________________
આચાર્ય પદની અનુજ્ઞાના વિધિ અને હિતશિક્ષા]
૪૫૯
એક નમસ્કાર મહામંત્રને ગણતા સમવસરણ( નદિ )ને અને ગુરૂને પ્રદક્ષિણા આપે. એ પ્રમાણે ત્રણ વાર પ્રદક્ષિણા આપ્યા પછી છઠ્ઠું ખમા॰ દઈ શિષ્ય કહે તુમ્હાણું વેઇ, સાહૂણં પવેઇએ, સદિસહ કાઉસ્સગ્ગ' કરેમિ ? ’(ગુરૂ ‘કરેહ' કહે, શિષ્ય ‘ઈચ્છ' કહી ) સાતમુ ખમા॰ દઈ ‘અણુએગ અણુજાણાવણુ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ, ઇત્યાદિ કહીને ( ૨૭ શ્વાસેાશ્ર્વાસના ) કાઉસ્સગ કરીને પારીને ઉપર પ્રગટ લેાગસ’ કહે, પછી શિષ્ય શુરૂએ આપેલું આસન લઈને ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન કરીને ગુરૂની જમણી ભુજાની પાસે આસન ઉપર બેસે, એ રીતે બેઠેલા શિષ્યના જમણા કાનમાં લગ્નવેળાએ ગુરૂ ગુરૂપરપરાગત ( સૂરિ)મત્રનાં પદે ત્રણવાર કહે. તે પછી વધતી વધતી ત્રણ અક્ષમુષ્ઠિર આપે. શિષ્ય ઉપયાગ પૂર્વક તેને બે હાથના સમ્પુટથી ગ્રહણ કરે, પછી ગુરૂ નૂતન આચાર્યની નામ– સ્થાપના કરીને આસનથી ઉઠે અને શિષ્ય તે આસને બેસે, ત્યારે યથાસનિહિત સર્વ સંધ સહિત ગુરૂ તેને (નૂતન આચાર્યને) વંદન કરે, આ વનદ્વારા અને હવેથી સમાન ગુણવાળા છે’ એમ જણાવવાનું હેાવાથી કરનાર-કરાવનાર બન્નેને દોષ નથી. કહ્યુ` છે કે—
ભાવા
“ બાયયિ નિતિજ્ઞાળુ, વિજ્ઞળ યંળ ૨ તર્ફે જીગો ! तुल्लगुणखावणत्थं, न तया दुहं दुवेहं पि ।। प्राचीना सामा० द्वार ११ ।। શિષ્ય આચાય (ગુરૂ)ના આસને બેસવુ, તથા ગુરૂએ શિષ્યને વંદન કરવું. આ વંદન ‘ગુણુથી અનેની સમાનતા જણાવવા માટે છે ' તેથી તે બન્નેને દોષરૂપ નથી. તે પછી ગુરૂ વ્યાખ્યાન કરે ’ એમ કહે ત્યારે ત્યાં બેઠા બેઠા જ નૂતન આચાય નદિનુ પ્રારંભિક (મંગળ વિગેરે), અથવા સાંભળનારી પદાને અનુરૂપ વ્યાખ્યાન કરે, તે સમાપ્ત થાય ત્યારે સ ંઘ વંદન કરે. તે પછી નૂતન સૂરિ આસનથી ઉઠે અને ગુરૂ ત્યાં બેસીને આ રીતે ‘ ઉપમૃ ણુ ’ એટલે ઉત્સાહ વધે તેવી પ્રેરણા–હિતશિક્ષા આપે. જેમ કે—
*
“ હે મહાભાગ ! તું ધન્ય છે કે સ ંસારરૂપ પર્વતને ભેદનારા વાના જેવા દુર્ભેદ્ય (ટ્ટુ મ્ય) જિનાગમના બાધ અર્થ પૂર્વક તે પ્રાપ્ત કર્યાં છે (૧), જે સૂરિષદના તારા જીવનમાં
૨૯૪-અક્ષના અસામાન્યતયા સ્થાપનાચાર્ય થાય છે અને સ્થાપનાચાય રાખવાના અધિકાર મુખ્ય માર્ગે આચાયના છે, એ કારણે અહીં અક્ષ એટલે સ્થાપનાચાઅે સમજાય છે. કાઇ સામાચારી ગ્રન્થામાં સુગંધિત્રો’ પાઠ છે, તેથી એમ સમજાય છે કે સુગ ંધિમાન ચૂ(વાસ)વાળા અક્ષતાની સાથે સ્થાપનાચાય આપવાના વિધિ હૈાય. સ્વ૰ આચાય શ્રી ખાન્તિસૂરિજી સમ્પાદિત બૃહયાગવિધિના પુસ્તકમાં ‘સ્થાપનાચા` આપે' એમ જણાવેલુ પણ છે. વમાનમાં કેવળ વાસ સહિત અક્ષતની ત્રણ મુર્રિએ આપવાનું જોવામાં આવે છે તેનું કારણ એ ઢાય કે સ્થાપનાચાય સૂરિપદ આપ્યા પૂર્વે પ ગુરૂએ આપેલા હાય છે. અથવા અક્ષ એટલે સુગંધિમાન વાસ કરીએ તે તે પણ ઘટિત છે, કારણ કે તે સમયે સૂરિમંત્ર આપવામાં આવે છે તેથી નૂતન આચાર્યને સૂરિમત્રના પટ ગણવાના અધિકાર મળે છે, તેમાં ગુરૂ પર પરાગત ચાલ્યે! આવતે વાસ સૂરિમત્રના પટને પૂજવા માટે ઉપયેગી હાવાથી આપવામાં આવતા હૈાય તે। તે પણ ઘટિત છે. કારણ કે-એ રીતે ગુરૂ પર પરાથી પૂર્જા એના વાસ પણ ચાલુ રાખવાના આશય ઢાય, આ વિષયમાં અનુભવએના અનુભવને પ્રમાણિક સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org