________________
કરણસિત્તરીમાં ખાર ભાવનાએ]
303
કર્મીને આવવાના હેતુએ છે તેના પ્રતિપક્ષી ઉપાચા આ પ્રમાણે છે‘ જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકાય તેના તેના નિધિ માટે તે તે ઉપાયને બુદ્ધિમાનાએ યેાજવા (કરવા) (૩). તે ઉપાય! કહે છે કે–અનુક્રમે ક્રોધને ક્ષમાથી, માનને મૃદુતાથી, માયાને ઋજુતા(સરળતા)થી અને લેાભને અનીહા(સતાષ)થી રાકવા (૪). વિષયાના ક્ષય માટે પ્રતિપક્ષે કહ્યું છે કે–તે તે ઇન્દ્રિયાના અસંયમથી પોષાએલા વિષ સરખા વિષાના મહામાંત એવા જીવ (ઇન્દ્રિઓના) અખંડસ યમદ્વારા નાશ કરે (૫). પ્રમાદ અને અવિરતિના પ્રતિપક્ષીઓને કહ્યા છે કે-ત્રણ ગુપ્તિદ્વારા મન-વચનકાયારૂપ ત્રણ (અકુશળ) ચેાગાને, અપ્રમાદથી પ્રમાદને, અને પાપ વ્યાપારના ત્યાગથી અવિરતિને પણ સાથે (રાકે) (૬). હવે મિથ્યાત્વ અને આત્તરૌદ્રધ્યાનના પ્રતિપક્ષી ઉપાયાને કહે છે કેસવરમાં પ્રયત્નશીલ આત્માએ સમ્યગ્ દર્શનથી મિથ્યાત્વના અને શુભ તથા સ્થિર ચિત્તથી આત્ત ધ્યાનના અને રૌદ્રધ્યાનના વિજય કરવા.૨૫૪(ચેાગશાસ્ત્ર પ્ર૦ ૪થા શ્લા. ૭૯ થી ૮૫)
–નિર્જરાભાવના–આ પ્રમાણે ભાવવી—સંસારનાં ખીજભૂત કર્મોને જે જીણુ કરે તેને નિર્જરા કહી છે, તે સકામ અને અકામ એમ એ પ્રકારની છે (૧). તેમાં સકામ નિર્જરા (નિર્જરા માટે ‘અહિંસા-સત્ય' વિગેરે ત્રતાનું પાલન કરત!) મુનિવરોને અને અકામ નિ રા શેષ જીવાને હાય છે. જેમ આમ્રનુ ફળ સ્વયં પાકે છે અને ઉપાયાથી પણ પકાવી શકાય છે તેમ કર્મોનેા પાક સ્વયં થાય છે અને તપ વિગેરે ઉપાયાથી પણ થાય છે. કર્મોના પરિપાક નિર્જરારૂપ હોવાથી ઉપાયપૂર્વક કર્મોના પરિપાક કરવા તે ‘સકાનિર્જરા' અને કર્મી સ્વતઃ પાકે તે અકામનિર્જરા' સમજવી (૨). (યોગશાસ્ત્ર પ્ર૦ ૪ શ્લો-૮૬-૮૭). (માટે જ) • અમારાં કર્મોનો ક્ષય થાઓ !' એવા આશયથી તપશ્ચર્યાં વિગેરે કરનારા ઉત્તમ મુનિઓને સકામનરા કહી છે (૩) અને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, વિગેરે જીવે કે જેને તેવું જ્ઞાન નથી તેઓને સદૈવ ઠંડી, ગરમી અને વરસાદનાં તથા મળવાનાં, કપાવાનાં, વિગેરે કષ્ટો સહન કરવાથી ખપતાં કર્મોને જ્ઞાનીઓએ અકામનિર્જરા કહી છે. તપ-સંયમ વિગેરે ગુણાથી વધતી જતી નિર્જરા મમતાના, તેનાથી ખંધાતાં કર્મોના અને કર્મોના ફળરૂપ સંસારના નાશ કરે છે, માટે તેવી નિરાની ભાવના ભાવવી જોઇએ (૪-૫ પ્રવ૦ સારા ગા૦ ૫૭૨ ની ટીકા). જેમ
૨૫૪–સંવર ભાવનાથી તે તે અશુભ આમવેામાં નિમિત્તભૂત મન-વચન કાયાના વ્યાપારોને રોકવા પ્રતિપક્ષી ઉપાયાને સ્વીકારી નવાં ર્માંના મન્મથી બચવા માટેની વૃત્તિ પ્રગટે છે અને આત્મવેને રોકવા સંવર કરવાનું સત્ત્વ પ્રગટ થાય છે. આથવા જડ પ્રકૃતિના બળે થાય છે તેની સામે સાઁવરરૂપ આત્મબળના પ્રયાગ કરવાથી જડનું બળ ક્ષીણુ થઇ જાય છે, અહીં કહેલા દ્વેષાદ્ઘિના પ્રતિપક્ષી ક્ષમાદ્વિરૂપ આત્મબળ કેવું વિશિષ્ટ છે, તે તે। અનુભવથી સમજાય તેવું છે, શબ્દેામાં તેના સાચા ખ્યાલ આપવાની શક્તિ નથી. હુજારા લાખા વાના ઢાધની સામે એક આત્માની નિમળ ક્ષમા એવા આશ્ચય કારક વિજય મેળવે છે કે જે ખીજા કાઈ ઉપાયથી શકય નથી. તેના પ્રત્યક્ષ દષ્ટાન્તરૂપે ચંડકૌશિક અને સંગમ જેવાની સામે પ્રભુ મહાવીરની અને કમઠની સામે પ્રભુ પાનાથની કરૂણાયુક્ત ક્ષમા, કારયાની સામે મહાત્મા સ્થૂલિભદ્રનું સયમ, સિંહની સામે સિંહગુફાવાસી મુનિની નિર્ભય કૃપાળુ પ્રસન્નદષ્ટિ, વિગેરે તે તે દુર્ગુણ્ણાના વિજય કરનાર તેના પ્રતિપક્ષી ગુણેાનાં વિવિધ દૃષ્ટાન્તા જગત્પ્રસિદ્ધ છે. માટે જ આશ્રવમાંથી ખચવા માટે સંવર એક અમેઘ ઉપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org