________________
[ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૩ વધારે શું કહેવું? નિશ્ચય વિગેરે અનેક નયસાપેક્ષ (ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન) અર્થથી પ્રધાન પદાર્થોનું વ્યાખ્યાન તે રીતે કરવું કે શ્રોતાઓને (સંસાર પ્રત્યે ઉદાસીનતા અને મોક્ષમાર્ગમાં ઉત્સાહરૂ૫) સંગ પ્રગટ થાય અને એ મેક્ષમાર્ગના દર્શક સર્વરા ભગવંત પ્રત્યે વિશ્વાસ પ્રગટે. ઈરાદા પૂર્વક વ્યાખ્યાનદ્વારા જિનવચનને અસત્ય ઠરાવવું તે વિષાદિ તુલ્ય છે, કારણું કે તેને વિપાક (ફળ) અતિદારૂણ (મહા દુઃખદાયી) બને છે. બીજી બાજુ વીતરાગની આજ્ઞા પ્રત્યે બહુમાન થવારૂપ ગબળ (આત્મ સામર્થ્ય) એક મહામંત્ર (તુલ્ય) છે, કારણ કે તે સમસ્ત દેને ટાળનાર છે, માટે વર્તમાન કાળમાં પણ મૂઢતા તજીને (સૂમબુદ્ધિ કેળવીને) જિનાજ્ઞાનું પાલન કરવામાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. વ્યાખ્યાનને વિધિ ઉપસર્પદાના પ્રસંગે (પૃ. ૩૧૨ માં) “મmનિરિકા વિગેરે પાઠથી કહ્યો છે તે પ્રમાણે સમજવો.
એમ મોગ્ય શિષ્યોને “નન્દી વિગેરે આગમ ગ્રન્થનું, દષ્ટિવાદનું, કે તેમાંથી ઉદ્ધરેલા (દેવેન્દ્રસ્તવ વિગેરે) વિવિધ સ્તરોની પરિજ્ઞા (પર્યાલચન) વિગેરે ગ્રન્થનું વ્યાખ્યાન કરવું. એ રીતે વ્યાખ્યાન કરવાથી નિપુણ બુદ્ધિથી સમજવા ગ્ય ભાવોનો પણ બંધ થાય છે અને આકરા (જટિલ) પણ વિવિધ સંશોને નાશ થવાથી શાસન શેભામાં (આગમના મહિમામાં) વૃદ્ધિ થાય છે. તાત્પર્ય કે જિનાગમની મહત્તા દ્વારા જૈનશાસનની પણ મહત્તા વધે એ ઉદ્દેશથી ઉપર કહ્યું તેમ શિને વ્યાખ્યાન કરવું.
અહીં સુધી અનુગ(સૂત્રદાન)ની અનુજ્ઞાને વિધિ કહ્યો, હવે ગચ્છની અનુજ્ઞારૂપ સાપેક્ષયતિ ધર્મનું વર્ણન કરે છે. ભાના અધ્યયનથી બંધ થાય છે પણ શ્રદ્ધા પ્રગટ થતી નથી. આ શ્રદ્ધાને પ્રગટાવવા માટે તે શ્રદ્ધાગ્રાહ્ય ભાવને જણાવનારા શ્રી તીર્થંકરદેવ અને તેના વ્યાખ્યાતા ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા જોઇએ, ઉપરાન્ત ન સમજાય તેવા ભાવેને પણ એ શ્રદ્ધાથી સત્ય માનવા જોઈએ. એ રીતે આજ્ઞા(શ્રદ્ધા)ગ્રાહ્ય વચનોને શ્રદ્ધાથી માનતાં જીવને શ્રદ્ધા ગુણ વિકાસ પામે છે. બીજી બાજુ શ્રદ્ધા ગમે તેવી નિર્મળ અને દઢ હાય પણ બાધ (જ્ઞાન) વિના ચારિત્રનું પાલન, રક્ષણ, શુદ્ધિ કે વૃદ્ધિ થાય નહિ, માટે બેધની પણ આવશ્યકતા છે, તે બેધ યુક્તિસિદ્ધ વચનેથી થાય છે. યુક્તિગ્રાહ્ય વચનથી આત્માને દ્રવ્યબોધ (શાસ્ત્રોનું જ્ઞાન) થાય છે અને તેને આત્માની પરિણતિરૂપ ભાવકૃત બનાવવાનું કાર્ય શ્રદ્ધા કરે છે. અર્થાત્ શ્રદ્ધા દ્વારા દ્રવ્યશ્રુત ભાવકૃતમાં પરિણમે છે અને એના પરિણામે ચારિત્રગુણ પ્રગટ થાય છે. એમ આગમના આાગાધ ભાવથી શ્રદ્ધા, યુક્તિગ્રાહ્ય ભાવથી જ્ઞાન, અને તે બન્નેના આલમ્બનથી ચારિત્ર પ્રગટ થાય છે, હેય તેની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. લૌકિક વ્યવહારમાં પણ આ પ્રક્રિયા વ્યાપક છે. ન સમજાય તે વિષયમાં બાળકને માતા ઉપર, વિધાથીને શિક્ષક ઉપ૨, મુસાફરને વળાઉ ઉપર, રેગીને વૈધ ઉપર, એમ ભિન્ન ભિન્ન વિષયમાં અલ્પજ્ઞને તેના જ્ઞાતા ઉપર શ્રદ્ધા રાખીને જ તે તે કાર્ય કરવાનું હોય છે, એવું કદી ન બને કે અજ્ઞાની જ્ઞાની ઉપર વિશ્વાસ મૂકયા વિના જ તે તે વિષયને જ્ઞાતા બની શકે. સર્વત્ર અ૫ને શ્રદ્ધાના બળે જ જ્ઞાન વધારવાનું હોય છે. શ્રદ્ધાથી કાય જેમ જેમ સિદ્ધ થાય છે તેમ તેમ શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે છે, એથી જ શ્રદ્ધાના પરિપાકને શાસ્ત્રમાં જ્ઞાન પણ કહ્યું છે. એ જ્ઞાનથી શ્રદ્ધા વધારે દૃઢ બને છે અને પુનઃ કાર્ય સિદ્ધ થતાં જ્ઞાનરૂપે પરિણમે છે. એ કમથી જયારે જગતના સર્વ ભાવેનું આત્મપ્રત્યક્ષ (કેવળ) જ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા નિરૂપયેગી બનતાં તેને અભાવ થાય છે. એમ આત્મામાં શ્રદ્ધા અને જ્ઞાન અને ગુણે ક્રમશઃ આગમ માં કહેલા આઝાગ્રાહ અને યુતિગ્રાહ્ય વચનથી પ્રગટે છે અને એ બેના બળે ચારિત્ર પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org