Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 529
________________ ૪૬૮ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૪ થી ૧૩૬ અને કલ્પની નિર્યુક્તિને અર્થથી ન જાણે તેને વ્યવહારી (ગચ્છાધિપતિ થવા ગ્ય) માન્ય નથી (૬૦૬). કિન્તુ મૂળ વ્યવહાર અને કલ્પમાં અતિનિપુણ જે વ્યવહારની અને બૃહત્કલ્પની નિર્યુક્તિને (અર્થને) પણ જાણે તેને વ્યવહારી (ગચ્છાધિપતિ તરીકે) માન્ય રાખ્યો છે–(૬૦૭). દ્રવ્ય અને ભાવસમ્પત્તિ વિનાને વ્યવહાર માટે અયોગ્ય હોવાથી તેવાને ગચ્છની અનુજ્ઞા કરવાને શાસ્ત્રમાં નિષેધ છે. વ્યવહાર સૂત્રમાં (ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં કહ્યું છે કે" भिक्खू इच्छेज्जा गणं धारित्तए भगवं से अपलिच्छन्ने, एवं से णो कप्पइ गणं धारित्तए त्ति" અર્થાત્ “ભાગ્યવાન્ એવા ગચ્છને કેઈ સાધુ ધારણ કરવા (ગણને અધિપતિ થવા) ઇરછે તે જે અપરિરછદ (દ્રવ્ય-ભાવસમ્પત્તિ રહિત) હોય તે તેવાએ ગચ્છને ધારણ કરે કપે નહિ.” તેમાં દ્રવ્યપરિચ્છેદ (સમ્પત્તિ) સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, ૧-સચિત્ત એટલે શિષ્યાદિ, ૨–અચિત્ત એટલે ઉપધિ-ઉપકરણાદિ, અને ૩–મિશ્ર એટલે ઉપધિયુક્ત શિષ્યાદિ. બીજી ભાવ પરિચ્છેદ (ગુણસમ્પત્તિ) સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, ત૫ અને વિનયરૂપ સમજવી. એ ઉભય પરિચ્છેદ(સમ્પત્તિ)થી યુક્ત હોય તેને જ ગચ્છાધિપતિ (ઉત્તમ વ્યવહારી) માન્ય છે. એ કારણે “સૂત્ર અને અર્થ બન્નેનું જાણપણું એ ગચ્છાધિપતિને મુખ્ય ગુણ છે એમ ફલિતાર્થ થયા. એ કારણે જે તે પરિચ્છન્ન (દ્રવ્ય-ભાવ સમ્પત્તિથી યુક્ત) હોય તેણે જ કર્મનિર્જરા માટે ગચ્છ ચલાવવાની ઈચ્છા કરવી એગ્ય છે, નહિ કે અપરિચ્છન્ન હોય તેણે માટે જ ઉચિત અધ્યયન અને ત્રણ વર્ષને પર્યાય પણ પૂર્ણ ન થયો હોય તે શિષ્ય શેષ સર્વશ્રતને ભણવા ઇચ્છે તે કારણે (અપવાદથી) તેને અનુજ્ઞા કરવાનું વિધાન આ પ્રમાણે કહ્યું છે– ___ “णिरुद्धवासपरिआए समणे निग्गंथे आयरिय-उवज्झत्ताए उद्दिसित्तए समुच्छेअकप्पंसि, तत्थ णं आयारकप्पस्स देसे अहिज्जिए भवइ, देसे णो अहिज्जिए, अहिज्जिस्सामित्ति अहिजिजा, एवं से कप्पइ आयरिउवज्झायत्तं उदिसित्तए " त्ति ॥ व्यवहार० उद्देशो ३-सूत्र-१०॥ ભાવાર્થઅહીં “દ્ધિ એટલે વિનાશિત, અર્થાત્ પૂર્વ પર્યાયને છેદ કર્યો હોય, તથા (તે કારણે વર્તમાનમાં) જેને ત્રણ વર્ષને પર્યાય પૂર્ણ ન હોય તેને “સમુચ્છેદ કલ્પથી” એટલે આચાર્ય કાળધર્મ પામે છતે બીજે પૂર્ણ લક્ષણવાળો બહુશ્રુત(સ્થવિરાદિ ન હોય તેથી(ગચ્છાધિપતિના અભાવે) ગચ્છને વિચ્છેદ થવા જેવો પ્રસંગ આવે ત્યારે, અપરિપૂર્ણ પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થને પણ આચાર્યપદે વા ઉપાધ્યાયપદે સ્થાપી શકાય, તેમાં “આચારપ્રકલ્પ ” એટલે નિશિથ અધ્યયનનું દેશથી અધ્યયન કર્યું હોય અને દેશથી બાકી હોય તે અધ્યયન પૂર્ણ કરીશ” એમ કહે અને “પૂર્ણ કરશે ? એમ સમજાય તે તેને આચાર્ય–ઉપાધ્યાયપદ આપી શકાય. - અર્થાત્ (ઉત્સર્ગથી તે) ઉપર કહ્યું તેમ સૂત્ર–અર્થ ઉભયને જ્ઞાતા જોઈએ. એ વિષયમાં હવે અધિક વિસ્તારથી સર્યું. પ્રિય-દઢધર્મ એટલે (શ્રત અને ચારિત્ર)ધર્મમાં પ્રીતિવાળ અને પાળવામાં દઢ (સમર્થ). આ બે પદેના ૧-પ્રિય-અદઢ, ૨-અપ્રિય-અદઢ, ૩-પ્રિય-દઢ અને ૪-અપ્રિય-દઢ, એમ ચાર ભાંગા થાય તેમાંના ત્રીજા ભાંગાવાળો યોગ્ય. તથા સર્વાનુવર્તક એટલે સર્વને અનુકૂળ વર્તન કરી શકે તેવો, અર્થાત્ સર્વની પ્રકૃતિને અનુકૂળ રહીને પ્રસન્નતા પૂર્વક સહુને ધર્મ માર્ગમાં જોડનારે તથા ઉત્તમજાતિ-કુળવાળો એટલે જેને મોસાળ પક્ષ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598