________________
४६२
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૩ર ભાવાર્થ–૧–આહાર અને ર-પાણી, એ બે આચાર્યને ઉત્કૃષ્ટ (વિશિષ્ટ) આપવાં, ૩–તેઓનાં મલિન વાને દેવાં, ૪તેઓની પ્રશંસા કરવી અને તેઓના હાથ-પગ ધોવા” વિગેરે શૌચ કરે, એમ આચાર્યને એ પાંચ અતિશયો (કરવા યોગ્ય) છે, અનાચાર્યને તે અનતિશયો છે (અર્થાત્ કરવા યોગ્ય નથી) (રર). સર્વજ્ઞપણાના શેત્રીશ અતિશયોવાળા શ્રીજિનેશ્વરે જેમ કેવળજ્ઞાન થયા પછી ભિક્ષા માટે જતા (ફરતા) નથી, તેમ આઠ પ્રકારની ર૯૯ગણ(આચાયં) પદની સમ્પત્તિથી (ગુણેથી) યુક્ત આચાર્ય પણ તીર્થકરની જેમ ઋદ્ધિમાન હોવાથી ભિક્ષા - ર૯૯-આચાર્યજે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે તે આઠ વિષયને ગણિસમ્પત્તિ કહેવાય છે. તેમાં ૧-આચાર સસ્પત્તિ, તેના ચાર ભેદ છે ૧-ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તે ઉપગ, ર–પોતાનાં ઉચ્ચ જાતિ-કુળ વિગેરેના આગ્રહને-ગૌરવને અભાવ, ૩-અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર અને ૪શરીરના અને મનના વિકારેનો અભાવ વિગેરે. ૨-બુત સમ્પત્તિ, તેના પણ ચાર ભેદ છે, ૧-બહુશ્રુતપણું (તે યુગમાં અન્યની અપેક્ષાએ જ્ઞાન વિશિષ્ટ હાય), ૨-સૂત્ર (આગમન) દઢ પરિચય, ૩
સ્વ–પર સિદ્ધાન્તરૂપ વિવિધ સૂત્રોના જ્ઞાતા અને ૪- ઉદાત્ત, અનુદાત્ત વિગેરે તે તે સ્વરેને-શબ્દા-- દિને ઉચ્ચાર કરવામાં કુશળ. ૩-શરીર સમ્પત્તિ, તેના ચાર ભેમાં ૧--શરીરની ઉંચાઈ-પહોળાઈ વિગેરે તે કાળને ઉચિત હોય, ૨- લજ્જા ન પામે તેવાં સર્વ અંગો શેભાયુક્ત (ઘાટીલાં) હેય, ૩
બાવા પૂણું (ખાડ-ખાપણ વિનાનું) શરીર અને ૪-શરીરનું સુંઘણું (બધા) સ્થિર (મજબૂત) હાય. ૪-વચન સમ્પત્તિ, તેના ચાર ભેદ પિકી જેઓનું વચન ૧-આદેય (સવ માન્ય) હાય, ૨-મધુર હાય; –મધ્યસ્થ હોય અને ૪-સંદેહ વિનાનું હોય. ૫-વાચના સમ્પત્તિ, તેના ચાર ભેદે છે, ૧-શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તે--તેટલા સૂત્રને ઉદ્દેશ કરે અને અાગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે, ૨-ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત ? તે વિચારીને સમુદેશ કરે, ૩-પૂર્વે આપેલું કૃત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રુત આપે અને ૪-પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. ૬મતિ સમ્પત્તિ, તેના ૧- અવગ્રહ, ૨-ઇહા, ૩-અપાય અને ૪-ધારણા એ ચાર ભેદો છે, તેમાં તે તે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેને વિમર્શ—વિચાર કરવો તે ઈહા, નિર્ણય કરે તે અપાય અને ઈહા-અપાય દ્વારા પડેલા સંસ્કારે ધારણ કરી રાખવા તે ધારણ સમજવી. હ-પ્રયોગ સમ્પત્તિ, અહીં પ્રવેગ એટલે વાદ કરો એમ સમજવું, તેના ચાર ભેદો છે, તેમાં ૧-વાદ વિગેરે કરવામાં પિતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, ૨-સામે વાદી કોણ છે ? કયા નયને આશ્રીને વાદ કરવા ઈચ્છે છે વિગેરે વાદીને ૨ શકે, ૩-જયાં વાદ કરવાનું હોય તે ક્ષેત્ર ( નગરગામ-દેશ ) કેના પક્ષમાં છે ? કયા ધર્મનું રાગી છે? વિગેરે સમજે અને ૪-જે સભામાં વાદ કરવાનું હોય તેના સભાપતિ, સભાસદ, (રાજા, મંત્રી, પ્રજાજન–પંડિત પુરૂષો) વિગેરેને ઓળખી શકે. ૮–સંગ્રહપરિણાસમ્પત્તિ એટલે સંયમને ઉપકારક વસ્તુઓના સંગ્રહનું જ્ઞાન, તેના ચાર ભેદે છે. ૧–બાળ-વૃદ્ધ ગ્લાન વિગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું ( મેળવવાનું ) જ્ઞાન ય, ૨-પટ-પાટલા વિગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હાય, ૩સ્વાધ્યાય, ભિક્ષા, ભજન, વિગેરે તે તે કાર્યો કરવાના છે તે સમયનું જ્ઞાન હેાય. અને ૪-ન્હાના--મેટા યોગ્ય-અયોગ્ય, વિગેરે કાણુ સાધુ કાને વન્દનીય છે, વિગેરે વિનય સંબધી જ્ઞાન હેય.
ગૃહસ્થને કચસસ્પત્તિની જેમ આચાર્યને આ આઠ પ્રકારની ભાવ (ગુણ) સમ્પત્તિ હેાય તો જ ગ૭નું પાલન, રક્ષણ કરીને ભાવ પ્રાણુરૂપ જ્ઞાનાદિ ગુણેની રક્ષા કરી-કરાવી શકે માટે તેને સમ્પત્તિ
છે. તેના વિના દરિદ્રના કમ્બની જેમ સવ' સાધુઓનું સંયમ જીવન સદાય અને એ માટે આચાર્ય જવાબદાર ઠેરવાથી તેનું ભવભ્રમણ વધે, ઈત્યાદિ યથામતિ સ્વયં વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org