________________
પ્રાયશ્ચિત્ત અધિકારમાં પાંચ નિત્થાનું સ્વરૂ૫]
૪૩૩ એમ બે પ્રકાર હોય છે, તેમાં અકાળે (વિના કારણે) ચોલપટ્ટક, અંદર (ઓઢવા)ને કપડે, વિગેરે વસ્ત્રોને ધનારો, બાહ્યશૌચમાં આસક્તિ-પ્રીતિવાળે, શોભાને માટે પાત્રો–દડે વિગેરેને પણ તેલ વિગેરેથી સુશોભિત–ઉજળાં કરીને (અથવા રંગીને) વાપરનારે ઉપકરણબકુશ તથા પ્રગટપણે (ગૃહરથાદિને તાં) શરીરની શેભા(સુખ) માટે હાથ-પગ ધવો, મેલ ઉતારવો, વિગેરે અસપ્રવૃત્તિ કરનારે શરીરબકુશ જાણ. આ બંને પ્રકારના બકુશના આગ, અનાગ, સંવૃત, અસંવૃત અને સૂક્ષ્મ, એમ પાંચ પાંચ ભેદે છે. કહ્યું છે કે –
“૩ારાણીસુ, ઘર વિહોરિ ઘોર પંવિદો.
आभोगअणाभोए, संवुडअसं (सं)वुडे सुहुमे ॥" प्रवचनसारो० ७२४॥ ભાવાર્થ–ઉપકરણમાં અને શરીરમાં બકુશ, એમ બન્ને પ્રકારના બકુશ આગ, અનાભોગ, સંવૃત, અસંવૃત, અને સૂમ, એ પાંચ પાંચ પ્રકારના અર્થાત્ બને બકુશેના પાંચ પાંચ પ્રકારે છે.
તેમાં પહેલાં કહ્યું તેમ “શરીર અને ઉપધિ બન્નેની શોભા (સાધુઓને) અકરણીય છે એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શેભાને કરે (અર્થાત્ સમજીને ભૂલ કરનાર)તે ૧–આભેગ બકુશ, ઉપર કહી તે બન્ને પ્રકારની શેભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારે ૨-અનાગબકશે, જેના દોષો લોકમાં અપ્રગટ રહે તે (છૂપી ભૂલો કરનાર) ૩-સંવૃતબકુશ, પ્રગટ રીતે ભૂલ કરનારે (નિષ્ફર-નિર્લજ્જ) તે ૪-અસંવૃતબકુશ અને નેત્રને મેલ દૂર કરે, વિગેરે કંઈક માત્ર (સૂમ) ભૂલ કરનારે તે પ–સૂક્ષ્મબકશે. એ સર્વ બકુશે સામાન્યતયા વસ્ત્રાપાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસાદિ યશની ઈચ્છાવાળા, બાહ્યસુખમાં ગૌરવ માની તેમાં આદર (આશ્રય) કરનારા, અવિવિક્ત પરિવારવાળા, અને (દીક્ષા પર્યાયને છેદ કરવારૂપ) છે પ્રાયશ્ચિત્તને એગ્ય સદોષ–નિર્દોષ(શબલ ચારિત્રવાળ સમજવા. તેમાં “અવિવિક્ત એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફેણ વિગેરેથી જંઘાને ઘસનારા, તેલ વિગેરેથી શરીરને ચાળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા” જાણવા.
૩-કુશીલ મૂલ-ઉત્તરગુણોની વિરાધનાથી, અથવા સજ્જવલન કષાયોના ઉદયથી જેનું શીલ એટલે આચારે કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેને પણ આસેવનાકુશીલ અને કષાયકુશીલ, એમ બે પ્રકારે છે. તેમાં આસેવના એટલે સંયમથી વિપરીત આચરણ કરનાર તે ૧-આસેવનાશીલ અને સજ્જવલનાદિ કષાયવાન તે ૨-કષાયશીલ તે સ્પષ્ટ છે. તે બન્નેના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારે છે. કહ્યું છે કે
“કાવન શાહ, કુલ્લ સીટો સુહાવે પંવિહો
नाणे दंसण चरणे, तवे य अहसुहुमए चेव ॥" प्रवचनसारो० ७२५॥ ભાવાર્થ-આસેવનથી અને કષાયથી એમ કુશીલ બે પ્રકારે છે, તે બન્ને પ્રકારને કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારને કહ્યું છે. તેમાં–
પિત પિતાના જ્ઞાન દર્શન ચરિત્ર અને ત૫ ગુણથી આજીવિકા મેળવનારે હોય તે અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ પ્રતિસેવાવાળે કહેવાય છે. બીજા આચાર્યો તે ચે તપને બદલે “શ” કહે છે. એ ઉપરાન્ત “ આ તપસ્વી છે, જ્ઞાની છે, શ્રદ્ધાળુ છે, ઈત્યાદિ લોકેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org