Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 546
________________ ૪૮૫ સાવી પણ લબ્ધિક, હેય ઉપાધ્યાયાદિ શેષપદની અનુજ્ઞા ] એ પ્રમાણે સ્વલમ્પિકના વિહારને વિધિ જણાવ્યું. સાધ્વી પણ શેષસાધ્વીઓથી ગુણોમાં જે અધિક હોય, દીક્ષા પર્યાય અને વય (ઉમ્મર)થી પરિણત (પ્રૌઢ) હોય, તેને સ્વલબ્ધિ માટે એગ્ય કહી છે. કહ્યું છે કે – વા વિ ગુણકાળ, લા દિના ઘેર સેવરૂfi . दिक्खासुआइणा परिणया य जोग्गा सलद्धीए ॥' पञ्चवस्तु० १३३२॥ ભાવાર્થ-સાધ્વી પણ અન્ય સર્વ સાધ્વીઓમાં ગુણસમૂહથી જે અધિક (વધારે ગુણવતી) અને દીક્ષા પર્યાય તથા શ્રુતજ્ઞાનથી પરિણત પ્રૌઢ) હોય તે સ્વલબ્ધિ માટે એગ્ય છે. (અર્થાત તેણે મેળવેલી શિષ્યા, આહાર, પાણી, ઉપધિ વિગેરે નિર્દોષ ગણાય.) અહીં કેઈ એમ કહે કે “સાધ્વીઓને સ્વલિબ્ધિ ન હય, કારણ કે તેઓને પ્રાયઃ વસ્ત્રાદિ સર્વ ગુરૂની પરીક્ષાથી જ લેવાનું હોય, કારણ કે સ્વલબ્ધિએ વસ્તુ લેવાથી તેઓને લાઘવ (અપમાન–અનાદર)જન્ય દોષો અવશ્ય થાય તો એમ કહેનારનું કથન બરાબર નથી, કારણ કે શિષ્યા વિગેરે કે ભિક્ષા વિગેરે સ્વઉચિત વસ્તુ મેળવવામાં તેઓ અવશ્ય સ્વલબ્ધિક હોય છે. વળી (સર્વને નહિ, પણ) પરિણત વયવાળી પ્રૌઢ સાધ્વીને એ સ્વલબ્ધિરૂપ કલ્પ આચરિત (પરંપરાગત) છે. (અર્થાત પ્રૌઢ સાથ્વીને એ અધિકાર આચરિત છે) અને યોગ્ય પાત્રને (પ્રૌઢ–ગુણવાળીને) એથી લઘુતા વિગેરે દોષ પણ થતા નથી. આ વિષયમાં પ્રશ્નોત્તર પૂર્વક પચવસ્તુમાં કહ્યું છે કે "केइ ण होइ सलद्धी, वयणीणं गुरुपरिक्खियं तासिं। जं सव्वमेव पायं, लहुसगदोसा य नियमेणं ॥१३३३॥ तं च ण सिस्सिणिगाओ, उचिए विसयंमि होइ उवलद्धी। कालायरणाहिं तह, पत्तमि ण लहुत्त दोसावि ॥१३३४॥" (पञ्चवस्तु) ભાવાર્થ-કઈ એમ કહે છે કે-સાધ્વીને સ્વલબ્ધિ (સ્વયં વસ્ત્ર વિગેરે લેવાનું) ન હોય, કારણ કે તેઓને પ્રાયઃ શિષ્યા, ભિક્ષા કે વસ્ત્રાદિ સર્વ ગુરૂએ પરીક્ષા કરેલું લેવાનું હોય છે, સ્વતઃ લેવામાં તેઓને અવશ્ય લઘુતા વિગેરે દેશો થાય. તેને ઉત્તર કહે છે કે તે કથન બરાબર નથી, કારણ કે શિષ્યા કે ભિક્ષા વિગેરે ઉચિત વસ્તુ લેવાને તેઓને અધિકાર હોય છે, નહિ કે નથી હોતે. તથા તેઓને કાળથી અને આચરણથી(અર્થાત્ પરિણુતવયવાળી સાવીનું) એ આચરિત છે અને લેનાર યોગ્ય-પાત્ર હોય ત્યાં લઘુતારૂપ દે પણ થતા નથી. - સાધ્વીઓને બહુષને સંભવ હોવાથી જાતકલ્પ અને સમાપ્તકલ્પને અંગે સૂત્રાનુસારે સાધુ કરતાં “દ્વિગુણી વિગેરે અધિક વિભાષા કરવી, અર્થાત્ સમાપ્તકલ્પને અંગે સાધ્વીઓને સાધુની તુલ્ય સંખ્યા નહિ સમજવી. ત્યાં જ કહ્યું છે કે “લાયસનવિમાસા, કુતરોણા મા થયેથી મુત્તાપુતારો વહુ, વહિiટ્ટ જશે it ?રૂરૂપ” (જીવતું) અગીતાર્થ હોય તે પણ પરસ્પર કરેલા સંકેત પ્રમાણે આભાવ્ય સમજવું અને બને સમૂહના નાયક અગીતાર્થે હેવાથી અજાતકલ્પ હોય ત્યારે પણ તેઓએ પરસ્પર કરેલા સંકેત પ્રમાણે આભાવ્ય સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598