Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 509
________________ ૪૪૮ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૭ ભાવાર્થ-દર્શનમેહનીય કર્મના ઉદયથી દર્શનપરીષહ, પહેલા એટલે જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ, અન્તરાયના ઉદયે એક અલાભ અને ચારિત્રમેહનીયના ઉદયે સાત પરીષહ હોય છે (૬૮૭). તે કહે છે કે–આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા (આસન), અલક (નગ્નતા), યાચના અને સત્કાર–પુરસ્કાર, એ સાત ચારિત્રમેહના ઉદયથી તથા આગળન અગીઆર વેદનીયના ઉદયથી હાય (૬૮૮). તે અનુર્વિથી એટલે ક્રમશઃ સુધા, તૃષા, શીત, ઉષ્ણુ અને દંશ, એ પાંચ, તથા ચર્યા(વિહાર), શય્યા(ઉપાશ્રય), મેલ, વધ, રોગ અને તૃણસ્પર્શ. એ અગીઆર વેદનીયના ઉદયથી જાણવા. શેષકર્મોને ઉદયમાં પરીષહે હેતા નથી. (૬૮૯). (એમ બાવીસ પરીષહ પિકી એક દર્શન મેહથી, બે જ્ઞાનાવરણથી, એક અન્તરાયથી, સાત ચારિત્રહથી અને અગીઆર વેદનીયકર્મના ઉદયથી હાય, એ કર્મની અપેક્ષાએ કહ્યા.) હવે બીજા પ્રકારે એટલે ગુણસ્થાનકની અપેક્ષાએ કહે છે કે “વાથી વાયરસં૫ર, () સુમરાજિ . छउमस्थवीयरागे, चउदस एक्कारसजिणंमि ॥" प्रवचनसारो०६९०॥ ભાવાર્થ-બાદરસમ્પરાય(નવમા)ગુણસ્થાનક સુધી બાવીશ, સૂમસમ્પરાય(દશમા)માં ચૌદ, છદ્યસ્થવીતરાગને (અગીઆમે-બારમે) ચૌદ અને કેવલીને અગીઆર પરીષહ હોય છે, તેમાં નવમા સુધી બાવીશ, દશમે–અચેલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને દર્શન, એ દર્શન–ચારિત્રમેહનીય ઉદયજન્ય આઠ સિવાયના ચૌદ અને અગીઆરમેબરમે પણ એ જ ચૌદ હોય છે. તેરમે ચૌદમે ગુણસ્થાનકે વેદનીયકર્મોદયજન્ય ઉપરોક્ત અગીઆર હોય છે) એક કાળે (સાથે) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એક જીવને પરીષહ કહ્યા છે કે “વીસ વોલપ, વતિ વત્રો છે દા. सीओसिणचरिय निसीहिआ य जुगवं न वटुंति ॥" प्रवचनसारो० ६९१॥ શિથિલતાને દૂર કરે, પણ પિતે ખેદ ન કરે. પ્રજ્ઞા જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમને અનુસાર પ્રગટે છે, તેને મદ કરવાથી તે કર્મો બન્ધાય છે, માટે જેમ જેમ પ્રજ્ઞા વધે તેમ તેમ લઘુતાને અને વિનયને વધારતા મુનિને પ્રજ્ઞામદને વિજય થાય છે. અજ્ઞાન છે કે દેષરૂપ છે, પણ તે ઇચ્છા માત્રથી ટળતું નથી, જ્ઞાન-જ્ઞાનીને વિનય વિગેરે કરવાથી ટળે છે, એમ સમજતે મુનિ અજ્ઞાનથી દીન ન બને પણ વિશેષજ્ઞાનીઓને વિનય–ભક્તિ કરતે તેમાં મુક્તિ એટલે આનંદ અનુભવે. જ્ઞાન કરતાં ય જ્ઞાનીની ભક્તિ ઘણો લાભ કરે છે, તેઓની ભક્તિથી અજ્ઞાનને નાશ થઈ જ્ઞાન પ્રગટે છે, એટલું જ નહિ, સર્વ દોષમાં શિરદાર એવું મોહનીય કર્મ પણ તૂટી જાય છે અને જીવ વીતરાગ બની કેવળજ્ઞાન પ્રગટાવે છે “માસતુસ” મુનિ વિગેરે એનાં ઝળહળતાં દૃષ્ટા છે. સમકિત ગુણને દઢ અને નિર્મળ બનાવવા માટે મુનિએ તેને દે ચલાયમાન કરે કે કોઈ ઇન્દ્રજાળી ભ્રમ ઉત્પન્ન કરે તે પણ શ્રીજિન અને જિનવચન સિવાય સઘળું મિથ્યા માનવું જોઈએ, દેવે કરેલી પણ પરીક્ષામાં શ્રેણિકની જેમ શ્રદ્ધાથી અચલિત થવું જોઈએ. એક શ્રદ્ધા અખંડ રહે તે સઘળા ગુણે જવા છતાં પુનઃ પ્રગટે છે અને શ્રદ્ધા-સમકિત ગયા પછી સઘળા ગુણે અવરાઈ જાય છે, પ્રગટ રહે તે પણ લાભ કરતા નથી. એમ પરીષહના જયથી ઘણે આત્મિક લાભ થાય છે. ઉપરાન્ત ગ્રન્થમાં જણાવ્યા પ્રમાણે તે કર્મોના ઉદયથી થાય છે માટે તે તે કર્મોને તેડવા માટે પણ તેને સમજપૂર્વક સહવા જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598