________________
૨૦
[ધ સંભા. ૨ વિ. ૩-ગા. ૧૨૬ ભાવાર્થ-જે દષ્ટિને અતિ નજીક રેકે તે ભૂમિગત જીવને જેવા છતાં પગને પાછા ફરવા દુશકય બને, અર્થાત્ જીવને બચાવી ન શકાય, છતાં બચાવવા પ્રયત્ન કરે તે (પડી જવાથી) છ કાયની વિરાધના તથા શરીરે બાધા થાય અને આહાર પાણું પણ ઢળી જાય. માટે
“ ઉદ્ધો વો , વિ(વ) વરવંતો વિચારવાળો છે
बातरकाए वहए, तसेयरे संजमे दोसा ॥" ओपनियुक्ति ३२७॥ ભાવાર્થ–મુખ ઉંચું કરીને, વાતોમાં રક્ત (વાત કરત), પાછળ જેતે અને આગળ પણ સર્વ દિશામાં (જ્યાં ત્યાં) જેતે ચાલે તે બાદર (ત્રણ) તથા પૃથ્વીકાયાદિ સ્થાવર જીને પણ હણે, (હિંસાને સંભવ રહે, તેથી સંયમમાં (અથવા પાઠાન્તરે અસંયમ થવાથી) દોષ લાગે.
એમ છતાં તે (જયણાપૂર્વકનો) વિહાર યથાશ્કેન્દકેને (શિથિલાચારીઓને પણ હોય, તે ઈષ્ટ નથી, માટે અહીં કહ્યું છે કે “ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે. તેમાં “ગીત એટલે જાણે છે કૃત્ય-અકૃત્યને “અર્થ એટલે વિભાગ જેઓએ તે ગીતાર્થ, અથવા “ગીત” એટલે સૂત્રથી અને “અર્થ એટલે અર્થથી જેઓ યુક્ત હેય (અર્થાત શાસ્ત્રોનાં વચને અને રહસ્યને જે જાણતા હેય) તેને ગીતાર્થ સમજવા. કહ્યું છે કે –
"गी भण्णइ सुत्तं, अत्थो पुण होइ तस्स वक्खाणं ।
गीएण य अत्थेण य, जुत्तो सो होइ गीअथो ॥१॥" ભાવાર્થ–સૂત્રને ગીત કહેવાય છે અને તેના વ્યાખ્યાનને (વાઓને) અર્થ કહેવાય છે, એ ગીત અને અર્થથી જે યુક્ત હોય તેને ગીતાર્થ કહેવાય. તેઓની નિશ્રાએ એટલે આજ્ઞા પૂર્વક વિચરવું, અગીતાર્થની નિશ્રામાં નહિ, કહ્યું છે કે –
"गीअत्थो अविहारो, बीओ गीअस्थमीसिओ भणिओ।।
एत्तो तइअविहारो, नाणुण्णाओ जिणवरेहिं ॥" उपदेशमाला-१२१॥ ભાવાર્થ–એક સ્વયં ગીતાર્થ હોય તેને અને બીજે ગીતાર્થ મિશ્રિત (ગીતાર્થની સાથે, એમ બે પ્રકારે વિહાર કહ્યો છે. એ ઉપરાન્ત ત્રીજે વિહાર શ્રીજિનેશ્વરેએ કહ્યો નથી, અર્થાત્ ત્રીજા પ્રકારે વિચારવાની આજ્ઞા કરી નથી.ર૭૮
ર૭૮-મુસાફરીમાં માર્ગનું જ્ઞાન અથવા સાથે માર્ગના જાણકારની આવશ્યકતા છે, કારણ કે-અજાણ અસહાય મુસાફરી કરે તે માર્ગ ભૂલવાને, ચોરી-લુંટ વિગેરેને, કે જંગલી પ્રાણિઓને ભય રહે, તેમ મોક્ષની આરાધના માટે વિચરનારને મોક્ષમાર્ગનું વિશિષ્ટ જ્ઞાન, અથવા તેવા જ્ઞાનીની સહાય આવશ્યક છે, એ બેમાંથી એકનું આલમ્બન અવશ્ય હોવું જોઈએ. સાધુને ગ્રામાનુગ્રામ વિહાર માત્ર લોકિક મસાકરી તય નથી, તેમાં વિશિષ્ટ કર્મનિર્જરા કરવાની હૈાય છે. વિચિત્રકર્મોદયજન્ય વિચિત્રપ્રકતિવાળા મનુષ્યના પરિચયમાં આવવું, તેઓને સાધુજીવન તરફ આદર પ્રગટે તે તેમની સાથે ઉચિત વ્યવહાર કર, તેઓને ક્ષયપશાદિને અનુસાર આદરી શકે તે રીતે ધર્મ સમજાવો, જુદા જુદા ધર્મવાળાઓને પણ જેનદર્શનનું મહત્વ સમજાવવું, માન સન્માન મળે કે અનાદર થાય, આહાર-વસતિ વિગેરે અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે, એાછાં મળે કે ન મળે, ઈત્યાદિ પ્રસંગમાં પણ ચારિત્રના પ્રાણભૂત સમતાના રક્ષણ માટે રાગ-દ્વેષાદિ અન્તરગ રીપુએાને વિજય કરવા માટે ઉત્તરસાધકતુલ્ય ગીતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
·
www.jainelibrary.org