________________
વ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ
૩૦૩ મધ્યમ (બાવીશ) તીર્થકરોના શાસનકાળમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા જાવજજીવઆહારત્યાગરૂપ અનશનમાં ૧–પાદપિ ગમન, ૨-ઈટ્રિગતમરણ અને ૩-ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારે છે. એનું સ્વરૂપ મૂળગ્રન્થથી કહેવાશે. ૨-૩નોરતા-ઊણું અર્થાત્ જે તપમાં ખાનારનું ઉદર (પેટ) ઊણું (અપૂર્ણ) રહે તે ઊદર કહેવાય અને “ઊનેદરપણું એ જ ઊનેદરતા, એવી એ શબ્દની વ્યાખ્યા છે. આચરણથી તે અપૂર્ણતાને ઊદરતા કહેવાય છે. તે ઊણાપણું (અપૂર્ણતા) દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તેમાં દ્રવ્યથી ઊણાપણું એક ઉપકરણને આશ્રીને અને બીજું આહારપાણીને આશ્રીને થઈ શકે, તે ઉપકરણને આશ્રીને જિનકલ્પિકને હોય છે. આહારપાણને આશ્રીને તે “અલ્પાહાર વિગેરે ભેદથી પાંચ પ્રકારે છે. કહ્યું છે કે–
“વહાર જવા, સુમાપત્તા તહેવ વૂિ I
अट्ठ दुवालस सोलस, चउवीस तहेक्कतीसा य॥" (दशव०नि० गा०४७-टीका) ભાવાર્થ—આઠ, બાર, સોળ, ચોવીસ અને એકત્રીસ કવળ પર્યન્ત આહાર લે તેને અનુક્રમે ૧-અલ્પાહાર, ર–અપાદ્ધ, ૩-દ્વિભાગ, ૪-પ્રાપ્ત અને ૫-કિશ્ચિન્યૂન, એ નામની ઊણદરિકા કહી છે, તેમાં પણ પ્રત્યેકના જઘન્યાદિ ભેદે છે, જેમ કે-જઘન્ય એક કવળ, ઉત્કૃષ્ટ આઠ કવળ અને મધ્યમ બેથી સાત કવળ આહાર લેવાથી અલ્પાહાર ઊદરિકા થાય, એમ બીજા પ્રકારમાં પણ જઘન્યાદિ સ્વરૂપ સ્વયમેવ સમજી લેવું.
આહારનું પ્રમાણ (સામાન્યથી) પુરૂષને બત્રીશ અને સ્ત્રીઓને અવીસ કવળનું માન્યું છે, તદનુસાર ન્યૂનઆહાર, અલ્પાહાર, વિગેરે ભેદ સમજી લેવા. આ દ્રવ્ય ઊદરિકા કહી, ભાવ ઊરિકા એટલે ક્રોધાદિ અન્તરગ શત્રુઓને (યથાશક્ય) ત્યાગ કર. એ રીતે ઊને-- દરતાનું સ્વરૂપ જાણવું. ૩–વૃત્તિસંક્ષેvoi=જેનાથી જીવાય તે વૃત્તિ, અર્થાત્ આજીવિકા, તે સાધુને ભિક્ષાથી થાય, તેને સંક્ષેપહાસ કરે તે “વૃત્તિસંક્ષેપણ સમજવું તેમાં (ગૃહસ્થાદિ એકસાથે જેટલું આપે તેને એક દત્તિ કહેવાય તેવી) દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું, (જેમકે-એક, બે, કે ત્રણ, વિગેરે અમુક દત્તિઓથી વધારે નહિ લેવું) તથા અમુક સંખ્યાથી વધારે ઘરમાંથી, કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વિગેરે અમુક ક્ષેત્રથી વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરે તે “વૃત્તિ સંક્ષેપ સમજે. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબન્ધી અભિગ્રહો પણ આ વૃત્તિક્ષેપ તપનો જ પ્રકાર છે. ૪- ત્યા=રસેને એટલે અહીં (ભાવ) પ્રત્યયન લેપ થએલો હોવાથી વિશિષ્ટ રસવાળા, માદક, કે વિકારક પદાર્થોને ત્યાગ, અર્થાત્ વિગઈ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા, એ ચાર અભક્ષ્ય વિગઈઓને અને દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન, એ છ ભક્ષ્ય વિગઈઓને ત્યાગ તે “સત્યાગ જાણ. તથા પશાચરજેશ=કાયા” એટલે શરીર તેને શાસ્ત્રવિધ ન થાય તેમ “લેશ—બાધાપીડા ઉપજાવવી. જો કે શરીર જડ છે તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહિ. તે પણ અહીં શરીર અને શરીરી અપેક્ષાએ એક હોવાથી કાયક્લેશથી આત્મકલેશ પણ સમ્ભવિત છે જ, (માટે તેને તપ કહ્યો છે. તે કાયકલેશ અમુક વિશિષ્ટ આસન કરવાથી તથા શરીરની સારસંભાળ, રક્ષા, કે પરિચર્યા નહિ કરવાથી, અથવા કેશને કેચ કરવા વિગેરેથી કરી શકાય.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org