________________
૪૩૨
[ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ "पंच नियंठा भणिया, पुलाय बउसा कुसील निग्गंथा ।
होइ सिणाओ य तहा, एकेको सो भवे दुविहो ॥" प्रवचनसारो० ७१९॥ ભાવાર્થ-સાધુએ પાંચ પ્રકારના કહ્યા છે, ૧-પુલાક, ૨-બકુશ, ૩-કુશીલ, ૪-નિર્ચન્થ અને પ–સ્નાતક. તે પ્રત્યેકના બે બે પ્રકારે છે.
જો કે એ પાંચને ચારિત્રને સામાન્યતયા તે સદભાવ હોય છે, પણ મોહનીયકર્મને ક્ષયોપશમ વિગેરેની વિચિત્રતાને વેગે તેઓમાં ભેદે કહ્યા છે. તેમાં–
૧-પુલાક=સત્ત્વ વિનાનું, અર્થાત્ ચોખા વિનાનાં ફોતરાં વિગેરે અસાર ધાન્યને જેમ પુલાક (લાલ) કહેવાય છે તેમ અસારચારિત્ર જે સાધુને હોય તેને પણ પુલાકના જે હેવાથી પુલાક' કહે છે. અર્થાત તપ અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી એવી સંઘ વિગેરેના કોઈ પ્રજને વાહન અને લશ્કર વિગેરેથી યુક્ત એવા ચક્રવતી વિગેરેને પણ ચૂરી નાખવામાં સમર્થ, એવી પિતાની લબ્ધિ(શક્તિ)ને પ્રવેગ કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણમાં (ચારિત્રમાં) અતિચારે લગાડવાથી જે સંયમના સર્વસારને ગાળી નાખે (અસાર કરી દે.) તે ફેતરાના જેવા નિસાર ચારિત્રવાળે સાધુ તેને પુલાક કહેવાય છે. તેના બે ભેદે છે, ૧-લબ્ધિપુલાક અને ૨-પ્રતિસેવાપુલાક. તેમાં લબ્ધિપુલાક એટલે ઇન્દ્રના જેવી સમૃદ્ધિ વિમુવી શકવાની લબ્ધિવાળો. કહ્યું છે કે–
“સંધાયા , ગુomન વક્રિભવ ની !
तीए लद्धीए जुओ, लद्धिपुलाओ मुणेयव्यो।" पञ्चनिग्रन्थी-७॥ ભાવાર્થ-શ્રીસંઘ વિગેરેના પ્રજને જે લબ્ધિથી ચક્રવર્તીને પણ ચૂરી શકાય, તેવી લબ્ધિવાળા સાધુને લબ્ધિપુલાક સમજવો.
બીજાઓ એમ કહે છે કે-આસેવનાપુલાકના પ્રકારોમાં જે જ્ઞાનપ્રતિસેવના પુલાકનું સ્વરૂપ કહેવાશે તેને આ લબ્ધિ હોય, માટે એ જ્ઞાન પ્રતિસેવાપુલાકને જ લબ્ધિપુલાક સમજે, તેનાથી જો બીજે નહિ. બીજા પ્રતિસેવાપુલાકના જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિગ્ન અને યથાસૂફમ, એમ પાંચ ભેદ છે, તેમાં સૂત્રના અક્ષર(પાઠ)માં ખલના કરે તથા ખૂટતા પાઠને જેમ તેમ મેળવે, ઈત્યાદિ અતિચારે દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક, એમ મિથ્યાદર્શનીઓની પ્રશંસા, વિગેરે કરીને દર્શનને વિરાધનારે દશનપુલાક, મૂલગુણ-ઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક, શાસ્ત્રોક્ત મુનિવેશમાં વધારો (ભેદ) કરે, કે વિના કારણ અન્ય (સાધુઓના જેવ) વેશ કરે તે લિફુગપુલાક અને કંઈક માત્ર પ્રમાદથી અથવા માત્ર મનથી સાધુને ન કલ્પે તેવા અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભગવે, તે યથાસૂમપુલાક જાણ. અન્યત્ર તે વળી એમ કહ્યું છે કે–એ રાન, દર્શન, ચારિત્ર અને વેશમાં જે ડી ડી વિરાધના કરે તેને જ યથાસૂક્ષ્મપુલાક સમજ.
ર–બકુશ બકુશ એટલે શબલ, કબૂર, વિચિત્ર વિગેરે. અર્થાત્ કંઈક દોષવાળું અને કંઈક નિર્દોષ, એવું કાબરચીનું ચારિત્ર જેને હોય તે સાધુ બકુશ કહેવાય. અતિચારવાળું હોવાથી તેના ચારિત્રને પણ બકુશ કહેલું છે અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે. અર્થાત્ અતિચાર યુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળે. આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org