________________
૫૦૭
દુષ્ટ ભાવનાઓમાં પણ ચારિત્ર સંભવે છે. ભક્તપરિફાને વિશેષ વિધિ)
એમ પણ નહિ કહી શકાય કે કન્દર્યાદિ ભાવનાઓ સેવવી તે યથાવાદ (શાસ્ત્રાનુસારી) છે, કારણ કે કઈ સૂત્રમાં એવું સાંભળ્યું નથી કે ચારિત્રવાળો આત્મા કન્દપ વિગેરેને કરે. માટે “કન્દપે ? વિગેરેનું સેવન કરવું તે ચારિત્રવાદનું પણ વિરાધક (વિધિ) છે જ. એ પ્રમાણે નિશ્ચયનયથી કહ્યું છે, તારતમ્યરૂપ ભેદથી તે ચારિત્રમાં પણ સજાતીય ભેદની અપેક્ષાએ (તે ગુણસ્થાનકનાં) અસંખ્યાતા સંયમ(અધ્યવસાય)સ્થાનક આગમમાં કહ્યાં છે. તેથી કઈ દેષ રહે તે નથી, કારણ કે કન્દ વિગેરે કરનારને પણ તથાવિધ કઈ સંયમસ્થાન ઘટી શકે છે. માટે અનશન કરનારે પૂર્વે સેવેલી પણ આ ભાવનાઓને પશ્ચાત્તાપ વિગેરે કરવારૂપ શુદ્ધ ભાવથી અનશનમાં તો તેને વિશેષતયા (અવશ્ય) ત્યાગ કરવો જોઈએ એમ સમજવું, વિશેષ વિસ્તારથી સયું. આ ભક્તપરિક્ષાના વિધિને વિસ્તાર સામાચારીમાંથી જાણવા યોગ્ય છે, તે પ્રાચીન સામાચારીના ૧૯મા દ્વારમાં ૨૪ કારોથી આ પ્રમાણે કહેલો છે–
"गंधा संघो चिइ संति, सासणा खित्त भवण सबसुरा । सक्कत्थय संति थुत्ता-राहणदेवी चउज्जोआ ॥१॥ सोही खामण सम्मं, समय वय तिनि मंगलालावा ।
चउसरण नमो अणसण, वास थुइ अणुसहि उववूहा ॥२॥" આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે. (૧) પ્રથમ ગુરૂ ઉત્તમાર્થની (અનશનની) આરાધના માટે વાસને મંત્રીને ગ્લાનના મસ્તકે ક્ષેપ કરે (નાખે), (૨) તે પછી જિન પ્રતિમા હોય તે ગુરૂ ચતુર્વિધ શ્રીસંઘસહિત ગ્લાનની સાથે (૩) પ્રતિમાજી જેનાં હોય તે પ્રભુની સ્તુતિ બેલ વાપૂર્વક ચિત્ય(દેવ)વન્દન કરે, તે પછી (૪) શ્રી શાન્તિનાથ સ્વામિની આરાધના માટે કાર્યોત્સર્ગ કરે, (૫) શાસન દેવતાને, (૬) ક્ષેત્રદેવતાને, (૭) ભવનદેવતાનો અને (૮) સમસ્ત વૈયાવચ્ચ કરનારા દેવદેવીઓનો કાયોત્સર્ગ કરીને તેની તેની સ્તુતિઓ કહે. તે પછી (૯) શક્રસ્તવ કહે, (૧૦) શાતિ (અજિત શાન્તિ) સ્તવ બેલે, પછી (૧૧) આરાધના (ની અધિષ્ઠાત્રી) દેવીને કાયોત્સર્ગ ચાર લેગસ્સ ચિંતવવાપૂર્વક કરે અને કાયોત્સર્ગ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે–
"यस्याः सांनिध्यतो भव्या, वाञ्छितार्थप्रसाधकाः ।
श्रीमदा(त्या)राधनादेवी, विघ्नवातापहाऽस्तु वः॥१॥ प्रा० सामा० द्वार-१९।। અર્થાત–જેના સાન્નિધ્યથી ભવ્યપ્રાણિઓ વાંછિત અર્થને સાધે છે તે શ્રીમતી આરાધના દેવી તમારા વિના સમૂહને દૂર કરનારી થાઓ.”
તે પછી (૧૨) આસને બેસીને ગુરૂ ગ્લાનને પાસે રાખીને તેણે બાલ્યકાળથી સેવેલા અતિચારેની આ પ્રમાણે આલોચના કરાવે– દેશના આપનારે, સન્માર્ગને દોષિત કરનાર અને મેહમૂઢ બનીને ઉન્માર્ગનું આચરણ કરનાર મિથ્યાષ્ટિ શાસનને દ્રોહી ગણાય છે. થોડું પણ શુદ્ધ આચરણ સ્વ–પરને ઉપકાર કરે છે અને પ્રમાદથી સેવેલું ઘણું પણ અશુદ્ધ આચરણ ધર્મવૃદ્ધિને બદલે ધર્મની હાનિ કરે છે, પ્રાયઃ લોક અનુકરણશીલ હોય છે માટે તેને ઉભાગે ચાલવાનું નિમિત્ત આપવું તે શાસનને અને સ્વ-પરને દ્રોહ કરવા તુલ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org