Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 566
________________ ૫૦૫ કાપ વિગેરે પાંચ દુષ્ટ ભાવનાઓનું સ્વરૂ૫] અભિગ (ચાકરી)કરાવનારા (નીચગોત્ર) કર્મબંધના કારણે બને છે, માટે તેવાં કાર્યો નહિ કરવાં. અપવાદપ્રસંગે નિઃસ્પૃહભાવે શાસનપ્રભાવના માટે કરનારને આરાધકપણું અને ઉચ્ચગેત્રકર્મને બંધ થાય છે. કહ્યું છે કે " एआणि गारवट्ठा, कुणमाणो आभिओगिअंबंधे । વાં મારવાહિત્રો, કુવૈદ્ બાદg(૩)ચં " gશ્વવતું. ૧૬૪૮. ભાવાર્થ-ગારવને (મોટાઈને) માટે આ કૌતુક વિગેરે કરનારે આભિયોગિક એટલે દેવ વિગેરેની ચાકરીને કરાવનારૂં કર્મ બાંધે છે. વિષે એટલે દ્વિતીય(અપવાદ)પદે તે ગૌરવરહિત થઈને નિઃસ્પૃહતાથી શાસનપ્રભાવના માટે કરે તે આરાધક બને છે અને ઉચ્ચત્રકમને બાંધે છે. ૪–આસુરી-આ ભાવના પણ ૧–સદા વિગ્રહ કરવાને સ્વભાવ, ૨-સંસક્ત તપ, ૩નિમિત્તકથન, ૪-નિષ્કપ અને પ-અનકમ્પારહિતપણું. એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે ___“सइ विग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च।। निक्किवयावि य अवरा, पंचमगं निरणुकंपत्तं ।' प्रवचनसारो० ६४५॥ ભાવાર્થ–સદાવિગ્રહશીલપણું એટલે કલહ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન થાય અને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય એ વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. ૨-સંસક્તતપ ” એટલે આહારાદિની અભિલાષાથી કરેલે તપ, ૩-નિમિત્ત કથન એટલે અષ્ટા ગૈનિમિત્તોને કહેવાં, ૪–કૃપારહિતતા એટલે સ્થાવર જીની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું અને પ-અનકમ્પારહિતપણું એટલે કેઈને કંપતે-દુઃખી જેવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. એ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે. – પસાહી –આ ભાવના ૧-ઉન્માર્ગની દેશના દેવી, ૨-માર્ગને દ્વષિત કરે, ૩-માર્ગથી વિપરીત ચાલવું, ૪-મેહ કરે અને પ-મોહ કરાવ, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે– “પહેલો –તો મmવિહીવરી મોદે ય મોદિત્તા, સંમોહં માવા ગુરૂં ” વાસ્તુ, ૧૫ .. ભાવાર્થ–૧–ઉન્માર્ગદેશક એટલે જ્ઞાનાચાર વિગેરે પંચાચારરૂપ પિતે સ્વીકારેલા મેક્ષમાગને દેષિત જણાવીને એથી વિપરીત (સત્ય) માર્ગને સત્યમાર્ગ તરીકે પ્રરૂપો તેને ઉન્માગ દેશના કહેવાય, તેને કરનાર. ૨-માર્ગદૂષક અહીં ભાવમાગ એટલે મોક્ષમાર્ગ, તેને અને તે માગને પામેલા સાધુસાધ્વીઓ વિગેરેને દૂષણ દેનારે, ૩–“માર્ગવિપ્રતિપત્તિક એટલે બેટાં હષણેથી સત્ય(મેક્ષ)માર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારે, ૪-મેહમૂઢ એટલે અન્યધમીઓની સમૃદ્ધિ અને સૂક્ષમભાવોમાં (ગહન અર્થમાં) મેહ કરનારો મૂઢ અને ૫–મોહજનક એટલે સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઉલટા માગે ચઢાવનારે. એ પાંચ પ્રકારે વર્તન કરનારે સાંહી ભાવનાવાળે કહેવાય છે, આ પચીસે ભાવનાએ અશુભ ફળને આપનારી છે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598