________________
વ્રતાદિના પાલન માટે આલેચના અને પાંચ નિર્મથેનું સ્વરૂ૫]
૪૩૧ એ પ્રમાણે ઉત્તમ કથાઓના કથનથી અને શ્રવણથી પોતાને અને બીજાઓને પણ ચારિત્રમાં સ્થિરતા, ઉત્સાહ વિગેરે ઘણુ ગુણે થાય એ સ્પષ્ટ છે. હવે બીજાં વિશેષ કર્તા કહે છે કેમૂત્ર-અતિવારોન, બ્રાયશ્ચિત્તવિધેયતા
उपसर्गतितिक्षा च, परीषहजयस्तथा ॥ १२७॥ મૂળનો અર્થઅતિચારની આલોચના કરવાપૂર્વક ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તને કરવું, ઉપસર્ગો સહન કરવા, તથા પરીષહેન જય કરો, તે પણ સાપેક્ષ યતિધર્મ છે.
ટીકાને ભાવાર્થ-મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા, તથા પૂર્વે કહ્યા તે જ્ઞાનાચાર વિગેરે આચારોથી વિપરીત વર્તન કરવારૂપે સેવેલા જે જે “અતિચારો થયા હોય તેનું “આલોચન કરવું એટલે ગુરૂની આગળ યથાર્થરૂપે જણાવવું અને ગુરૂએ તેને અંગે આપેલાં “આલોચનાપ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિત્તને કરવાં (તે સાપેક્ષ યતિધર્મ છે). આલોચનાને વિધિ પહેલા (ભાગના ભાષાન્તરમાં શ્રાદ્ધધર્મના અધિકારમાં (પૃ. ૬૬૫ માં કહ્યો છે.
અહીં એ સમજવાનું છે કે–પુલાક ૮અને પ્રતિસેવાકુશીલ, એ બે મૂળગુણના વિરાધક અને એ બેની સાથે બકુશને ગણતાં ત્રણ ઉત્તરગુણના વિરાધક હોય છે, અર્થાત્ પુલાક અને પ્રતિ સેવાકુશીલ બને મૂળ-ઉત્તર અને ગુણેના અને બકુશ માત્ર ઉત્તરગુણને વિરાધક હોય છે. એ સિવાયના કષાયકુશીલ વિગેરે દષવાળા છતાં મૂળગુણ-ઉત્તરગુણના વિરાધક નથી. કહ્યું છે કે
__ " मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए पुलाए य ।
उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥" प्रवचनसारो० ७२९॥ ભાવાર્થ-મૂલગુણ અને ઉત્તરગુણ ઉભયની વિરાધના–પ્રતિસેવના કુશીલને તથા પુલાકને હોય છે, એક જ ઉત્તરગુણની વિરાધના બકુશને હોય છે અને બાકીનાઓને એકે ય હોતી નથી. અહીં પ્રસંગનુસાર પુલાક વિગેરે નિર્ચન્થોનું એટલે સાધુઓનું સ્વરૂપ કહીએ છીએ.
“मिच्छत्तं वेयतिगं, हासाई छक्कगं च नायव्वं ।
कोहाईण चउक्कं, चउदस अभिंतरा गंथा ॥" प्रवचनसारो० ७२१॥ ભાવાર્થ-
મિથ્યાત્વ એક, સ્ત્રી, પુરૂષને અને નપુંસકને એમ વેદે ત્રણ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને દુર્ગ છા એ હાસ્યાદિ છે, તથા ક્રોધાદિ કષાયો ચાર, એમ કુલ ચૌદ અભ્યન્તર ગ્રન્થ (બન્ધને) કહેવાય છે.
એ ચૌદ અભ્યન્તર અને ભૂમિ વિગેરે (દશ)૨૮૪બાહ્ય ગ્રન્થોથી (બન્ધનથી) નિર્ગત (છૂટેલા) હેવાથી સાધુઓને નિગ્રન્થ કહેવાય છે, તે પાંચ પ્રકારના છે. કહ્યું છે કેસ્થિર આસને શ્રવણ કરવાથી કાયયોગ પણ સધાય છે. શ્રવણ માટે જે એકાગ્રતા જરૂરી છે, તે અસ્થિર આસનથી થઈ શકતી નથી. માટે અહીં સ્થિરઆસને બેસીને, વિશિષ્ટ મુદ્રા પૂર્વક સાંભળવાનું કહ્યું છે.
૨૮૩-પુલાક વિગેરે સાધુઓના પ્રકારે છે, તેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ સ્પષ્ટ થશે.
૨૮૪-૧-ભૂમિ, ૨-મકાને, ૩-ધન અને ધાન્ય, ૪-મિત્રો અને જ્ઞાતિજને, પ-વાહને, ૬ શયને, -આસન, ૮-દાસ, ૯-દાસીઓ અને ૧૦-કુણ્ય (શેષ રાચરચિલું-ઘરવખરી). એ દશ પ્રકારે જાણવા. બૃહત્ક૯૫માં શયન-આસન બેને એકમાં ગણી દશમે તૃણાદિને સંચય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org