Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 586
________________ - - - - જિનકલ્પના આચારે અને તેનું સ્વરૂ૫] ૫૨૫ ૯-ક્યાં સુધી રહેશે ?, ૧૦-૧૧ વડીનીતિ, લઘુનીતિ અમુક સ્થળે પરઠવવી, અમુક ભૂમિમાં નહિ, ૧૨-અવકાશ (‘અહીં બેસવું, અહીં નહિ” વિગેરે), ૧૩-તૃણ, પાટીયું, વિગેરે વાપરજે અથવા ન વાપરશો, ૧૪-મકાનની રક્ષા, ૧૫-વસતિને સંસ્કારવી-સાફસુફ કે મરામત કરવી, ૧૬–બલિ તૈયાર થતો હોય તે વસતિમાં ન રહેવું, ૧૭–૧૮-અગ્નિ કે દીપક સળગતો હોય તેવી વસતિમાં ન રહેવું, ૧૯ગૃહસ્થની વસ્તુની રક્ષા કરવી અને ૨૦-કેટલા રહેશે ? એ દ્વારમાં જે ગૃહસ્થ પૂછે, તેની પરાધીનતા હોય, તે તેવા સ્થાને જિનકલ્પી રહે નહિ, કારણ કે સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય ત્યાં જિનકલ્પી મહાત્મા ન રહે. માટે એટલાં દ્વારે જિનકલ્પીને નિષેધરૂપ સમજવાં. ૨૧-૨૨-ભિક્ષાચરી અને વિહાર–આહાર (નિહાર) અને વિહાર અને ત્રીજા પ્રહરમાં જ કરે, કાળનું જ્ઞાન હોવાથી એ પ્રહર શરૂ થતાં જ નિયમ હોય ત્યાં અટકી જાય. ૨૩-૨૪-લેપાલેપ અને અલેપ-પૂર્વે કહી તે સાત પૈકી બે એષણના અભિગ્રહપૂર્વક આહાર-પાણુ અપકૃત મળે તે જ લે, લેપકૃત આહારાદિ ન લે. ૨૫-આચાર્લી-આચામાન્સ (વિગઈવાળાં) અશનાદિ ન લે અને અનાચામામ્સ (આયંબિલનાં) પણ લેપકૃત ન ગ્રહણ કરે. (અર્થાત તુચ્છ-ઉક્ઝિતધર્મો મળે તે ગ્રહણ કરે.) ૨૬-પડિમા-કઈ જાતની ન સ્વીકારે, કારણ કે જિનકલ્પ અભિગ્રહરૂપ છે, તેનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય. ૨–માસક–એક ક્ષેત્રના છ ભાગ કલ્પીને પ્રતિદિન એક એક ભાગમાં ફરે, કેઈ ક્ષેત્રાદિમાં એક દિવસ પણ મમત્વ ન કરે, માટે છેલ્લાં ત્રણદ્વારા પણ નિષેધ રૂપ સમજવાં. વિશેષ શું કહેવું ? સિંહ, વાઘ, વિગેરે હિંસક જીવ સામે આવે તે પણ માર્ગ છોડીને ઉજ્જડ માર્ગે ચાલી ઈર્યાસમિતિને ભંગ ન કરે, ઈત્યાદિ જિનકલ્પિકની સામાચારી (બૃહત્ક૯પભાષ્ય ઉ૦ ૧, ગા–૧૩૮૨ થી ૧૪૧૨ સુધીમાં જણાવેલી છે. હવે જિનકલ્પની સ્થિતિ (સ્વરૂ૫) જણાવવા માટે કેટલાંક દ્વારે કહીએ છીએ તે ૧-ક્ષેત્ર, ર–કાળ, ચારિત્ર, ૪-તીર્થ, ૫-પર્યાય, ૬-આગમ, ૭-વેદ, ૮-કલ્પ, ૮-લિગ, ૧૦–લેશ્યા, ૧૧–ધ્યાન, ૧૨-ગણના, ૧૩-અભિગ્રહ, ૧૪-પ્રવાજના, ૧૫-મુંડાપન, ૧૬–નિષ્પતિકમતા, ૧૭–ભિક્ષા અને ૧૮-પંથ, એ અઢાર (તથા ૧–કારણ અને ૨૦–પ્રાયશ્ચિત્ત એ બે મળી કુલ વીસ) દ્વારે છે. તેમાં ૧–તીર્થ, ૨-પર્યાય, ૩-આગમ, ૪-વેદ, પ–ધ્યાન, ૬-અભિગ્રહ, • પ્રવજ્યા આપવી, ૮-મુંડન કરવું, ૯-નિષ્પતિકતા, ૧૦–ભિક્ષા અને ૧૧–પંથ, એ અગીઆર દ્વારા આગળ કહીશું તે પરિહારવિશુદ્ધિકનાં દ્વાર પ્રમાણે અને બાકીનાં નીચે પ્રમાણે છે. ૧-ક્ષેત્રદ્વારે જન્મથી અને સદ્ભાવથી (જિનકલ્પપ્રતિપન્ન) પંદરે કર્મભૂમિમાં હોય, સંહરણથી તે કર્મભૂમિ-અકર્મભૂમિમાં પણ હોય. (અહીં છાપેલી પ્રતમાં [] છે તે વધારાને છે, કારણ બૃહત્ક૯૫ ગા. ૧૪૧૫ માં સંહરણથી કર્મભૂમિ અકર્મભૂમિમાં હોય એમ કહ્યું છે.) ર-કાલકા-જિનકલ્પીને જન્મ અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં જ હોય, વ્રતધારી (જિનકલ્પ પામેલા) તે (ત્રીજા, ચેથા અને પાંચમા આરામાં પણ હોય. (અર્થાત્ પાંચમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598