Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 573
________________ ૫૧૨ [બ૦ સં૦ ભા૦ ૨ વિ. ૩-ગા૧૫૨ ભાવાર્થ-ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રેહિણી અને વિશાખા, એ છ ચંદ્રનક્ષત્રોમાં સાધુ કાલધર્મ પામે તે તેના મૃતકની સાથે મુખવસ્ત્રિકા અને ચરવલી સહિત બે પુતળાં (દર્ભનાં) કરીને મૂકવાં, અભિજિત્, શતભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા એ સાત નક્ષત્રમાં એકે પુતળું ન મૂકવું અને શેષ પંદર નક્ષત્રમાં એક એક પુતળું કરીને મૂકવું. (કારણ કે એ વિધિ નહિ કરવાથી સામાચારને ભંગ થાય અને તેના પરિણામે જેટલાં પુતળાં કરવાનાં ન કરે તેટલા સાધુઓનું મરણ થાય) (૫). મૃતકને ઉપાડીને લઈ જનારા ચાર ખાંધીઆની “a” એટલે રક્ષા કરવી. અર્થાત્ છાણાની ભસ્મ (નાં તિલક કરવા) તથા કુમારીએ કાંતેલા ત્રણ તારવાળા સૂત્રને “વામઆવર્તથી એટલે વામણુજાની નીચેથી આરંભીને જમણા ખભા ઉપર (જનોઈની પેઠે) બાંધીને રક્ષા કરવી. (એમ કરવાથી ખાંધીઆઓને કઈ વ્યન્તરાદિ ઉપદ્રવ ન કરી શકે). મૃતકને વસતિ(મકાન)માંથી બહાર કાઢતાં તેના પગ આગળ અને મસ્તક પાછળ રાખવું. (કારણ કે ઉઠીને નાસે તે પણ વસતિમાં ન જતાં બહાર જાય). ગ્રામાદિની હદ બહાર ગયા પછી મસ્તક આગળ કરીને પગ પાછળ રાખવા. (૬) દંડધારક (?) ગીતાર્થ વાચનાચાર્ય જેણે પૂર્વે પરઠવવાની ભૂમિ જોઈ હોય તેણે શરાવસપુટમાં કેસરા (અન્ય ગ્રન્થમાં કુશ નામની વનસ્પતિનાં તૃણ એક હાથ ચાર અંગુલ પ્રમાણ સરખા માપનાં, તે ન મળે તો કેસરા (૭) અને તેના અભાવે ચૂર્ણ) સાથે લેવાં (અને પાછળ જોયા વિના આગળ ચાલવું) અન્ય સાધુઓએ પાત્રમાં અસંસ્કૃષ્ટ (મૃતકને પરંપર પણ સંઘટ્ટ ન થાય તે રીતે) પાણી સાથે લેવું, (તે જે કઈ ગૃહસ્થ મૃતકને પરાવતાં જુએ તે પરડવનારના હાથ પગને શૌચ કરવા માટે ઉપયોગમાં લેવું. ઉપલક્ષણથી અન્ય લેકમાં ધર્મની અપભ્રાજના ન થાય તે માટે કરવા એગ્ય સઘળું કરવું.) ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ મૃતકનાં વડીનીતિ–લઘુનીતિનાં તથા લેમનાં પાત્રો (કુંડીઓ વિગેરે) પરઠવવાં, પછી વસતિને પ્રમાર્જિવી, પરઠવવા જનારા જે માગે જાય તે માગે પાછા ન ફરે. (કારણ કે પાછળથી મૃતક ઉઠીને ગામમાં આવે તે ઉપદ્રવ કરે, માટે અન્ય રસ્તેથી પાછા ફરવું) ૧૮પરઠવવાની ભૂમિએ પહોંચ્યા પછી વાચનાચાર્ય તે ભૂમિને પ્રમાજીને સાથે લાવેલ - ૩૧૮-પરઠવવા માટેની ભૂમિમાં પાણી ભરાયું હોય, કે વનસ્પતિ ઉગી હોય, અથવા મૂળ ભૂમિ વિસરી જાય, એથી પાછા ફરવું પડે તો અન્ય માર્ગેથી પાછા ફરવું એમ સમજવાનું છે. વળી અખંડ ધારાથી કુશ વનસ્પતિના કકડાને સરખા-સમ સંથારો પાથરીને મૃતકને સુવાડે, તેના અભાવે કેસરાથી કે ચૂર્ણથી અને તે પણ ન હોય તે પાદિથી ઉપર જણાવ્યા પ્રમાણે અક્ષરે આલેખે એમ સમજવું. ને કે વર્તમાનમાં આ સામાચારીનું પાલન થતું દેખાતું નથી તે પણ તેમાં કોઈ વિશિષ્ટ તત્ત્વ રહેલું છે. ચારિત્રવંત છતાં સાધુ કે સાવીએ શ્વેત્તરાદિના ઉપદ્રવથી, રાજગ જેવા રોગથી કે બીજી રીતે પીડાય તેમાં કેઇ આવાં કારણેની ક૯૫ના અસ્થાને નથી. ભલે આજે ન સમજાય, પણ બાહ્ય નિમિત્તોનું અચિત્ય બળ છે એ નિર્વિવાદ છે. મૃતકને પરઠવવાને સંથારો સરખે ન થાય તે પણ અહિતકર કહ્યો છે, જો ઉપર મસ્તકના ભાગે વિષમ થાય તે આચાર્યનું, મધ્યમાં વિષમ થાય તો વૃષભ સાધુઓનું, અને નીચે વિષમ થાય તો અન્ય સાધુએનું મરણ અથવા રેગી થાય વિગેરે કહ્યું છે. | મૃતકને પરઠવ્યા પછી યથાજાત ઉપકરણે મુહપત્તિ, રજોહરણ (ચરવલી) અને ચિલપટ્ટો તેની સાથે રાખવાં. જે ન રાખે તે સાધુનું મૃતક છે એમ ન ઓળખાવાથી ગૃહસ્થને મારી નાખ્યો માની લોકો સાધુને ઉપદ્રવ કરે, અથવા રાજા પ્રજા ઉપર ખૂનને આપ મૂકી શિક્ષા કરે, વિગેરે અનિષ્ટ થાય, વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598