક્ષેત્રદ્વારે ગચ્છવાસી (સ્થવિર કલ્પી) મુનિઓ જન્મની અને સદભાવની અપેક્ષાએ પંદરે કર્મભૂમિમાં હોય અને સંહરણ કરાએલા તે અકર્મભૂમિઓમાં પણ હોય. ૨-કાળદ્વારે-જન્મથી અને સદભાવથી, બન્ને પ્રકારે પણ અવસર્પિણમાં ત્રીજા, ચેથા અને પાંચમા, ત્રણે આરામાં હોય, ઉત્સર્પિણમાં જન્મથી બીજ, ત્રીજા અને ચેથામાં હોય અને સદ્દભાવથી (ચારિત્રધારી) તે ત્રીજા-ચોથા આરામાં જ હોય, અર્થાત્ બીજા આરામાં જન્મે પણ ચારિત્ર તે ત્રીજા ચોથા આરામાં જ છે. વળી ઉત્સર્પિણીઅવસર્પિણીમાં (એટલે યુગલિકક્ષેત્રમાં જ્યાં સદાય અવસ્થિત કાળ છે ત્યાં) જન્મથી અને સાધુતાથી અને પ્રકારે દુષમસુષમા જે કાળ હોય તે મહાવિદેહમાં અને સંહરણથી તે સુષમાદિ જેવા કાળવાળાં દેવકુરૂ વિગેરે સર્વ ક્ષેત્રોમાં પણ હોય. ૩–ચારિત્રકારે ચારિત્રને પ્રાપ્ત કરતાં ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ બે (સામાયિક-છેદપસ્થાપના) ચારિત્રવાળા હોય અને પૂર્વ પ્રતિપન્ન પરિહારવિશુદ્ધિક વિગેરે સર્વ ચારિત્રવાળા હોય. ૪-તીથદ્વારે સ્થવિરકલ્પી સાધુઓ નિયમાં શાસન સ્થપાય ત્યારથી શાસન ચાલે ત્યાં સુધી (તીર્થમાં જ હોય, તીર્થ સ્થપાયા પહેલાં કે વિચ્છેદ ગયા પછી ન હોય. ' પ-પર્યાય દ્વારે પર્યાય બે પ્રકારને, એક ગૃહસ્થપર્યાય બીજે દીક્ષા પર્યાય. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી આઠ વર્ષો અને ઉત્કૃષ્ટથી (કે પૂર્વોડ વર્ષના આયુષ્યવાળો છેલ્લે દીક્ષા લે તેને) પૂર્વે ક્રોડવર્ષને પણ હોય. ચારિત્રપર્યાય જઘન્યથી (દીક્ષા પછી તુર્ત કાળધર્મ પામે અથવા પતિત થાય, વિગેરે કારણે) અંતર્મુહૂર્તને અને ઉત્કૃષ્ટથી દેશે આઠ વર્ષનૂન પૂર્વડ વર્ષ હેય. (કારણ કે ક્રોડપૂર્વથી અધિક આયુષ્ય હેય તેને ધર્મ પ્રાપ્તિ ન હોય, યુગલિકપણું હોય.) -આગમઢારે સ્થવિર કલ્પીઓ નવું શ્રત ભણે અથવા ન પણ ભણે. (અહીં મૂળ પ્રતમાં પૂર્વગુતાગ્રેચન' પાઠ છે તે અશુદ્ધ છે, લખેલી પ્રતમાં “પૂર્વકૃતાર્થન' છે, બૃહત્કલ્પની ટીકામાં અપૂર્વકૃત પાઠ છે તે સંગત છે. કારણ કે-જિનકલ્પી નવું કૃતન જ ભણે અને સ્થવિરકલ્પીઓ ભણે અથવા ન ભણે એમ કહેવાનું છે.) –કપઢારે સ્થવિરકલ્પી સ્થિત અને અસ્થિત અને કલ્પવાળા હોય છે. (કલ્પસૂત્રમાં કહેલા અચલકપણું વિગેરે દશ કલ્પમાં જેનું નિયત પાલન તે સ્થિતકલ્પ અને મધ્યમ તીર્થ કરેના કાળે જેનું અનિયત પાલન તે અસ્થિતકલ્પ એમ સમજવું) ૮–વેદદ્વારે સ્થવિરકલ્પીઓને ચારિત્રની પ્રાપ્તિ વેળા વેદને ઉદય હેય જ, પછી તે કે અવેદી પણ હોય. ૩૧૯-બૃહત્ક૯૫ની ગા. ૧૬૫૫ માં સ્થવિરકલ્પી સાધુને માનસિક અતિચારમાં તપપ્રાયશ્ચિત્તને નિધિ કરીને માત્ર આલોચના અને પ્રતિકમણ બે હોય એમ કહ્યું છે, એથી સમજાય છે કે અહીં કહેલા ચતુર્લઘુ અનુદ્દઘાત’ જિનક૯૫ી વિગેરેને ઉદ્દેશીને હેય. આ ગ્રન્થમાં પણ ચાલુ અધિકારના સેળમાં દ્વારના વિવેચનમાં “વિકલ્પીને માનસિક અતિચારમાં તપપ્રાયશ્ચિત્ત ન હોય એમ કહેલું છે. Jain Education International For Private & Personal Use Only . . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598