________________
કાકા કાકડા
શા
મા
કામ કામકનક ક
ક ક
ક ક ા ા ક .
નવા
ડરૂમ ,
, :
- - -
-
-
-
પ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ].
૪૨૧ અહીં તાત્પર્ય એ છે કે-ગીતાર્થ હોય તે જ કાર્ય–અકાર્યને જોઈ-જાણીને (સમજીને) જેમ (સંયમમાં લાભ થાય તેમ વર્તે, (અજ્ઞાન સાધુ સ્વબુદ્ધિએ વતે, તેથી સંયમની વિરાધના થાય જ.) શ્રી બૃહત્કલ્પમાં કહ્યું છે કે–
" सुकादीपरिसुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठ । ___ एमेव य गीअत्यो, आयं दटुं समायरइ ॥"बृहत्कल्प-भा० ९५२॥ ભાવાર્થ—જેમ વ્યાપારી રાજ્યાદિનું દાણ, મકાન વિગેરેનું ભાડું, વ્યાજ, નેકરાદિને ખર્ચ, વિગેરે સઘળું આપવા ઉપરાન્ત લાભ થાય છે તેવી પ્રવૃત્તિ (વ્યાપાર) કરે અને તેટલે લાભ ન થાય તે ન કરે, તેમ ગીતાર્થ પણ જ્ઞાનાદિગુણેના અધિક લાભની સંભાવના હોય તે (ન્હાના દેષરૂ૫) અપવાદને સેવે (અન્યથા ન સેવે). એ કારણે જ શાસ્ત્રમાં ગીતાર્થને કેળવી તુલ્ય કહ્યા છે. કહ્યું છે કે –
સર્વ જો વા, સં (વે) નિ ના તદ્દન ગો
चित्तमचित्तं मीसं, परित्तणंतं च लक्खणतो ॥" बृहत्कल्पभाष्य-९६२॥ ભાવાર્થ–સઘળા યભાવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ, એમ ચાર ભેદ છે, તે ચારેને શ્રીજિનેશ્વરે જે રીતે વર્ણવે તે રીતે ગીતાર્થ પણ વર્ણવી શકે, કારણ કે સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પ્રત્યેક કે સાધારણ, સર્વ પદાર્થોને શ્રીજિનેશ્વરે કેવળજ્ઞાનથી જાણીને જેટલું કહે તેટલું ગીતાર્થ જિનકથિત શાસ્ત્રમાં કહેલા લક્ષણેથી જાણી શકે, માટે બનેની પ્રરૂપણા તુલ્ય હાય.
પ્રશ્ન-કેવળજ્ઞાની સર્વ સમૂહને (વૈકાલિક પર્યાયો વિગેરેને પણ જાણે અને ગીતાર્થ (શ્રુતજ્ઞાની) કેવળજ્ઞાનના અનંતમા ભાગનું જાણે, તે તેને કેવળી તુલ્ય થવામાં કહેવામાં) દેષ કેમ ન ગણાય? એને ઉત્તર કહે છે કે સાંભળ!
"कामं खलु सन्वन्नू, नाणेणहिओ दुवालसंगीतो।
पनत्तीइ उ तुल्लो, केवलनाणं जओ मूयं ॥" बृहत्कल्पभाष्य-९६३॥ વ્યાખ્યા એટલે નિ. અમે પણ માનીએ છીએ કે સર્વજ્ઞ કેવલી દ્વાદશાંગીધારક શ્રુતકેવલી કરતાં જ્ઞાનથી અધિક છે, કિન્તુ પ્રજ્ઞપ્તિથી એટલે પ્રરૂપણાથી કેવલી પણ શ્રુતકેવલીના તુલ્ય છે, કારણ કે-કેવળજ્ઞાન મૂગું અર્થાત્ અક્ષર (અવાગ્યો છે. તાત્પર્ય કે-જેટલા પદાર્થોને શ્રુતકેવળી કહી શકે તેટલા જ કેવલી પણ કહી શકે, કૃતજ્ઞાનના વિષયની બહારના અધિક જે ભાવે કેવળી જાણે તે કહી શકાય તેવા નહિ હોવાથી કેવલી પણ તેને કહી શકતા નથી, માટે પ્રરૂપણા બન્નેની તુલ્ય હોય છે, વિગેરે વિસ્તારનું અહીં પ્રયજન નથી. (હવે નીચેને વિહારના સ્વરૂપને જણાવનારે પાઠ અન્યપ્રતમાં પ્રાયઃ પ્રક્ષિપ્ત (વધારે) જણાય છે તેને જણાવીએ છીએ.) ગુરૂની નિશ્રાની કે ગીતાર્થતાની ઉપયોગિતા છે જ. એક સામાન્યમંત્ર, વિદ્યા, કે શત્રુ વિગેરેને સાધવામાં પણ ઉત્તરસાધક વિનાના સાધકે નિષ્ફળપ્રાયઃ નીવડે છે, લૌકિક સર્વ કાર્યોમાં પણ પ્રાયઃ યોગ્યતા ન પ્રગટી હોય ત્યાં સુધી ઉત્તરસાધક તરીકે તે તે વિષયના નિષ્ણાતને આશ્રય લેવાય છે તે કઠીનતમ ચારિત્રની કોત્તર સાધના માટે તેવા આશ્રયની અપેક્ષા વિના કેમ ચાલે ? માટે વિહારના બે જ પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org