________________
વ્રતાદિના પાલન માટે વિહાર અને તેનો વિધિ.
૪૨૫ જનારા માર્ગમાં-દ્રવ્યથી કાંટા, ચોર, વિગેરે છે કે નહિ ? ઈત્યાદિ જાણી લે, ક્ષેત્રથી ખાડાટેકરાવાળે વિગેરે ભૂમિ પ્રદેશ કેવો છે ? કાળથી રાત્રે અથવા દિવસે પ્રતિકૂળતા કે ઉપદ્રવ વિગેરે કેવાં નડશે ? વિહાર સુગમ કે દુર્ગમ કેવો છે? અને ભાવથી પિતાના ધર્મવાળા કે અન્ય પક્ષના કયા કયા મનુષ્યથી માર્ગ ભાવિત છે? વિગેરે જાણી લે.
ક્ષેત્રને શોધવા જનારા (ગર છવાસી) પ્રત્યુપેક્ષ (ભણે, પણ) સૂત્રપેરિસી--અર્થ પરિસીને ન કરે, અર્થાતુ (પાછા આવે ત્યાં સુધી) સ્વાધ્યાયને ગૌણ કરે. અન્યથા (વિલમ્બ થવાથી) ગુરૂને તેટલે સ્થિર(નિત્ય)વાસ કરે પડે, વિગેરે દેષ થાય. યથાલન્દિક સાધુઓ જાય તે સૂત્ર–અર્થ પરિસીના ક્રમે) ભણે.
નીકળ્યા પછી ગચ્છવાસી પ્રત્યુપેક્ષકે નજીકના ગામમાંથી ભિક્ષા લાવીને, વાપરીને, મધ્યાહન પછી વિવક્ષિત ક્ષેત્રમાં જાય, ત્યાં સાંજે પ્રતિક્રમણ કરીને રાત્રે કાળગ્રહણાદિ વિધિને સાચવીને સવારે સ્વાધ્યાય કરતાં અડધી પિરસી પૂર્ણ થાય ત્યારે બે સાધુઓનું સંઘાટક ભિક્ષાર્થે ફરે. કારણ કે-ફરવાથી ત્યાં બાળ-વૃદ્ધ-તપસ્વી આદિને એગ્ય ભિક્ષા ત્રણે કાળ મળે તેમ છે કે નહિ ? વિગેરે જાણી શકાય. જે ત્યાં ભિક્ષા મળે તે ક્ષેત્ર યોગ્ય છે એમ સમજી લે. તે પણ ક્ષેત્રના ત્રણ ભાગ કરીને એક એક ભાગમાં ત્રણ કાળે ભિક્ષા માટે ફરે. એ ભિક્ષા માટે ફરવાને વિધિ સમજે. તેમાં જ્યાં જ્યાં ગૃહસ્થ ભેજન સવારે કરતા હોય ત્યાં અથવા સવારે પાછળના દિવસને કમ્ય આહાર મળે તેમ હોય ત્યાં સવારે ફરે, મધ્યાને અને સાંજે પણ એ પ્રમાણે જ સમજવું. અર્થાત્ જ્યારે ગૃહસ્થને ભજનવેળા હોય કે આહારાદિ મળી શકે તેમ હોય) ત્યારે ગોચરી માટે ફરે અને તે તે ઘરમાંથી આ અમુક ઘરે બાળ, વૃદ્ધ, તપસ્વી, વિગેરેને યોગ્ય છે કે નહિ? વિગેરે સમ્યગૂ નિશ્ચય કરે. કહ્યું છે કે
વાકે પુત્રે સે, વારિક ત્રિા વમન વાદળg I
तिन्नि य काले जहियं, भिक्वायरिया उ पाउग्गा ।" बृहत्कल्पभाष्य-१४८१।। ભાવાર્થ-બળ, વૃદ્ધ, નવદીક્ષિત, આચાર્ય, જ્ઞાન, તપસ્વી તથા પ્રાદુર્ણક સાધુઓને યેગ્ય–અનુકૂળ આહાર પાણી આદિ જ્યાં ત્રણે કાળ મળે તે ક્ષેત્ર ગચ્છને માટે ગ્ય સમજવું.
તેમાં ક્રમ આ પ્રમાણે છે-સવારે બે સાધુઓનું સંઘાટક ભિક્ષા માટે ફરે અને ત્રીજો રક્ષક તરીકે ઉપાશ્રયમાં રહે. જનારા બે એક સાધુની ક્ષુધા શમે તેટલો આહાર લઈને પાછા ફરે અને લાવેલો આહાર જનારા બેમાંથી એક વાપરે. મધ્યાહને તે વાપરનારે રક્ષા માટે રહે અને સવારે રક્ષપાળ રહ્યો હોય તેને લઈને બીજો એમ બે સાથે ભિક્ષા માટે જાય, તે વેળા પણ એકના એટલે આહાર લઈને પાછા ફરે અને બે વાર ફર્યો હોય તે સાધુ તે આહારને વાપરે. ત્રીજી વાર તેને રક્ષપાળ રાખીને બાકીના બે જાય, એકના જેટલી ભિક્ષા લઈને પાછા ફરે અને જેણે વાપર્યું નથી તે ત્રીજો વાપરે. એમ ત્રણ વખતમાં દરેકને બે બે વાર ભિક્ષા ફરવાનું (અને એક વાર રક્ષા કરવાનું) થાય તે ક્રમે ફરવું. તથા–
"ओसह भेसज्जाणि य, काले अ कुले अ दाणसड्ढाई । सग्गामे पेहित्ता, पेहंति तओ परग्गामे ॥" बृहत्कल्पभाष्य-१४८६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org