________________
૪૫૦
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા. ૧૨૭ તત્ત્વષ્ટિએ તે આ રીતે ચારિત્રપાલન કરવું તે જ જ્ઞાન અને શ્રદ્ધા (છે અથવા તેનું ફળ) છે, એના વિના માત્ર કોરું જ્ઞાન કે કોરી શ્રદ્ધા સફળ નથી. કહ્યું છે કે
“णिच्छयणयस्स चरणायविधाए णाणदंसणवहोऽवि ।
વવાર ૩ વર, હયમિ મય ૩ સેના " પચાશ – ૪ // ભાવાર્થ-નિશ્ચયનયના મતે ચારિત્રરૂપ આત્મસ્વભાવને વિઘાત થવાથી જ્ઞાન અને દર્શનને પણ વિઘાત મનાય છે, (નિશ્ચયથી જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે અભિન્ન છે, માટે એકના ઘાતે ત્રણેને ઘાત ગણાય છે.) વ્યવહારનયના મતે તે ચારિત્રને વિઘાત થવા છતાં દર્શન જ્ઞાનને વિઘાત થાય અથવા ન પણ થાય. (અનંતાનુબંધિના ઉદયથી ચારિત્રને ઘાત થાય તે દર્શન અને જ્ઞાન હણાય, અપ્રત્યાખ્યાનીયના ઉદયથી તે એક જ ચારિત્રનો ઘાત થાય.) સંબન્ધથી પાસે નથી. દીક્ષા પણ જો અમુક મુદત સુધીની જ હોય છે તેનું પાલન-રક્ષણ કરવાને ઉત્સાહ જાગે જ નહિ અને તેનું યથાવિધિ પાલન પણ થાય નહિ.
એમ છતાં પ્રશ્ન થાય કે મરણ વખતે તે દીક્ષા છોડવાની (છૂટવાની)જ છે, તે તેને સમ્બન્ધ કરવાથી શું ? અથવા તે પણ અનિત્ય હોવાથી તેમાં જ્ઞાની રાગ કેમ કરી શકે ? એનું સમાધાન એ છે કે-દીક્ષા ભલે આ ભવ પૂરતી હોય, પણ તેનું ફળ ૫રભવમાં સાથે આવે છે માટે તેને સમ્બન્ધ જીવ કરી શકે છે. જે એમ પ્રશ્ન થાય કે-એ ન્યાય અને પક્ષમાં તુલ્ય છે, કુટુમ્બ વિગેરેના સમ્બન્ધથી પણ તેને રાગ-એમ વિગેરે ફળ પરભવમાં સાથે આવે છે, તો તેને શા માટે છોડવું? પાલન વિગેરે કેમ નહિ કરવું ? તેનું સમાધાન એ છે કે ધન–શરીર-કુટુમ્બ વિગેરેને રાગ–પ્રેમ ભલે પરભવમાં સાથે આવે, પણ તે જેમ જેમ વધે તેમ તેમ આત્મા વધારે દુઃખી થાય છે, માટે તેને વહેલામાં વહેલો છેડો જોઈએ. દીક્ષાનું ફળ તો જડ પ્રત્યેને વૈરાગ્ય થ તે આત્માનો ગુણ છે, માટે તે જેમ જેમ વધે તેમ તેમ આત્માનું સુખ વધે છે અને પરભવમાં પણ તે સુખી કરે છે. અર્થાત્ દીક્ષા ભલે અનિત્ય છે પણ તેનું ફળ નિત્ય અને ઉપકારી છે, માટે જીવ તેને પ્રયત્ન ઉત્સાહથી કરી શકે છે. જે તે વચ્ચે જ છેડી દેવાની હોય તે તે ઉત્સાહ કે પ્રયત્ન થઈ શકે નહિ, માટે તેની પ્રતિજ્ઞા જીવનપર્યન્ત કરવામાં આવે છે.
કિન્તુ એ પ્રતિજ્ઞા કરવા માત્રથી કાર્ય પૂર્ણ થતું નથી, તેનું પાલન કરીને ચારિત્રની પરાકાષ્ટાએ પહોંચવાનું છે. એ કારણે એક જ ચારિત્રગુણની નીચેની ઉપરની ભૂમિકાઓ રૂ૫ પાંચ પગથીયાં જણાવ્યાં છે, એને જ અનુક્રમે સામાયિક, છેદે સ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાતચારિત્ર
પગથીએથી બીજ પહેાંચવા માટે પ્રયત્ન કરતાં કરતાં અતિમા છેલા યથાપ્રખ્યાત ચારિત્રને પામે છે ત્યારે તેની સાધના પૂર્ણ થાય છે. આ પ્રયત્ન ચારિત્ર અનુષ્ઠાનના સેવનરૂપ છે, તે કરવામાં આવે તે જ ઉપરના ચારિત્રની પ્રાપ્તિ થાય. ભૂમિકાને અનુસાર પ્રયત્ન પણ જુદે જુદે વિશિષ્ટ હેાય છે અને પ્રયત્ન જેમ જેમ વિશિષ્ટ થાય છે તેમ તેમ ચારિત્રની કક્ષા પણ ઉંચી થતી જાય છે, એમ મશઃ છેલું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે.
અહીં સમજાશે કે દીક્ષા(સામાયિકચારિત્ર)ની પ્રતિજ્ઞા કર્યા પછી વિશેષ પ્રયત્નની જવાબદારી ઉભી થાય છે, તે પ્રયત્ન કરવાથી રાગ-દ્વેષનાં નિમિત્તે વચ્ચે રહેલ મુનિ પણ રાગદ્વેષનો પરાભવ કરીને સામાયિકને (સમતાને) સાધી શકે છે. એ સાધનાથી છેદપસ્થાપના ચારિત્ર માટે ગ્ય બનેલો તે માત્ર તેને સ્વીકારીને સામાયિકની ભૂમિકા ઉપર તેનું પાલન કરવા લાગે છે. અને આ મહાવ્રતના પાલન (સિદ્ધિ) માટે અહીં કહેલાં ગચ્છવાસ, કુસંસર્ગ ત્યાગ, વિગેરે કાર્યો સાધવાં અતિ આવશ્યક છે, તેને વિના ઉપર ઉપરનાં ચારિત્રે પ્રગટ થતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org