________________
[૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૬ પ્રશ્ન-ભલે, એ વાત સ્વીકારીએ કે માનસિક વિકારે પ્રતિપક્ષી અધ્યવસાયથી (માનસિક શુદ્ધિથી નિવૃત્ત થાય, પણ કાયિક૬ષ્ટપ્રવૃત્તિરૂપ અતિચારે (માનસિક)અધ્યવસાયથી શી રીતે ટળે ?
ઉત્તર-એનું સમાધાન એમ વિચારવું કે સંજવલન કષાયના ઉદયથી થનારા અતિચારે પણ માનસિક વિકારરૂપ છે અને દ્રવ્ય અતિચારરૂપ કાયિકદુવૃત્તિ વિગેરે તે (જડ છે, તેથી તે)
ડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે, ઈત્યાદિ અહીં દિશાસૂચન માત્ર સમજવું. અર્થાત્ એ રીતે શાસ્ત્રવાય-પદેને ગંભીર અર્થ તક અને સમાધાનરૂપે ચિન્તવ, એથી શ્રદ્ધા શુદ્ધ થાય છે. અર્થ પદચિંતન કહ્યું. અહીં ૧૨૫ માં શ્લેકનું વર્ણન પૂર્ણ થયું. હવે શેષ કર્તવ્ય કહે છે કેખૂણ-વિહાવ્રતિબંધ લગા તાનિશ્રયા
महामुनिचरित्राणां, श्रवणं कथन मिथः ॥१२॥ મૂળને અર્થ-ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે અને મહામુનિઓનાં ચરિત્ર સાંભળવાં તથા પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષયતિધર્મ છે.
ટીકાને ભાવાર્થ—(દ્રવ્ય, ક્ષેત્ર, વિગેરેના પ્રતિબન્ધથી થનારા) રાગ-દ્વેષાદિ તજીને માસકલ્પ વિગેરેના કમથી અન્ય અન્ય સ્થાને જવારૂપ વિહાર કરે તે સાપેક્ષયતિધર્મ છે. વિહારને અંગે દ્રવ્યાદિ ચાર નિમિત્તોના ભેદે ચાર પ્રકાર પ્રતિબન્ધ બાધારૂપ કહ્યો છે. તેમાં દ્રવ્યવિષયમાં એટલે (ભક્તિવાળા) શ્રાવક વિગેરેમાં, ક્ષેત્રમાં એટલે (પ્રતિકૂળ) પવન-પ્રકાશાદિ રહિત ઉપાશ્રય વિગેરેમાં, કાળમાં એટલે (શીતાદિ પરીષહાના હેતુભૂત) શિશિર આદિ ઋતુઓમાં અને ભાવમાં એટલે શરીરપુષ્ટિ વિગેરેમાં, એમ અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિચાર પ્રત્યે રાગ-દ્વેષ કરવારૂપ ચાર પ્રકારે પ્રતિબન્ધ સમજવો.
અહીં એમ સમજવું કે, ઉપર્યુક્ત પ્રતિબન્ધથી, અર્થાત્ સુખની લાલચે ઉત્સર્ગમાર્ગે એક માસથી અધિક એક સ્થળે નહિ રહેવું. (અને વિચરવામાં પણ દ્રવ્યાદિને પ્રતિબન્ધ નહિ કરવો.) તાત્પર્ય કે માસકલ્પ વિગેરેના કેમથી પણ જે વ્યાદિમાં પ્રતિબંધ વિનાને હેય તેને વિહાર સફળ (સંયમ સાધક) થાય છે. તેથી ઉલટ “અમુક શહેર વિગેરે ક્ષેત્રમાં રહીને ઘણું શ્રીમતેને શ્રાવકે બનાવું અને એ ઉપદેશ કરું કે મારા વિના તેઓ બીજાના ભક્તો ન બને
૨૭૬-શાસ્ત્રપદને અર્થ ચિન્તવ, વારવાર ચિતવ અને નિશ્ચિત કરવું, તેને પાંચ પ્રકારના સ્વાધ્યાય પિકી ચેાથે “અનુપ્રેક્ષા” નામને ભાવ સ્વાધ્યાય કહ્યો છે વાચના, પૃછના, વિગેરે દ્રવ્ય સ્વાધ્યાય છે. ભાવસ્વાધ્યાય વિના અર્થ જ્ઞાન થતું નથી અને અર્થ જ્ઞાન વિના શ્રદ્ધા પ્રગટતી (કે શુદ્ધ થતી) નથી. શ્રદ્ધા અને ભાવશ્રત વિના ચારિત્રનાં અધ્યવસાય સ્થાને પ્રાપ્ત થતાં નથી, કે તેની વિશુદ્ધિ પણ થતી નથી. આ કારણે શાસ્ત્રમાં જ્ઞાનના મુતજ્ઞાન, ચિત્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન, એમ ત્રણ પ્રકારે જણાવ્યા છે, ભણવું-ભણાવવું, પૂછવું, પરાવર્તન કરવી, વિગેરે શ્રુતજ્ઞાન, તર્ક અને સમાધાન પૂર્વક તેના અર્થનું (અર્થપદનું) ચિન્તન કરવું તે ચિત્તાજ્ઞાન અને પછી તેને પરિણતિરૂપ બનાવવું (જીવનથી અનુસરવું) તેને ભાવનાત્તાન કહેવાય છે. આત્મવિકાસમાં હેતુભૂત ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન છે, એના વિનાનું કેવળશ્રુતજ્ઞાન જીવને ભારરૂપ બને છે, અભવ્યો પણ દશપૂર્વ ન્યૂન જેટલું દ્રવ્યશ્રત પામી શકે છે, કિતુ તે તેઓને લાભ કરતું નથી. માટે સ્વીકારેલાં મહાવ્રતો વિગેરેના પાલન માટે અર્થપદના ચિન્તનની સવિશેષ આવશ્યકતા છે, એના બળે જ હેય-ઉપાદેયને વિવેક થઈ શકે છે, માત્ર જાણપણું નિષ્ફળ નીવડે છે.
Jain Education International
For Private.& Personal Use Only
www.jainelibrary.org