Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 590
________________ પરિહારવિશુદ્ધિક અને યથાલબ્દિક ચારિત્રનું સ્વરૂ૫] પ૨૯ હજારે હોય. જ્યારે કલ્પમાંથી કઈ એક નીકળી જતાં બીજો પ્રવેશ કરે ત્યારે તે સ્વીકારનારા જઘન્યથી એક અથવા બેથી નવ પણ હોય અને એકલાએ અંગીકાર કરેલા પણ જઘન્ય-ઉત્કૃષ્ટ એ રીતે વિકલ્પ હોય. ૧૩-અભિગ્રહદ્વારે-પરિહારવિશુદ્ધિકને દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય, કારણ કે આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી તેના જ પાલનથી કૃતાર્થ છે. ૧૪-૧પ-પ્રત્રજ્યા અને મંડપનદ્વારમાં=આ કલ્પમાં વર્તતે કેઈને દીક્ષા આપે નહિ અને મુંડે પણ નહિ ૧૬-પ્રાયશ્ચિત્તદ્વારે મનથી પણ સૂકમમાત્ર અપરાધ થતાં નિયમાં આ કલ્પવાળાને “ચતુરૂ પ્રાયશ્ચિત્ત કહ્યું છે, કારણ કે આ કલ્પમાં એકાગ્રતાની મુખ્યતા છે અને એ કારણે એકાગ્રતા તૂટતાં મેટે દેષ માન્ય છે. ૧–કારણદ્વારે કારણ એટલે આલંબન (નિમિત્ત), તેમાં અતિ (પુષ્ટ) શુદ્ધનિમિત્ત જ્ઞાનાદિકનું ગણાય, પણ નવું ભણવું વિગેરે તે આ કલ્પવાળાને હોય નહિ, અર્થાત્ કલ્પનું પાલન નિરપવાદ કરવાનું હોવાથી એવાં નિમિત્તોને આશ્રય આ કલ્પમાં હોય નહિ. ૧૮-નિપ્રતિકમદ્વારે=આ મહાત્મા નેત્રને મેલ ટાળવા જેટલી પણ શરીર સંભાળ ન કરે. ૧૯-૨૦-ભિક્ષાટન અને વિહારદ્વારમાં=આ કલ્પવાળો એ બે કાર્યો ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહરમાં કાર્યોત્સર્ગ કરે. નિદ્રા અલ્પ હોય, જંઘાબલ ક્ષીણ થવા છતાં અપવાદને આશ્રય ન કરે, સ્થિરવાસ રહીને પણ કલ્પના આચારે પ્રમાણે પોતાના રોગોની સાધના કરે. એ પરિહારવિશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ કહ્યું, હવે યથાલન્દિકનું કહીએ છીએ. તેમાં “લન્દને અર્થ સિદ્ધાન્તની પરિભાષાથી “કાળ' કહ્યો છે, તે કાળ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તેમાં પાણીથી ભીંજાએલો હાથ અહીં લોકમાં સામાન્યથી જેટલા સમયમાં સુકાય તેટલો કાળ જઘન્ય જાણ. જે કે જઘન્ય કાળ અતિસૂકમ સમય વિગેરેને પણ કહે છે તે પણ આ કલ્પવાળાને જઘન્યકાળ ઉપર પ્રમાણે કહ્યો, તેનું કારણ એ છે કે તેને પચ્ચકખાણ કે અમુક અમુક નિયમો વિગેરેમાં આટલો જઘન્યકાળ વિશેષતા ઉપયોગી છે. ઉત્કૃષ્ટ કાળ તે પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ જાણ. તે પણ વધારેમાં વધારે આ ચારિત્ર તેટલા કાળસુધી જ હેય એ અપેક્ષાએ સમજ, અન્યથા ઉત્કૃષ્ટ તે પોપમ, સાગરોપમ, વિગેરે એથી પણ મોટા કાળને કહી શકાય. (એ બેની વચ્ચેન) બાકીને સર્વ કાળ મધ્યમ સમજવો. એમાં અહીં ઉત્કૃષ્ટ યથાલન્દ પાંચ અહોરાત્રીનું થાય છે, કારણ કે આ ક૫માં તેને જ ઉપયોગ કરવાનું છે. એમાં એ કારણ છે કે (પૃ. ૧૦૩ માં) પૂર્વે જણાવી તે ભિક્ષા અટનની પેટા-અદ્ધપેટા” વિગેરે કઈ એક વીથિ(ક્રમ)થી ભિક્ષા લેવા માટે તે પાંચ રાત્રિ-દિવસ સુધી જ ફરે છે, માટે વિક્ષિત યથાલન્દ (કાળ) પૂર્ણ થતાં તેઓ યથાલબ્દિક બને છે. વળી આ કલ્પવાળાને ગચ્છ પાંચ પુરૂષ પ્રમાણ હોય છે. કહ્યું છે કે " sઠ્ઠાં ૩ પંચર, પતિ તણા ૩ કુંતિકારી is pો જ, તેરે જોવા ” વાગg૦ ૧૫૪૦ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598