________________
૨૩૬
[૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ ઉપર્યુક્ત અનધ્યાય સમયે સ્વાધ્યાય કર્યો અને સ્વાધ્યાય કરવા ગ્ય (અનનધ્યાય) સમયે સ્વાધ્યાય ન કર્યો એમ ઉભય રીતે કરેલી આશાતના દ્વારા “લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ કરું છું” એમ સર્વ પદના અર્થમાં વાક્યર્થ જેડ.
૨ઔત્પાતિક-રજસૂ, માંસ, રૂધિર કેશ અને પાષાણને વરસાદ થાય તો ઔત્પાતિક અસ્વાધ્યાય જાણુ, તેમાં અચિત્ત રજ વરસે તે ૧-રવૃષ્ટિ, માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ૨-માંસવૃષ્ટિ, રૂધિરના બિન્દુએ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪–કેશવૃષ્ટિ, અને કરા વગેરે પત્થરને વરસાદ પડે તે ૫-પાષાણુવૃષ્ટિ સમજવી. તથા રજેઘાત=દિશાઓ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી પ્રવૃત્તિ કરી શકાય, તેમાં માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તે એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય, અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ જ્યાં સુધી થાય ત્યાં સુધી નન્દી વગેરે સૂત્રો ન ભણવાં, શેષકાળે ભણવાં, ઉપર્યુક્ત રજોવૃષ્ટિ અને રદ્દઘાતમાં એ ભેદ છે કે ધુમાડા જેવા આકારે કંઇક સફેદ અચિત્ત ધુળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાએ અચિત્ત ધુળથી છવાઈ જતાં સર્વત્ર અન્ધકાર જેવું દેખાય તે રઘાત જાણ, એ બને પવન સહિત કે રહિત વરસે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું.
૩-સદેવ દેવાદિથી થએલ અસ્વાધ્યાયિકને સદેવ અથવા (સાદિવ્ય) કહેવાય છે, તે આ પ્રમાણે છે ૧-ગાન્જવનગર આને ચકવતી વગેરેના નગરમાં ઉત્પાતનું સૂચક કહ્યું છે, સંધ્યા સમયે તે તે નગર ઉપર કીલ્લા, અટારી વગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે ગાધર્વનગર અવશ્ય દેવકૃત ઢાય, ૨-દિગાહ કોઇ એક દિશામાં ઊંચે મેટું શહેર સળગતું હોય તે પ્રકાશ દેખાય અને નીચે અન્ધકાર દેખાય તે, ૩-વિજળી=સ્વાતિથી મૃગશીર નક્ષત્ર સુધીને સૂર્ય હોય તે દિવસમાં વિજળી થાય તે, ૪-ઉકાપાતeતારે પડે, તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત ઉકા (માટી પ્રકાશની રેખા) પડે તે, પ-ગજિત=વાદળાંની ગર્જના, ૬-ચુપક શુક્લ પક્ષમાં બીજ, ત્રીજા અને ચોથ એ ત્રણ દિવસ સુધી ચન્દ્ર સંધ્યાગત હેવાથી સંધ્યા સ્પષ્ટ ન દેખાય તેને યુપક કહેવાય છે. આ ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાય માટે કાળવેળાને નિર્ણય ન કરી શકાય તેથી પ્રાદેષિક કાળ કે સૂત્ર પિોરિસી ન થાય, ૬-ચક્ષાદસ=એક દિશામાં આંતરે આંતરે વિજળીના સરખે પ્રકાશ દેખાય તે, ઉપર્યુક્ત ગાધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી અસ્વાધ્યાય
૨ તે દેવફત જ હેય, શેષ દિગદાહ વગેરે દેવકૃત હોય કે સ્વાભાવિક પણ હાય, તેમાં સ્વભાવિક હોય તો અસ્વાધ્યાય નથી તે પણ દેવકૃત નથી સ્વાભાવિક છે' એ નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરવો.
આ ઉપરાત પણ ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુજિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ, વગેરે ઉપદ્રને સદેવ અસ્વાધ્યાય તરીકે કહેલા છે, તેમાં–
ચન્દ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહરને છે, તે આ પ્રમાણે-ઉગતાં જ ચન્દ્રગ્રહણ થાય છે તે રાત્રીના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર સુધી, પ્રાતઃ ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે છે તે પછીના દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધીના બારપ્રહર સધી અથવા ઉપતથી સમગ્ર રાત્રી ગ્રહણ રહે અને સંગ્રહણુ આથમે છે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચન્દ્ર ન દેખાય ત્યારે ગ્રહણ કયારે થયું, કયારે છૂછ્યું ? તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી, બીજે દિવસ અને બીજી રાત્રી મળી બાર પ્રહર, ગ્રહણ સ્પષ્ટ દેખાય તે ગ્રહણ થાય ત્યારથી બીજા દિવસને ચન્દ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણુ, આ સિદ્ધાન્તને મત કહ્યો, બીજા આચાર્યોને મતે તે આચરણ એવી છે કે-રાત્રે ચન્દ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તે સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય, (અને ગ્રહણ સહિત આથમે તે ગ્રહણ થાય ત્યારથી બીજા અહોરાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org