________________
૩૪ર
ધ॰ સ૦ ભાવ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૨ બધા સમુહ પ્રત્યેક છે' એમ ખેલવુ તે ૮–પ્રત્યેકમિશ્રિત જાણવું. તથા ‘અદ્ધા' એટલે કાળ, તે અહીં પ્રસ ંગાનુસાર દિવસ અથવા રાત્રિને સમજવા, તેનાથી મિશ્રિત તે ૯-અહ્વામિશ્રિત, જેમ કે ‘એક માણસ કોઈ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં ખેલે કે ‘રાત્રિ પડી' (અથવા રાત્રે પણ કાઈને જગાડવા માટે કહે છે કે દિવસ ઉગ્યા) તે અદ્ધામિશ્રિત કહેવાય, ૧૦-અદ્દાદ્દામિશ્રિત દિવસ કે રાત્રિના એક ભાગ તે અહ્વાહા કહેવાય, તેમાં બીજાને શીવ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ એક એલે કે ‘જલ્દી કર, મધ્યાહ્ન થયે!' (એમ રાત્રિ માટે પણ સ્વયં વિચારી લેવુ) એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી. એ દૃશ ભેદો ત્રીજી ભાષાના કહ્યા, ચાથી ‘અસત્યાઅમૃષા’ ભાષાના આ પ્રમાણે માર ભેદો છે—
" आमंतणि आणवणी, जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥
euroore भासा, भासा य अभिग्गहंमि बोद्धव्वा ।
संसकरणी भासा, वायड अव्वायडा चेव ||" प्रवचनसारो० ८९४-८९५॥ વ્યાખ્યા—૧–આમન્ત્રણી, કાઇને આમન્ત્રણુ કરવા માટે ખેલવુ' તે, જેમ કે ‘હે દેવદત્ત !' ઈત્યાદિ આમન્ત્રણી ભાષા કહેવાય, આ ભાષા સત્યા, અસત્યા, કે સત્યાસત્યા પણ નથી, કિન્તુ ત્રણેથી ભિન્ન (વિલક્ષણ) માત્ર વ્યવહારમાં ઉપયાગી છે, એથી એને ‘અસત્યાઅમૃષા' કહી છે, એમ ભાવાર્થ સમજવા. ર-આજ્ઞાપની, જેમ કે ‘તું આ કાર્ય કર’ વિગેરે ખીજાને કામમાં જોડવા માટે આજ્ઞાવચન ખોલવુ તે. –ચાચની, કાઇ બીજાની સામે ‘તુ અમુક આપ’ ઈત્યાદિ યાચના માટે ખોલવુ' તે. ૪-પૃચ્છની, જેમ કે–અમુક વસ્તુને જાણતા ન હોય કે અનુકને અંગે સ ંદેહ હાય, તેવા પ્રસ ંગે જાણવા માટે ખીજાને ‘આ કેમ છે ? (અથવા આ આમ કેમ છે ?) ’વિગેરે પ્રશ્ન રૂપે બોલવુ' તે. ૫-પ્રજ્ઞાપની=શિષ્ય વિગેરેને ઉપદેશ દેવા ખોલવું તે, જેમ કે ‘હિંસાની વિરતિ કરવાથી આયુષ્ય લાંબુ ભગવાય છે? ઈત્યાદિ ઉપદેશ વચનને પ્રજ્ઞાપની ભાષા કહેવાય. ૬-પ્રત્યાખ્યાની=કાઈ કઈ માગે, પૂછે, ઈત્યાદિ પ્રસગે નિષેધ કરવા ખોલવુ તે. –ઇચ્છાનુલામા=બીજાની ઈચ્છાને અનુસરતું ખોલવુ તે, જેમ કે--કાઇ મનુષ્યઅમુક કામ કરવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે તેને તમે એ કામ કરે! મારી પણ એ ઇચ્છા છે” વિગેરે. કહેવુ' તે. ૮–અનભિગ્રહીતા=પદાર્થ ના જેનાથી નિય(પ્રશ્નનું સમાધાન) ન થાય તેવું ખેલવું, જેમ કેઘણાં કાર્યો કરવાનાં હોય, ત્યારે કાઈ પૂછે કે કયું કાર્ય કરૂં ? ત્યારે તેને ‘જે ઠીક લાગે તે કરા' એવું નિર્ણય વિનાનું ખેલવું તે. અભિગ્રહીતા જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણાદિ મળે તેવુ ખેલવુ', જેમ કે ‘આ કા હમણાં કરવાનું છે, આ (અમુક)નથી કરવાનું વિગેરે સ્પષ્ટ જણાવવું તે. અથવા મીજી રીતે ‘અનભિગ્રહીતા’ એટલે કાઇ પદાર્થ ન સમજાય ત્યારે તેના નિર્ણય કર્યા વિના ‘આ વૃક્ષનું ઠુંઠું છે' (સમજણના અભાવે ‘કંઇક છે') વિગેરે ખાલવું અને ‘અભિગ્રહીતા' એટલે આ ઘટ છે, (આ પટ છે,) વિગેરે વસ્તુના નિર્ણય કરીને ખેલવુ' એવે પણુ અથ સમજવા. ૧૦–સંશયકરણી–અનેક અનું જ્ઞાપક જે વચન ખાલવાથી સાંભળનારને સશય થાય તેવું ખેલવુ, જેમ કે સૈન્ધવ લાવ' એમ કહેવાથી શ્રોતાને લુણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org