________________
૩૦૮
[ધ, સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪-૧૦૫ નિસીહિ' શબ્દનો પ્રયોગ નિ કેઈ આવશ્યક કાર્ય કરવા પૂર્વે તેમાં અનુપયેગાદિથી થનારા પ્રત્યવાયના (
વિના) ત્યાગ માટે છે, આવશ્યક કાર્ય માટે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવા પ્રત્યવાને સમ્ભવ નથી કે જેના નિષેધ માટે નિસીહિ કહેવી જોઈએ, માટે આવસહિના સમયે નિસીહિ નિરૂપગી છે. નિશીહિ કરતી વેળા આવસહિ પણ ઘટિત નથી, કારણ કે આવરૂહિ તે તે કાળે કરણીયના વિધાન માટે અને અર્થપત્તિથી અન્યકાળે કરણીય (તે કાળે અનાવશ્યક) કાર્યના નિષેધ માટે છે, વસ્તુતઃ અન્યાકાળે કરણી યના ત્યાગ વિના તત્કાલીન આવશ્યક કાર્ય થઈ શકે જ નહિ, એથી “આવસ્યહિના પ્રગથી ઉત્તરકાળે કરણીયને નિષેધ પણ થઈ જ જાય છે, (અને અનાવશ્યક કાર્યને નિષેધ (નિસહિ) કરવાથી તત્કાલીન આવશ્યક કાર્યનું વિધાન પણ થઈ જ જાય છે). એમ નિસાહિ-આવસહિ બન્નેના વિષયમાં એકાર્ષિકપણું સમજવું. ].
એ ચોથી પાંચમી સામાચારીનું સ્વરૂપ અને વિષય કો. હવે–
૬થી૯-આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છન્દના અને નિમત્રણ–એ ચાર સામાચારીઓને વિષય તે દરેકનું સ્વરૂપ પહેલાં કહ્યું છે તેમાં કહેવાઈ ગયો છે. ૨૦° તે પ્રમાણે સમજે.
૧૦-ઉપસર્પદા–એના એક ગૃહસ્થઉપસર્પદા અને બીજી સાધુઉપસર્પદા, એમ બે પ્રકારો છે, તેમાં પહેલાં સાધુઉપસર્પદાનું વર્ણન કરે છે કે–સાધુઉપસર્પદાના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એમ ત્રણ વિષય હોવાથી ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે – વાને ભય લાગવાથી તે તે પ્રતિજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન-ઉત્સાહ-આદર વિગેરે પ્રગટે છે, ઈત્યાદિ લાભ થાય છે. પ્રતિજ્ઞા એક પ્રણિધાન (નિશ્ચય) રૂપ છે અને પ્રણિધાનનું બળ ઘણું છે. કોઈ પણ કાર્ય કરવાને નિર્ણય કરવા પૂર્વે તેમાં અનેક વિદને દેખાય છે, પણ એ કાર્ય કરવાને નિર્ણય (દઢ પ્રતિજ્ઞા) કરવાથી વિદને ટળી જાય છે, એ વિદનેને દૂર કરવાની કર્તમાં શક્તિ પ્રગટે છે, ઇત્યાદિ અનુભવસિદ્ધ છે તેમ અહીં પણ “આવરૂહિના પ્રયોગથી અવશ્ય કરૂણીય કરવાનું સામર્થ્ય-ઉત્સાહ પ્રગટે છે અને નિસીહિના પ્રયોગથી તે કાળે અકરણીય કાર્યોને કરવાની મમતા હોય તે પણ તૂટી જાય છે, એમ યથામતિ વિચારવાથી આ બે સામાચારીઓનું સાધુ જીવનમાં કેટલું મહત્ત્વ છે તે સમજાય છે. હા, એને શુન્યચિત્તે માત્ર શબ્દ પ્રયોગ જ ન જોઈએ, પણ ઉપયોગ અને સમજ પૂર્વક બાલવું-પાળવું જોઈએ.
૨૦૦ “આપૃછા’=ગુરૂને વિનય પૂર્વક પૂછીને પિતાના હિતકારક કાર્યને કરવું તેને “આપૃચ્છા” કહી છે, એથી ગુરૂ (જેની નિશ્રામાં હોય તે) સિવાયના બીજાને પૂછવાથી, ગુરૂને પણ અવિનયથી પૂછવાથી, જે કાર્ય જ્ઞાન દર્શન ચારિત્રનું સાધક હિતકારી ન હોય તેવું કે માત્ર અન્યને હિતકારી હોય તેવું પૂછવાથી “આપૃચ્છા” ગણાતી નથી, વિનયપૂર્વક પૂછવાથી જે કાર્ય જે રીતે જેને હિતકર હોય તેને નાની હોવાથી ગુરૂ સમજાવે, અવિધિથી બચાવે, એ મોટો લાભ થાય છે, ઉપરાંત ગુરૂની એવી સલાહ (સહાય)મળતાં આત્માને પુજયભાવરૂપ શુભ લેયા પ્રગટ થવાથી તે તે કાર્યોમાં આવનારાં વિદનો નાશ પામે છે અને ઈષ્ટ કાર્ય નિર્વિદને પૂર્ણ (સિદ્ધ) થાય છે, તેવું હિતકર કાર્ય પુનઃપુનઃ કરવાને અનુબન્ધ (પુણ્યબધુ) થાય છે, વિદન કારક પાપકર્મોને ક્ષય થાય છે, એમ એવંભૂતનયના મતે “આપૃચ્છા એક મહામંગલ રૂપ છે, શ્રદ્ધાવાળા શિષ્યને ગુરૂનાં આવાં હિતકર વચનથી ભાવલાસ થાય જ છે, માટે ઉન્મેષ નિમેષાદિ સૂક્ષમ કાને છોડીને ન્હાનાં મોટાં સંયમનાં દરેક કાર્યોમાં ગુરૂને પૂછવાથી સંયમનું નિર્મળ પાલન કરી શકાય છે. જન શાશ્વપ્રસિદ્ધ મહાત્મા સ્થૂલભદ્રજી બાર બાર વર્ષના ભાગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org