________________
પાદપપગમનાદિ ત્રણ અનશનોનું સ્વરૂ૫]
૪૯૭ તેમાં “પાપ” એટલે વૃક્ષ અને “ઉપ” ઉપમા તથા સદશ અર્થમાં પણ વપરાય છે, તેથી પાદપની બરાબરી કરે તેવું, અર્થાત્ પાદપની સદશ હોવાથી ૧-પાદપોપગમન અનશન “વૃક્ષની જેમ નિશ્ચલ” સમજવું. બીજું પ્રતિનિયત પ્રદેશમાં જ જે અનશનક્રિયામાં દૃાનમ્ એટલે અમુક મર્યાદિત ચેષ્ટાઓ કરી શકાય તે અનશનને “ઈગિની’ કહ્યું છે. તાત્પર્ય કે જેમાં શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે અમુક ક્રિયાવિશેષ નિયત સ્થાને કરી શકાય તેને ૨-ઈગિની અનશન જાણવું. ત્રીજું “ભક્ત એટલે ભેજન” તેને પરિણા એટલે જ્ઞાનથી જાણવું–સમજવું અને પચ્ચકખાણ દ્વારા તજવું, એમ જેમાં સમજપૂર્વક ભજનો ત્યાગ કરાય તેને ૩-ભકતપરિજ્ઞા અનશન કહ્યું છે ૩૧૩ - હવે એ ત્રણેનું સ્વરૂપ જણાવવા માટે બે શ્લોક કહે છે કે –
મૂ-“વાસંનિનામેવ, તત્રાહિમવદને .
इङ्गिनीमरणं चेष्टावतामाहारवर्जनात् ॥१५०॥
आहारस्य परित्यागात् , सर्वस्य त्रिविधस्य वा ।
મmરિણારર્થ, દિધા સાન્નિr Rશા'' મૂળને અર્થ-તેમાં પહેલું “પાદપપગમન અનશન પહેલા સંઘયણવાળા મનુષ્યોને જ સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી થાય છે, ઈગિની મરણ સર્વ આહારનો ત્યાગ કરવા પૂર્વક અમુક મર્યાદિત ચેષ્ટા કરવાની છૂટ–જયણાવાળાને થાય છે (૧૫૦) અને સર્વ (ચારે ય) આહારને, કે પાણી વિના ત્રિવિધ આહારનો ત્યાગ તથા સ્વયં તથા બીજાઓ દ્વારા એમ ઉભય પ્રકારની પરિકણા(શરીર સેવા)કરવા વાળાને ભકતપરિજ્ઞા નામનું અનશન થાય છે.
ટીકાને ભાવાર્થ-તે ત્રિવિધ મરણમાં પહેલું પાદપિયગમન મરણ પહેલા વાઋષભનારાચસંધયણવાળાઓને જ થાય છે. (અહીં સંનિનામુ” પ્રયોગ કરે છે, તે શ્રીસિદ્ધહેમના “સર્વધનાન્નિ” (૭-ર-૫૯) સૂત્રથી “ ” પ્રત્યય આવવાથી થએલો સમજ). આ અનશન “અચેષ્ટને એટલે સર્વ ચેષ્ટાના અભાવે, અર્થાત્ (હાલવા ચાલવાદિ) સર્વ ચેષ્ટાઓને ત્યાગ કરવાથી અને “આહારવર્જનાત્” એટલે સર્વ—ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવાથી થાય છે, એમ ક્રિયાપદને સંબંધ સમજ. અહીં ભાવાર્થ એ છે કે-પૂર્વે કહ્યું તે રીતે અનશનીએ દ્રવ્યથી (શરીરને) અને ભાવથી (કષાયને) કૃશ(પાતળા) કરીને, ગૃહસ્થને પાછી આપવા ગે પાટપાટીઉં વિગેરે વસ્તુઓ પાછી સોંપીને અને ગુરૂ વિગેરેને તથા ગુરૂની પાસે રહેલા શેષ સાધુઓને
૩૧૩-સંખના-શરીર અને રાગ-દ્વેષાદિને કુશ કરવા માટે ઉત્કૃષ્ટથી બાર વર્ષની અને જઘન્યથી છ માસની હોય છે, તેને અંતે જયારે જીવતાં સુધી આહાર વિના જ નિર્વાહ થઈ શકે એટલો મરણને
કે સમય બાકી રહે ત્યારે સમજપૂર્વક આહારને અને શરીરની પરિચર્યાને પણ યથાયોગ્ય ત્યાગ કર તેને “અનશન” અર્થાત્ અશનને (ભજન) ત્યાગ કહેવાય છે, તેના ત્રણ પ્રકારમાં પાદપપગમન અનશનમાં સવઆહારના અને શરીરની સર્વ ચિંતાને સર્વથા ત્યાગ, ઇંગિનીમાં પરની સેવા લેવાને ત્યાગ અને સ્વયં હલન-ચલન વિગેરે કરવાની છૂટ તથા ભક્ત પરિણામ સ્વ–પર ઉભયદ્વારા શરીર સેવા કરવા-કરાવવાની મર્યાદિત છૂટ રાખવામાં આવે છે. પહેલા બે પ્રકારમાં ચારે આહારને સર્વથા ત્યાગ અને છેલ્લામાં પાણી સિવાય ત્રણ અથવા ચારે આહારને ત્યાગ કરવામાં આવે છે. ઈત્યાદિ વિશેષ સમજાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org