Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 552
________________ આચાર્યાદિપને પાળવાનું કાળમાન અને અંતિમ કર્તવ્ય]. ટીકાનો ભાવાર્થ–ગુરૂએ એટલે અનુજ્ઞાચા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક અને પ્રવત્તિની, વિગેરે જે જે પદ (અધિકાર) આપ્યા હોય તેનું સુંદર પાલન યાજજીવન એટલે જ્યાં સુધી ચરમ અર્થાત્ અંતસમય(અવસ્થા) પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવું. ૩૧૦એમ કરતાં અને શું કરવું? તે કહે છે કે मूलम्-" उपस्थितेऽथ तस्मिंस्तु, सम्यग् संलेखनाकृतिः। 1 વોરિમેન, ત્રિવિધ પવિતા નિનૈઃ ૪ળા” મૂળને અર્થ–પછી તે અંતકાળ પ્રાપ્ત થતાં સુંદર સંલેખના કરવી. આ સંલેખના શ્રીજિનેશ્વરએ “ઉત્કૃષ્ટ વિગેરે ભેદથી ત્રણ પ્રકારે કહી છે. ૩૧૦-મનુષ્યની દહની) અવસ્થા બદલાય છે તેમ તેનાં કર્તા પણ બદલાય છે. બાલકનાં. તરૂણનાં, યુવાનનાં, પ્રૌઢનાં અને વૃદ્ધનાં કર્તવ્યો સમાન હતાં નથી, બાધદષ્ટિએ તે શરીરને અનુકૂળ હોય છે અને તત્ત્વદૃષ્ટિએ યોગ્યતાને (ગુણેને અનુકૂળ હોય છે. આ યોગ્યતાને પ્રગટાવવા માટે પૂર્વ પૂર્વ અવસ્થાનાં કર્તવ્ય કારણભૂત હોય છે, જેમ કે બાળચેષ્ટાઓમાંથી તરૂણને યોગ્ય કર્તવ્યોની શક્તિ પ્રગટે છે, તેમ તારૂણ્યનાં કર્તવ્યોમાંથી યુવાનીનાં કર્તવ્યોની, યુવાનીનાં કર્તવ્યોમાંથી પ્રૌઢનાં કર્તવ્યોની, વિગેરે ઉત્તરોત્તર અવસ્થાને યોગ્ય છે તે શક્તિ-યેગ્યતા પ્રગટાવી શકાય છે. એ શક્તિ જેમ જેમ પ્રગટે છે તેમ તેમ પૂર્વઅવસ્થાનાં કર્તવ્યોની જવાબદારી પૂર્ણ થાય છે અને ઉત્તર અવસ્થાની જવાબદારી ઉભી થાય છે. પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર જવાબદારી વિશિષ્ટ (આકરી) હોય છે, માટે એને પૂર્ણ કરવા આત્મશુદ્ધિ (ગુણો) પણ વિશેષ જરૂરી છે. એમ જવાબદારી અને તેને પૂર્ણ કરવા માટેની આત્મશુદ્ધિ (ગુ) બને એકબીજાના પૂરક બનીને વધતાં જ જાય છે, ત્યાં સુધી કે સંપૂર્ણ ગુણે પ્રગટ થતાં જવાબદારી પૂર્ણ થાય અને સર્વ કાર્યોથી નિવૃત્ત (સિદ્ધ) થએલો આત્મા પછી સ્વગુણેને અખંડ આનંદ અનુભવે છે. આટલું વિચાર્યા પછી સમજાશે કે જવાબદારી કેવળ પૂર્ણ કરવા પૂરતી જ નથી, પણ તેને બળે (આલમ્બનથી) આત્મગુણે પ્રગટાવવાના હોય છે, એ ન પ્રગટાવી શકાય તે જવાબદારી પૂર્ણ કરવા છતાં આમિક લાભ મનાતો નથી. જનશાસનની દરેક વ્યવસ્થાઓ આમિકલાભને પ્રગટ કરવા માટે હોવાથી આખા i અવસ્થાને ઉચિત ગચ્છવાસનાં ભિન્ન ભિન્ન કર્તવ્યો કરવાનું કમિક વિધાન ક્યું છે, તે પૂર્ણ કરનારને પ્રવૃત્તિધર્મ(વ્યવહાર)નો અંત આવે છે અને નિવૃત્તિ(નિશ્ચય)મા સ્વીકારવાનું બળ તેનામાં પ્રગટ થાય છે. છતાં દરેક આત્માઓને એમ બને જ એ એકાન્ત નથી, વિશિષ્ટ ક્ષયોપશમ અને પુણ્યોદયવાળા યોગ્ય આત્માને જ એ રીતે સાધના (સાધુતા) સફળ થાય છે, જેને તે સફળ થાય અને યોગ્ય શિખ્યાદિને ગ૭ની જવાબદારી સોંપી શકાય તેમ હોય, તેવા આત્માને જ ગચ્છથી નિવૃત્ત થઈ શકાય છે, એવી ગછની રક્ષાની વ્યવસ્થા ન થઈ શકે તે નિવૃત્ત થઈ શકાય નહિ. કારણ કે નિવૃત્તધર્મ કરતાં ય ગચ્છની રક્ષા કરવામાં વિશેષ નિર્જરા છે. હા, ગચ્છની રક્ષા બીજાઓ દ્વારા થઈ શકે તે પતે નિવૃત્ત થઈ આત્મસાધના કરી શકે. અહીં એ પ્રશ્ન થાય કે-એમ તે જેને પિતાના ગચ્છની ૨ક્ષા કરનાર અન્ય યોગ્ય આચાર્યાદિ તૈયાર ન થાય તેને નિવૃત્તિધર્મ માટે અવકાશ જ ન રહે અને પ્રવૃત્તિમાં જ જીવન પૂર્ણ થાય, તે એક અંગની સાધના અધુરી રહે તેનું શું ? ઉત્તર–આત્મિક સાધના એક જ ભવમાં પૂર્ણ કરી શકાય એવો નિયમ નથી, પૂર્વ ભવમાં સાધના કરીને વિશિષ્ટ પ્રશ્ય ઉપાર્જન કરનારને વર્તમાન ભવમાં તે પૂર્ણ થાય અને જેને એવી પૂર્વ સાધના ન હોય તેને અધુરી રહે તે પણ ભવિષ્યના ભેમાં પૂર્ણ થાય. માટે તે તે જવાબદારીને પૂર્ણ કર્યા વિના, કે બીજા ઉપાડી લેનારાના અભાવમાં છેડી શકાય નહિ, છેડે તે વિરાધક ભાવને પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598