Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 584
________________ - - નિરપેક્ષ યતિધર્મની પાંચ તુલનાએ તથા જિનકલ્પના આચાર] ૫૨૩ ર-સત્વથી ભય અને નિદ્રાનો વિજય કરે, આ સર્વોતુલના પાંચ પ્રકારે થાય છે, પહેલીજ્યારે રાત્રે સર્વસાધુઓ નિદ્રાધીન થાય ત્યારે ઉપાશ્રયમાં જ કાયોત્સર્ગ કરવાથી અને શેષ ચાર ઉપાશ્રયની બહાર વિગેરે અન્ય પ્રદેશમાં કાર્યોત્સર્ગ કરવાથી થાય. કહ્યું છે કે– "पढमा उवस्सयंमी, वीआ बाहिं ति(तइ)या चउक्कमी। સુનવરંમિ રસ્થી, ગ(ત)હું મિત્રા મહામિન ' પડ્યુવતુ રૂBE ભાવાર્થ–સવની પહેલી તુલના ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચેકમાં (ચૌટામાં, એથી શુ ઘરમાં (નિર્જન ખંડિએરમાં) અને પાંચમી સ્મશાનમાં. (અર્થાત્ ઉત્ત"ત્તર ધર્યને કેળવતાં છેલી રાત્રિએ સ્મશાનમાં પણ ભય ન લાગે તેવી નિર્ભયતા કેળવે.) ૩-સૂત્રભાવનાથી સૂત્રને પિતાના નામની માફક એવું અતિપરિચિત કરે કે દિવસે અથવા રાત્રે શરીરછાયા વિગેરે સમયને જાણવાનાં અન્ય સાધનનો અભાવ હોય ત્યારે પણ સૂત્ર પરાવર્તન કરીને તેને અનુસાર એક ઉશ્વાસ, કે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, વિગેરે તે તે સમયને સારી રીતે જાણી શકે. અર્થાત્ સૂત્ર ભણતાં જે સમય લાગે તેને અનુસારે કાળનું માપ કાઢી શકાય તેવી રીતે સૂત્રને અતિપરિચિત (દઢ) કરે. ક-એકત્વભાવનાથી એકાન્તમાં રહી શકાય તેવા પ્રયત્ન કરે. તેમાં પ્રથમ ગુર્વાદિનાં દર્શન અને તેઓ સાથે બોલવાનું પણ બંધ કરે, એમ કરતાં બાહા (બાદર) વસ્તુનું મમત્વ મૂળમાંથી જ તૂટી જાય ત્યારે શરીર, ઉપધિ, વગેરેનું મમત્વ પણ દૂર કરવા આત્માને શરીરાદિથી ભિન્ન સમજતે ઉત્તરોત્તર શરીરને, ઉપધિને પણ રાગ તેડી નાખે. પ-બળ ભાવનાથી શરીર અને મન બંનેનું બળ કેળવે. તેમાં શરીરબળ શેષ મનુષ્ય કરતાં અતિશાયી સમજવું, એવા બળના અભાવે પણ ધૈર્યબળથી (મનથી) આત્માને તે દઢ બનાવે કે આકરા પણ પરીષહ અને ઉપસર્ગો તેને બાધા ન કરી શકે. આ પાંચ ભાવનાથી ભાવિત થએલ-જિનકલ્પીના જે બનેલો પતે ગરછમાં રહીને જ ઉપધિ અને આહાર બન્નેની પરિકર્મણ કરે (ગ્યતા કેળવે). ઉપધિના પરિકર્મમાં જે પિતાને પાણિપાત્રી (હાથમાં ભેજન–પાણી વિગેરે લેવા છતાં એક બિન્દુ પણ નીચે ન પડે, કિન્તુ ઉપર શિખા વધતી જાય તેવી લબ્ધિ હોય તે તેને અનુરૂપ પરિકર્મ કરે (સંસ્કાર ઘડે) અને તેવી લબ્ધિ ન હોય તે પાત્રધારી તરીકેનું પરિકર્મ કરવા યથાગ્ય ઉદ્યમ કરે. આહાર પરિકર્મમાં તે ત્રીજા પ્રહરને પ્રારંભ થયા પછી વાલ, ચણા, વિગેરે પ્રમાણે પેત, ગૃહસ્થને વધી પડેલું અને સુકું (નિલેપ)ભજન પણ પૂર્વે કહી તે અસંતૃષ્ટ, સંસૃષ્ટ, ઉદ્ઘત, વિગેરે સાત પિંડેષણાઓ પૈકી છેલ્લી ઉઠ્ઠત વિગેરે (ઉદ્ધત, અલ્પપિકા, ઉદ્દઘાહિત, પ્રગ્રાહિત અને ઉજ્જિતધર્મા, પાંચમાંથી ગમે તે બેને અભિગ્રહ કરીને તે બેથી આહાર-પાણ ગ્રહણ કરે, તેમાં પણ એક એષણાથી ભેજન અને બીજીથી પાણી ગ્રહણ કરે. એ પ્રમાણે વિધિપૂર્વક આત્માને સંસ્કારી બનાવીને, સકળસંઘને ભેગો કરીને, સકળ સાધુઓને ખમાવીને અને પિતાના સ્થાને સ્થાપેલા આચાર્યને હિતશિક્ષા આપીને તે કાળે હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598