________________
૪૮૦
[૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગ ૧૩૮ तया णं किं कुज्जा ? गो० ! जया णं एएणं पयारेणं से णं कुगुरू अक्खरे ण पदेज्जा, तया णं સિંધરો ડરજ્ઞા” ફત્યાદ્ધિ ”
અથ–“હે ભગવન્! જ્યારે યક્ત સંયમની ક્રિયા કરતા તથાવિધ (ઉત્તમ) શિષ્યને કઈ કુગુરૂએ દીક્ષા આપી હોય, ત્યારે તે શિષ્ય શું કરવું? હે ગૌતમ ! શિષે ઘેર–વીર તપ-સંયમ કરવાં જોઈએ. હે ભગવન્ત ! તે શી રીતે કરે ? હે ગૌતમ! બીજા ગચ્છમાં રહીને કરે. (હે ભગવન!) તે કુગુરૂને (ગુરૂ-શિષ્યપણાને) અધિકાર છેડાવ્યા વિના બીજા ગરછમાં જઈ પણ ન શકે તેને બીજો કોઈ રાખે જ નહિ) તે શું કરે? હે ગૌતમ! સર્વ પ્રકારથી (ઉપાથી) તેને અધિકાર છેડાવે. હે ભગવન્ત ! કેવા ઉપાયોથી તેને અધિકાર સર્વ પ્રકારેથી છૂટે ? હે ગૌતમ ! અક્ષરો (લેખ) કરાવી લેવાથી. હે ભગવન્ત! તે અક્ષર કેવા જોઈએ ? હે ગૌતમ! જેમ કે કાલાન્તરે પણ હું આ શિષ્યને, તેના શિષ્યને, અથવા તેની શિષ્યાઓને પણ પાછા ગ્રહણ નહિ કરું” એવા અક્ષરે (લેખ) થવા જોઈએ. હે ભગવન્ત ! જ્યારે એવા અક્ષરે ન (લખી) આપે ત્યારે શું કરે? હે ગૌતમ! જ્યારે એવા અક્ષરો ન લખી) આપે ત્યારે (કુલ– પણ વિગેરે સંબંધથી નજીકના અને તેવા નજીકમાં ન હોય તે ક્ષેત્રથી) નજીક રહેલા આચાર્યને સઘળું કહીને ચેથા પાંચમા વિગેરે (અન્ય સાધુઓ) દ્વારા આગ્રહ કરાવીને (બલજબરીથી) અક્ષરે લખાવી લે. હે ભગવન્ત! જ્યારે એ પ્રકારે (પણ) તે કુગુરૂ અક્ષરે ન આપે તે શું કરે? હે ગૌતમ! જે એ પ્રકારે તે કુગુરૂ અક્ષરે ન જ આપે તે તેને સંઘ બહાર કર. ઈત્યાદિ.”
એ રીતે કુગુરૂનો ત્યાગ પણ બીજા ગણુનો આશ્રય મળે તેમ હોય ત્યારે જ (અને વિધિપૂર્વક) કર ઉચિત ગણાય, અન્યથા નહિ. કારણ (બૃહત્કલ્પના ઉ. કસૂત્ર ૨૩ માં) કહ્યું છે કે
"भिक्खू अ गणाओ अवक्कम इच्छेज्जा अन्नगणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा, जाव अन्नं गणं संभोगवडिआए उत्रसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरिअं(वा) जाव विहरित्तए, ते अ से णो वितरंति(विअरेज्जा) एवं से णो कप्पड़ जाव विहरित्तए, जत्थुत्तरिअं धम्मविणयं न (नो) लभेज्जा, एवं से णो कप्पड़ અત્રે એ વાવ વિત્તિ' રિ!
અર્થ-કેઈ સાધુ પિતાના ગચ્છમાંથી નીકળીને બીજા ગ૭ની સાથે આહાર-પાણી(ભજન) વિગેરેને સંબન્ધ કરવા ઈચ્છે તે તેણે આચાર્ય (ઉપાધ્યાય-ગણ-પ્રવર્તક-ગણાવરછેદક)ને પૂછવા વિના અન્યગચ્છની સાથે આહાર--પાણી (ભેજન)વિગેરેને સંબન્ધ કરવા માટે તેનો સ્વીકાર કરે થાવત્ તેની સાથે રહેવું કે વિચારવું ન કલ્પ, કિન્તુ આચાર્ય (વિગેરેને) પૂછીને (અનુમતિ મેળવીને આહાર પાણી આદિને વ્યવહાર કરે, સાથે રહેવું, કે વિચારવું કલ્પ. તે આચાર્યાદિ જે તેને રજા આપે તે તેમ કરવું વિચારવું કપે અને તે રજા ન આપે તે ન ક૯પે. જ્યાં ઉત્તરિક (વિશેષ-વિશિષ્ટ) ધર્મ એટલે વિનયને (સારણ વારણાદિને) લાભ થાય એમ હોય તેવા બીજા ગચ્છનો સ્વીકાર કરે એટલે રહેવું, કે વિચરવું વિગેરે કલ્પ, પણ જ્યાં ઉત્તર ધર્મને એટલે વિશેષ વિનયાદિને કે સારણ–વારણાદિને લાભ ન થાય ત્યાં જવું, રહેવું, વિગેરે ન કપે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org