Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 557
________________ ૪૯૬ [ધસંવે ભા૨ વિ. ૩ગાટ ૧૪૮-૧૪૯ વનારી હિતકર છે.) માટે ચરમ(અગી–શૈલેશી)ગુણસ્થાનકના સાધક એવા સ્વભાવની (કા ત્સર્ગની) વૃદ્ધિ નિમિત્ત આ સંલેખનાની આરાધના અવશ્ય કરવી જોઈએ, એ નિશ્ચિત થયું. એમ સંખનાનું સ્વરૂપ જણાવ્યું હવે તેના અતિચારે કહે છે मूलम्-“ ऐहिकामुष्मिकाशंसा-ऽऽशंसा जीवितकालयोः । નિહાન સિવારે, મત રિવનક્તિ ૪૮મા” મૂળીને અર્થ–આલેક સંબંધી અને પરલેક સંબંધી વાચ્છા, જીવવાની અને મરવાની વાચ્છા અને નિયાણું, સંલેખના વ્રતમાં એ (પાંચ) અતિચારે કહ્યા છે. ટીકાને ભાવાર્થ-આ જન્મ સંબંધી પૂજા, કીર્તિ, વગેરેની જે અિહિક અને પરલોક સંબંધી સ્વર્ગનાં સુખ વિગેરેની જે આમુમિક, તે બંને પ્રકારની આશંસા એટલે વાચ્છા તે ઐહિક-આમુમિક વાચ્છા કહેવાય, તેમાં ઐહિક આશંસા સંલેખનાનો પહેલે અતિચાર અને આમુમ્બિક આશંસા બીજો અતિચાર સમજો. તથા જીવિત અને કાળ એટલે જીવન અને મરણ, તે બેની આશંસા કરવી તે બે અતિચારે, તેમાં સંલખના સ્વીકાર્યા પછી પિતાની પૂજા થતી જોઈને, માટે પરિવારને સદ્દભાવ) વિગેરે જેઈને અને સઘળા લેકે પ્રશંસા કરે તે સાંભળીને એમ માને કે-“ચારે પ્રકારના આહારનો ત્યાગ કરનારા એવા પણ મને ઉદ્દે શીને લેક મારી આવી શભા કરે છે, માટે “વધારે જીવવું સારું છે એવી આશંસા કરવી તે જીવિત આશંસા નામને ત્રીજો અતિચાર, અને જ્યારે સંલેખના (અનશન) સ્વીકારવા છતાં ન કેઈ તેને પૂજા વડે આદર-મહિમા કરે કે ન કોઈ પ્રશંસા કરે, ત્યારે તેને ચિત્તમાં એ પરિણામ થાય કે “હવે જલ્દી મરણ થાય તે સારું આવી દુષ્કર ક્રિયાને પણ કોઈ આદર કરતું નથી માટે જીવવાથી શું ? એમ મરણની આશંસા કરવી તે ચોથે અતિચાર. તે ઉપરાંત નિયાણું એટલે પ્રાર્થના, અર્થાત આ દુશ્ચર (દુષ્કર) તપથી અન્ય જન્મમાં ચક્રવતી, વાસુદેવ, બળદેવ, અથવા મેટ-માંડલિક રાજા થાઉં, સૌભાગ્યવાળે, રૂપવાન, અથવા સ્વામી થાઉં, ઈત્યાદિ પ્રાર્થના (અભિલાષા) કરવી તે પાંચમે અતિચાર. એ સંખનાના અતિચોરે કહ્યા, હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે. मूलम्-" मरणस्याभ्युद्यतस्य, प्रपत्तिर्विधिना ततः । तदप्युक्तं पादपोपगमनादि त्रिभेदकम् ॥१४९॥" મૂળને અર્થ-તે પછી વિધિપૂર્વક અભ્યઘત મરણને સ્વીકાર કરે, તે મરણ પણ “પાદપિપગમન વિગેરે ત્રણ ભેદે કહેલું છે. ટીકાનો ભાવાર્થતતઃ એટલે સંલેખના કર્યા પછી અભ્યઘતમરણને એટલે પંડિતમરણનો સ્વીકાર કરવો તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાકયને સંબંધ જોડે. તે કેટલા પ્રકારનું હેય? તે જણાવે છે કે-માત્ર સંલેખના જ ત્રણ પ્રકારે છે એમ નહિ, તે પંડિતમરણ પણ “પાદપપગમન, વિગેરે ત્રણ ભેદવાળું છે, અર્થાત તેના “પાદપપગમન આદિ ત્રણ પ્રકારો છે. અર્થાત્ (૧) પાદપિપગમન, (૨) ઈગિની અને (૩) ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારના અનશનથી ઓળખાતું પંડિતમરણ પણ ત્રણ પ્રકારનું છે, એમ શ્રીજિનેશ્વરએ કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598