________________
૩૫૨
૦ સં॰ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૧૧૬ અમારે ઉપયાગી (જરૂરી) છે, અધિક નહિ,' એવા (તેના દાતાર સાથે) નિશ્ચય કરવા તે ત્રીજી ભાવના સમજવી. એવા નિશ્ચય કરવાથી તે તેટલી ભૂમિમાં કાર્યેાત્સગ વિગેરે પેાતાની તે તે ક્રિયાઓ કરવા છતાં સાધુથી તેના દાતારને (શય્યાતરને) અગવડ (અસદ્ભાવ) પેદા ન થાય, અર્થાત્ દાતાની પ્રસન્નતા જાળવી શકે. જો યાચના વખતે જ આવેા નિય ન કરે તે પાછળથી આપનારના ચિત્તમાં પણ વિપરીત પરિણામ (અસન્માન) થાય અને પેાતાને પણ દાતારની ઇચ્છા વિરૂદ્ધ તેની ભૂમિ આદિ વાપરતાં અદ્યત્તના ભેાગવટા થવાથી કાઁબન્ધ થાય. ૪-સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી.’અહીં સાધર્મિક એટલે ધર્મને આચરેતે ધાર્મિક અને સરખા– તુલ્ય—એક ધર્મને અનુસરનારા ધાર્મિક તે સાધર્મિક.' આવા સાધિકા સાધુને સાધુએ ગણાય, તે પહેલાં અમુક ક્ષેત્રમાં યાચના (અવગ્રહ) કરીને રહ્યા હોય, તે ક્ષેત્રાદિ કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી, વિગેરે તેમના અવગ્રહ ગણાય, માટે ખીજાથી તેમની અનુજ્ઞા પૂર્વક જ ત્યાં રહેવાય. તે જેટલી અનુજ્ઞા આપે તેટલું જ ક્ષેત્ર (ઉપાશ્રય કે ગેાચરી માટે શ્રાવકનાં ઘા) વિગેરે સઘળું (રહેવા, વાપરવા કે આહારાદિ વહેારવા માટે) સ્વીકારવુ, અન્યથા ચારી કરી ગણાય. એ ચાથી ભાવના કહી. પ–ગુરૂ આજ્ઞા મળી હેાય તે જ આહાર પાણી વિગેરે વાપરવુ. અર્થાત્ સૂત્રેાક્ત વિધિ પ્રમાણે, પ્રાસુક (અચિત્ત) અને એષણીય (૪૨ દોષ રહિત), સાધુતામાં ક૨ે તેવાં (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિગેરેથી શુદ્ધ), આહારાદિ લાવીને પણ ગુરૂની સમક્ષ તેની આલેાચના કરે, જે જ્યાંથી, જેવી રીતિએ અને જેવા ભાવથી લીધું (કે સામાએ વહેારાવ્યું) હેાય તે તે સવ ગુરૂને પ્રગટ જણાવે, પછી તેઓ તેમાંથી જે જેટલું વાપરવાની અનુમતિ આપે તે તેટલું એકલેા કે માંડલીમાં (અન્ય સાધુઓની સાથે) બેસીને તે રીતે વાપરે. માત્ર આહાર પાણી જ નહિ, ઉપલક્ષણથી જે કંઈ ઔધિક કે ઔપગ્રહિક (પૂર્વે વ્યાખ્યા કહી તે) સ ઉપકરણરૂપ ધર્માંસાધન, તે દરેક ગુરૂએ અનુમતિ આપેલી હાય તે તેટલું જ વાપરવુ જોઇએ, એમ કરનારા સાધુ અસ્તેય (અદત્તાદાન વિરમણ)વ્રતનું અતિક્રમણ કરતા નથી, અર્થાત્ પાલન કરી શકે છે. એ પાંચમી ભાવના સમજવી.
ચેાથામહાવ્રતની ભાવનાએ—યાગશાસ્ત્રમાં કહી છે કે—
46
'स्त्रीपशुमद्वेश्माऽऽसनकुडयान्तरोज्झनात् ।
,
सरागस्त्रीकथा त्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग - संस्कारपरिवर्जनात् ।
प्रणीतात्यऽशनत्यागात्, ब्रह्मचर्यं तु भावयेत् ॥” प्रकाश १-३०-३१॥
વ્યાખ્યા—સ્ત્રીઓના દેવીએ અને મનુષ્ય સ્ત્રીએ એમ બે ભેદો છે, તેના પણ સચિત્ત અચિત્ત એ બે ભેદ છે”—સચિત્ત એટલે સાક્ષાત્ દેવી-માનુષી અને ર-અચિત્ત એટલે પત્થરની, ચુના વિગેરે લેપની, કે ચિત્રેલી, વિગેરે સ્ત્રીની આકૃતિ-આકારા. તદુપરાન્ત ‘ષષ્ઠ' એટલે નપુંસકવેદના ઉદયવાળા અને મહુમાહનીયકમ અંધાય તેવાં કર્મો કરનારા તથા સ્ત્રી-પુરૂષ ઉભયના ભાગેામાં રાગવાળા નપુ ંસક પુરૂષો, (ધર્મમાં પુરૂષની પ્રધાનતા હેાવાથી અહીં નપુંસક પુરૂષો કહ્યા તે પણ સ્ત્રીઓને આશ્રીને વિચારતાં સ્ત્રીઓ, વિગેરે યથાયાગ્ય સ્વયં સમજી લેવું) તથા ‘પશુઓ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org