Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 556
________________ સંલેખના આપઘાત કેમ નહિ? અને તેના અતિચારે] ૪૯૫ ગ્ય કેમ ગણાય ? ઉત્તર-ત્રણ પ્રકારની અતિપાત ક્વિાને માટે તમે કહ્યું તે સત્ય છે, કિન્તુ આ સંલેખના આત્મવિશ્વમાં નિમિત્ત નથી, કારણ કે વધનું લક્ષણ તેમાં ઘટતું નથી. વધનું લક્ષણ તે એ છે કે–પ્રમાદને (અજ્ઞાન–હાદિને) યોગે કરાતો વધ સ્વરૂપે નિયમા રાગદ્વેષ) વિગેરે દોષોથી પૂર્ણ અને જિનાજ્ઞા વિરૂદ્ધ હય, અર્થાત્ શાસ્ત્રવિરૂદ્ધ હોય તેને વધ કહેવાય છે. કહ્યું છે કે "जा खलु पमत्तजोगा, णिमा रागाइदोससंसत्ता । Tો વિા, સા હોવાથિિરકા ય ” વઝવતુ–૨૫૮દા ભાવાર્થ–જે નિયમ પ્રમાદના યોગે થાય, નિશ્ચ રાગાદિદેષ સંયુક્ત હોય અને શાસ્ત્રથી વર-જિનાજ્ઞાથી બહિબૂત હોય, તે અતિપાતક્રિયા કહેવાય. આ પણ જે એ લક્ષણથી રહિત હોવાથી ભવિષ્યમાં નિયમો શુભભાવવર્ધક હોય તેને શુદ્ધક્રિયા કહી છે, કારણ કે તેમાં શુદ્ધક્રિયાનું લક્ષણ ઘટે છે. કહ્યું છે કે "जा पुण एअविउत्ता, सुहभावविवड्ढणा अ नियमेणं । सा होइ सुद्धकिरिआ, तल्लक्खणजोगओ चेव ॥" १५८७॥ ભાવાર્થ-જે ક્રિયા વધનાં એ લક્ષણોથી રહિત હોવાથી નિયમાં શુભભાવને વધારનારી હેય તેને તેના લક્ષણના વેગે જ શુદ્ધ ક્રિયા સમજવી. ૧૨ વળી જેનું કર્તવ્ય (શેષ આરાધન) આ જન્મમાં પૂર્ણ થયું હોય અને માત્ર શુભ (સમાધિ) મરણનું કાર્ય બાકી હોય તે જ આ લેખનાને સ્વીકારે છે, કારણ કે–તેની આ લેખના પણ શુદ્ધ ક્રિયાસ્વરૂપ બનીને (ભાવિ અનેક) જન્મ-મરણના પ્રતિકારભૂત બને છે. ઉપર્યુક્ત ન્યાયે જેમ ગંડરછેદ (ઓપરેશન) વિગેરેની ક્રિયા મરણ માટે નહિ પણ મરણથી બચવા માટે હિતકર છે તેમ આ સંલેખના પણ આત્મવિરાધના માટે નથી, (કિન્તુ અનેક મરણેમાંથી બચા - ૩૧૨–અતિપાત એટલે આત્મઘાત અર્થાત્ આપઘાત. નિશ્ચયનયથી આત્માને (જ્ઞાનાદિ ગુણન) ઘાત કર-કરાવ-અમેદવો તેને હિંસા કહેવાય છે. વ્યવહે અનએસ તેમ હિંસા કવાય છે. વ્યવહારમાં અકાળે મરવું-મારવું તેને હિંસા કહેવાય છે. પણ તે દ્રવ્યહિંસા છે. પ્રત્યેક જીવને આયુષ્યાદિ દ્રવ્ય પ્રાણાને વિગ તેના સંયોગની સાથે સર્જાએલો હેવાથી અનિવાર્ય છે, અવશ્ય થાય જ છે. તે પણ મરનાર કે મારનાર અપ્રશસ્ત ધ્યાનને વશ થઈ પિતાના કે પરના પ્રાણને વિયોગ કરે-કરાવે કે અમેદે તે તેને કમબન્ધ થાય છે, માટે તે હિંસા પણ તજવાનું કહ્યું છે. નિશ્ચયનયથી તો ભાવપ્રાણાને (જ્ઞાનાદિ ગુણાને) તિભાવ થાય તેવું કોઈ કાર્ય કરવું તેને હિંસા કહી છે અને તે ગુણેને આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાના ઉદ્દેશથી કરાતા કે ઈ પણ પ્રયત્નને અહિંસા કહી છે. વાસ્તવમાં તે અજ્ઞાન અને મેહથી વશ બનેલો મૂઢ આત્મા જે જે સાવદ્ય યોગની પ્રવૃત્તિ કરે છે તેનાથી સ્વયં પિતાની હિંસા જ કરી રહ્યો છે, તેમાંથી બચવા-બચાવવા માટે જૈનશાસનની સ્થાપના છે અને તેમાં તેને માગ વ્યવસ્થિત બતાવેલો છે. એ કારણે પણ જૈન દર્શનની સર્વોપરિતા છે. વ્રતાદિના પાલનની જેમ સંલેખના પણ શુભધ્યાન પૂર્વક આત્મશુદ્ધિ યાને કર્મનિર્જરા માટે કરાતી હોવાથી તેમાં જિનાજ્ઞાનું પાલન છે, કર્મનિર્જશનું સાધન હોવાથી તે કરનારના જ્ઞાનાદિ ગુણે વૃદ્ધિ પામે છે, પરિણામે આપઘાત નહિ પણ આમાની (ગુણેની) રક્ષા થાય છે, માટે સાત્વિક આત્માઓને વસ્તુતઃ તે કરણીય છે. આ સંલેખનાનું સ્વરૂપ વિચારતાં સમજાશે કે સંલેખન તે ભાવદયાથી ભાવિત આત્માને દુર્ગતિએનાં અનંતાનંત દુઃખમાંથી બચવાને સમજપૂર્વકને શુદ્ધ અને સફળ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598