Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 548
________________ ગચ્છમાં પાંચ પદસ્થાનું મહત્ત્વ અને તેના વિશેષ ગુણે] ૪૮૭ એ પાંચે (આચાર્યાદિ) પદ પર્યાયથી લધુ હોય તો પણ પર્યાયથી મોટા પણ અન્ય સર્વ સાધુઓને તેઓ વંદનીય છે. કારણ કે “ મા વિ વંન્નિતિ અર્થાત્ “પદસ્થ ઓછા પર્યાયવાળા હોય તે પણ તેઓને વાંદવા એવું આગમનું પ્રમાણ છે. વળી કહ્યું છે કે "तत्थ न कप्पइ वासो, गुणागरा जत्थ नत्थि गच्छंमी। आयरिअउवज्झाए, पवित्ती थेरे अ रायणिए ॥१॥" ભાવાર્થ–સાધુને ત્યાં રહેવું ન કલ્પે કે જે ગચ્છમાં ગુણોની ખાણ સરખા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક (ગણાવચ્છેદક) નથી. આ પાંચ પદો જેમાં હેય તે જ ગચ્છની પ્રમાણિકતા કહી છે. કહ્યું છે કે – "सो किंगच्छो भन्नइ, जत्थ न विजंति पंच वरपुरिसा। आयरियउवज्झाया, पवत्तिथेरा गणावच्छा ॥" यतिदिनचर्या० १०२॥ ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચ ઉત્તમ પુરૂ જ્યાં નથી તે કુત્સિતગચ્છ (અથવા શું તે ગ૭ કહેવાય? ન) કહેવાય.૦૮ ૩૦૮-જેમ લૌકિક રાજ્યની વ્યવસ્થા માટે પ્રજામાંથી વિશિષ્ટ વ્યક્તિઓને અધિકારી પદે સ્થાપવામાં આવે છે અને પ્રજા તેને વિનય-ગૌરવ વિગેરે કરીને તેઓની સહાયથી જીવન રક્ષા કરે છે. તેમ લોકોત્તર શાસનની વ્યવસ્થા માટે પણ એ માગ આવશયક છે જ. એ કારણે જ સાધમંડળમાં જે ગુણાથી વિશિષ્ટ નીવડે છે. તેવા યોગ્ય સાધુને યોગ્યતાને અનુસરે આચાર્ય–ઉપાધ્યાય પ્રવર્તક વિગેરે ઉપર કહ્યાં તે પદ (અધિકાર) આપવામાં આવે છે. અધિકારી બનેલા તેઓ પર્યાયથી લઘુ છતાં ગુણોથી જેષ્ટ હોય છે. માટે શેષ સાધુઓએ તેઓનું “વન્દનબહુમાન વિગેરે કરવું તે યુક્તિસંગત છે. એ રીતે તેઓની સહાયથી પિતાના સંયમજીવનની રક્ષા કરી શકાય છે, માટે દરેક ગ૭માં એ પાંચ પદ (ગચ્છના પાલક) હોવા જોઈએ એમ જણાવ્યું છે. પદસ્થાએ પણ રતનાધિક સાધુઓની અવગણના કરવી જોઈએ નહિ, કિન્તુ તેઓ તરફ બહુમાન અને વિનયવૃત્તિ દાખવવી જોઈએ. જેમ રાજા બનેલો પણ પુત્રાદિ પિતાદિના વિનયને તજતો નથી, માત્ર રાજયધુરા સંભાળવા પુરતે જ પોતાને રાજા મનાવે છે, તેમ અહીં પણ પદસ્થ બનેલા સાધુએ પર્યાય જયેક સાધુઓ પ્રત્યે વિનયવૃત્તિ અખંડ રાખવી જોઈએ અધિકારને સફળ કરવા પૂરતો જ વડીલ તરીકે વ્યવહાર કરવો જોઈએ. એટલું જ નહિ, જેમ રાજા પ્રજાને પિતાની જેમ વાત્સલ્યથી સંભાળે છે તેમ ન્હાના-મોટા સર્વ સાધુઓની વાત્સલ્યભાવે રક્ષા કરવી જોઇએ, પદાધિકારના બળે કેાઈને સંતાપવા જોઈએ નહિ. એમ કરવાથી પદસ્થાને પણ સ્વકર્મોની માટી નિર્જરા થાય છે. વસ્તુતઃ તો પદસ્થાને કે સાધુઓને સવ વિન યાદિ કાર્યો સ્વ-સ્વ કર્મનિજરાના ઉદેશથી કરવાનાં હોય છે અને તે કઈ દુર્ગુણને વશ થયા વિના જ સ્વ-સ્વ જવાબદારી સમજીને કરે તે જ બની શકે છે, પરસ્પર એક બીજાના નિમિતે પિતાનાં કર્મોની નિર્જરા કરી શકાય છે. માટે જ અહીં જણાવ્યું છે કે “એ પાંચ પદસ્થ જે ગચ્છમાં ન હોય તે કુત્સિતગચ્છ છે” અર્થાત એ પાંચ પદસ્થાની સહાય વિના શેષસાધુઓ સ્વકલ્યાણ સાધી શકતા નથી. જેમ ધનવાનને ધનની રક્ષા માટે બીજા સહાયકની અપેક્ષા રહે છે તેમ સાધુને પણ સંયમધનની રક્ષા માટે રાજયાધિકારીઓ તત્ય આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પાંચે પદસ્થાની સહાય આવશ્યક છે. તેઓની સહાય વિના પ્રાપ્ત જ્ઞાનાદિ ગગાની રક્ષા કે અપ્રાપ્તની પ્રાપ્તિ થતી નથી. એમ અહીં વર્ણવેલા પદાર્થોનું સંયમ જીવનની સાધના માટે અતિમહત્તવ છે, તેઓની શેષ સાધુઓના સંયમની રક્ષાની જવાબદારી છે તેમ શેષસાધુઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598