________________
=
=
=
-
-
૩૮૮
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૧૧૯ થી ૧૨ મૂળને અર્થ_એમ ત્રીજાવ્રતમાં પણ નહિ આપેલું તૃણ વિગેરે લેવાથી અણુ (સૂકમ)અતિચાર અને ક્રોધાદિને વશ બીજાની સચિત્તાદિ વસ્તુને હરણ કરવાથી બાદર અતિચાર લાગે છે.
ટીકાને ભાવાર્થ-જાવતમાં કહ્યા પ્રમાણે ત્રીજાવતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ અતિચાર બે પ્રકારનું છે, તેમાં વસ્તુના માલિક વિગેરેએ આપ્યા વિનાનું તૃણ વિગેરે અજાણપણે લેવાથી સૂક્ષ્મ અતિચાર થાય, તેમાં તૃણ તે પ્રસિદ્ધ છે અને આદિ શબ્દથી ડગલ (માટી પત્થર આદિનું ઢેકું વિગેરે શૌચનું સાધન), ભસ્મ, માટીની કુંડી, વિગેરે સમજવું. એ તૃણાદિ વસ્તુ અજાણપણે લેવાથી સાધુને અતિચાર અને જાણીને લેવાથી અનાચાર થાય એમ સમજવું. તથા ક્રોધ વિગેરે કષાયથી બીજાની એટલે સાધર્મિક સાધુ-સાધ્વીની, “ચરક વિગેરે વિધમ– સાધુઓની, અથવા ગૃહસ્થોની સચિત્ત, અચિત્ત કે મિશ્ર, કઈ પણ વસ્તુ હરણ કરવાના પરિણામ કરવાથી બીજે–બાદર અતિચાર લાગે. (લેવાથી અનાચાર થાય). કહ્યું છે કે
" तइअम्मिवि एमेव य, दुविहो खलु एस होइ विन्नेओ। तणडगलछारमल्लग, अविदिन्नं गिण्हओ पढमो ॥६५७।। साहम्मिअन्नसाहम्मि-आण गिहिगाण कोहमाईहिं ।
सचित्ताचित्ताई, अवहरओ होइ बिइओ उ ॥" पञ्चवस्तु० ६५८॥ ભાવાર્થ-બીજાની જેમ ત્રીજા વ્રતમાં પણ અતિચાર (સૂમ-આદર) બે પ્રકારને જાણ, તેમાં તૃણ–ડગલ-ભસ્મ-શરાવ (ડી) વિગેરે વસ્તુ આપ્યા વિના અજાણતાં લેવાથી પહેલ (સૂમ) અને સાધર્મિકની (સાધુ-સાધ્વીની), ચરક વિગેરે અન્યધર્મસાધુઓની, કે ગૃહસ્થની સચિત્ત અચિત્ત કે મિશ્ર વસ્તુ કોધાદિ કષાયોને વશ થઈ હરણ કરવાને પરિણામ) કરવાથી બીજો બાદર અતિચાર જાણ. ત્રીજા વ્રતના અતિચારે કહ્યા. હવે ચોથા વ્રતના અતિચારે કહે છે કેमूलम्-"ब्रह्मव्रतेऽतिचारस्तु, करकर्मादिको मतः ।
सम्यक्तदीयगुप्तीनां, तथा चाननुपालनम् ॥१२२॥" મૂળને અર્થ-ચોથા બ્રહ્મવતમાં હસ્તકર્મ' વિગેરે કરવાથી તથા બ્રહ્મચર્યની વાડેને સમ્યગૂ નહિ પાળવાથી પણ અતિચાર કહ્યો છે.
ટીકાનો ભાવાર્થ-બ્રહ્મવ્રતે એટલે મિથુનવિરમણવ્રતમાં તે “હસ્તકર્મ' વિગેરે કરવાથી તથા અધ્યવસાયની વિચિત્રતાથી “તદીયગુપ્તિ એટલે ભાવશુદ્ધિપૂર્વક બ્રહ્મચર્યની “સ્ત્રી વિગેરે હોય તેવા ઉપાશ્રયને ત્યાગ કરવો વિગેરે નવ વાડાના નહિ પાલનથી અતિચાર કહ્યો છે. કહ્યું છે કે –
" मेहुन्नस्सऽइआरो, करकम्माईहि होइ नायव्यो।।
તમુત્તા જ તહા, કપાળનો જ સમે તુ ” ઘરાવતુ– ભાવાર્થ-મિથુનવિરમણવ્રતમાં હસ્તકર્મ વિગેરે કરવાથી અતિચાર થાય અને તેની નવવાડનું ભાવશુદ્ધિપૂર્વક પાલન નહિ કરવાથી પણ અતિચાર થાય, એમ સમજવું.
ચોથા વ્રતના અતિચારે કહ્યા, હવે પાંચમા વ્રતના અતિચારે કહે છે કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org