________________
૪૪૬
ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩ગા૦ ૧૨૭ (૨૬). તે પૈકીના ક્ષુધા, પિપાસા (તૃષા), શીત, ઉષ્ણ, દશ, વિહાર, વધ, મેલ, શય્યા (ઉપાશ્રય), રોગ તથા તૃણુસ્પર્શ, એ અગીઆર વેદનીયકર્મના ઉદયથી થતા હેાવાથી છદ્મસ્થ ઉપરાન્ત કેવળીને (જિનને) પણ હાય છે (૨૭).
અન્યત્ર (પ્રવચન સારાદ્ધારમાં) કહ્યું છે કે-પરીષહેાની ઘટના એ પ્રકારે થાય છે, એક ક પ્રકૃતિના ઉદયની અને બીજી ગુણુસ્થાનકાની અપેક્ષાએ. તેમાં પહેલેા પ્રકાર આ પ્રમાણે છેતેનાથી છૂટવું હાય તે! સૉંચમના વ્યાપારમાં (કષ્ટામાં) અતિ નહિ કરતાં ચિત્તની પ્રસન્નતા કેળવવી જોઇએ. એમ કરવાથી બાહ્ય-અભ્યન્તર કષ્ટોને સહવાનુ` અને તેનાથી સર્વથા છૂટવાનું સત્ત્વ પ્રગટે છે અને ઉત્તરાત્તર વધતા જતા સત્ત્વી કર્મોના–સર્વ દુઃખાના સ`થા નાશ કરી શકાય છે. આ અરિત રતિના પક્ષમાંથી જન્મે છે, માટે રતિને પણ તજવી જોઇએ. જેમ બે પાંખાના બળે પક્ષી ઉડે છે તેમ અતિ-રતિના વિકલ્પાથી મન સ્થિર-શાન્ત-પ્રસન્ન થતું નથી અને મનની પ્રસન્નતા વિના કાઈ ક્રિયા સફળ થતી નથી. માટે સાધુતાના આન તે અનુભવવા અતિ-રતિ રૂપ મનની કલ્પનાએના નાશ કરીને અધ્યવસાયસ્થાનાને નિર્મળ કરવાં જોઇએ. સ્ત્રીના શબ્દ અને તેના શરીરનું રૂપ, રસ, ગન્ધ તથા સ્પર્શી, એ પાંચ વિષયેા ઉપરાંત તેના કટાક્ષેા, હાવ-ભાવ વિગેરે સઘળું એવું કાતિલ ઝેર છે કે તેને વશ થએલે! મનુષ્ય પછી ભલે તે ગમે તેવા જ્ઞાની ઢાય, કામવાસનાથી ખેંચી શકતા નથી. બીજા પદાર્થીમાં એક-બે પ્રકારનું ઝેર હૈાય છે, સ્રીમાં પાંચે ઇન્દ્રિયાનું ઝેર છે. અરે ! ‘સ્ત્રી’ શબ્દ પણ એટલેા વિકારક છે કે તેનું સ્મરણ થતાં મનુષ્ય ધર્મધ્યાનથી ભ્રષ્ટ થઈને આત્ત-રૌદ્ર ધ્યાનમાં ફસાઈ જાય છે. એ કારણે સાધુને નવ વાડાના પાલનમાં સ્ત્રીના ચિત્ર કે શબ્દથી પણ ખચવાનું વિધાન છે. ચારિત્રનું મૂળ બ્રહ્મચય છે, તેની ઘાતક સ્ત્રી છે, માટે તે ગમે તેવા હાવભાવ ખતાવે પણ ચિત્તને અચલ બનાવવું જોઈએ. તેમ કરનારા કામના વિજેતા બને છે, કામના વિજય કર્યાં પછી તેને જગતને કાઈ શત્રુ પરાજિત કરી શકતા નથી. એમ સ્રીપરીષહના જયથી આત્મા ત્રણે જગતને વિજેતા ખની શાશ્વત સુખને વરે છે. વિહારના લાભ તે। આની પહેલાં વિહારને અંગેના ૨૭૭–૨૭૮ ટિપ્પણેામાં કહ્યા છે. આસન-બેસવા-ઉભા રહેવાનુ સ્થળ વિગેરે જેટલું કેામળ અને સુખપ્રદ હૈાય તેટલો તે આત્માને ભાવથી વિહ્વળ બનાવે છે, માટે તેની મમતા છેાડીને કાંટા, કાંકરાને પણ અવગણીને સમતા સાધવાથી મનના વિજય કરવારૂપ લાભ થાય છે. ઉપાશ્રય-મકાનની મમતાને તજવા માટે ઘર છેાડ્યા પછી પણ ઉપાશ્રયની અનુકૂળતા-પ્રતિકૂળતાથી પરાભવ પામે તે ગૃહસ્થજીવનના કરેàા ત્યાગ નિષ્ફળ થાય છે, ઉલટું ગૃહસ્થાનાં અનેકાનેક મકાનાની ઇચ્છા અને મમતા વધે છે. પરિણામે આલામાંથી ચૂલામાં પડવાની જેમ વિશેષ અહિત થાય છે. માટે નિમમતાની સાધના માટે સારા-નરસા ઉપાશ્રયમાં સમતા કેળવવી હિતકર છે. આક્રોશ સહવાથી ક્રોધાદિ કાયાના જય થાય છે, એને સહવા માટે સાધુને સહુ ક્ષમા-ક્ષમણુ’નું બિરૂદ આપે છે. ક્રોધી હાય તેને જ ખીજાના ક્રોધ નડે છે, માનીને જ ખીજાનું માન (અવિનય) ખટકે છે, વિગેરે વિચારતાં સમજાય છે કે આક્રોશ ખીો કરે છે, પણ નડે છે તે વસ્તુતઃ પાતાના જ આક્રોશ હૈાય છે. ખીજાના આક્રોશ સહન કરવાથી પેાતાના આક્રોશ નાશ પામે છે અને ક્ષમામમણુ’ બિરૂદ્રુ સાક ખને છે. વધ કરનાર પ્રત્યે ભાવદયાથી એમ ચિંતવવું જોઇએ કે ‘મારા નિમિત્તને પામીને આ બિચારા કમ થી ભારે થાય છે, મને ઉપદ્રવ કરવા છતાં અહિત તેનું થાય છે, એમ તે સ્વયં મરી રહ્યો છે તેને મારે મારવા તે મરતાને મારવા તુલ્ય છે, મારે તેને અટકાવવે-બચાવવા ડૅાય તે! મારે સહી લેવું જોઇએ' એમ વિચારી સમતાથી સહન કરતાં વૈર મટે છે અને શત્રુ પણ મિત્ર થાય છે. જગતના પ્રાયઃ સર્વ જીવાની સાથે જીવને વૈર છે તેને ટાળવા માટે પ્રત્યેકના આક્રમણને સહન કરવું, કાઇને આક્રમણુ નહિ કરવું, એ જ વૈર ટાળવાના ઉત્તમ ઉપાય છે. યાચના કરતાં લજ્જા પામનારો પ્રાય: માનથી મુંઝાયેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org