________________
૩૩૦.
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૮ બેઈન્દ્રિય વિગેરે ત્રસકાય-જેવા કે કૃમિ, કીડીઓ, ભ્રમરે, વિગેરે તે જીવ છે જ.
એમ (છ) કાયનું સ્વરૂપ જણાવીને સાધુના મૂળગુણોરૂપ “પ્રાણાતિપાત વિરમણ વિગેરે રાત્રિભજન વિરમણ સુધીનાં છ વ્રતો સમજાવવાં. તેનું વર્ણન ઉપસ્થાપનાન વિધિ પછી મૂળગ્રન્થથી જ કહેવાશે, પછી તેના અતિચારો કહેવા, તે પણ વ્રતના વર્ણનમાં કહેવાશે.
તે પછી એટલે ઉપર પ્રમાણે વર્કયનું, વ્રતનું અને ગ્રતાતિચારનું સ્વરૂપ કહીને તેના અર્થને સમજેલા શિષ્યની ગુરૂએ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે પરીક્ષા કરવી. કહ્યું છે કે –
“હિક વધારવા, રૂમ તેનું નામમિાપનું . गीएण परिच्छिज्जा, सम्मं एएसु ठाणेसु ॥६६३॥” (पश्चवस्तु०)
બહાર આવે (જન્મ) છે, તેની કોમળ વિગેરે બાલ્યાદિ અવસ્થાઓ પ્રગટે છે અને લજામણુ-બકુલવૃક્ષ વિગેરે કેટલીય વનસ્પતિમાં લજજાદિ રૂ૫ ચૈતન્ય પણ સ્પષ્ટ દેખાય છે, મનુષ્ય શરીરના અવયની જેમ અકરા, કુંપળો, પત્રો, શાખા-પ્રશાખાઓ અને સ્ત્રીને યોનીની જેમ પુષ્પ તથા તેમાં સંતતિની જેમ ફળ પણ આવે (જન્મ) છે. મનુષ્યની નિદ્રા જાગરણની જેમ ધાવડી, પ્રપુનાટ, વિગેરે વૃક્ષનાં પત્રો અને સૂર્યવિકાસી કમળા, વિગેરે કેટલીય વનસ્પતિ સૂર્યાસ્ત સમયે સંકોચાય છે અને ઉદય વખતે ખીલે છે. ઘુવડ વિગેરેની જેમ ચન્દ્રવિકાસી કમળો વિગેરેમાં એથી વિપરીત જે સંકેચાદિ થાય છે તે તેની સંજ્ઞાને બળે થાય છે. શરીરથી કપાઈને ટા પડેલા અવયવે શેષાય છે તેમ પત્રાદિ પણ કપાયા પછી સૂકાય છે. માનવીય શરીરને ટકાવવા કે વધારવા આહાર-પાણીની જરૂર પડે છે તેમ વનસ્પતિ પણ પૃથ્વી, પાણી વિગેરેના આહારથી જીવે છે અને વૃદ્ધિ પામે છે, મનુષ્યના શરીરની અનેકવિધ સારવાર છતાં આયુષ્ય પૂર્ણ થતાં આત્મા તેને છોડી દે છે તેમ વનસ્પતિની રક્ષા કરવા છતાં તેનું વિવિધ આયુષ્યનું પ્રમાણ પૂર્ણ થતાં જીવ ચાલ્યો જવાથી અચિત્ત બને છે. શાસ્ત્રોમાં વનસ્પતિનું આયુષ્ય ઉત્કૃષ્ટ દશહજાર વર્ષોનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું જણાવેલું છે. મનુષ્ય શરીરની જેમ વનસ્પતિમાં પણ અનેકવિધ રોગો હાય છે, તેની વિવિધ ચિકીત્સા પણ થાય છે, મનુષ્યના શરીરમાં તે તે અવયવોમાં કોઇને ખેડ-ખાંપણ આવે છે તેમ વનસ્પતિમાં પણ નું પ્રત્યક્ષ દેખાય છે, કેઈનાં પાંદડાં ખરી પડે છે, કોઈની શાખા-પ્રશાખાઓ વાંકી વળી જાય છે, લકવાની જેમ વૃક્ષ સજીવન છતાં કોઈ કોઈ અફૂગ (શાખાઓ) સૂકાય છે, વધ્યા સ્ત્રીની જેમ એક જ જાતિના પણ કોઈ વૃક્ષને ફળો આવતાં નથી, અનેક જાતિનાં વૃક્ષમાં નર-માદાને ભેદ પણ હોય છે, ઈત્યાદિ વિવિધ સમાનતા પ્રત્યક્ષ દેખાય છે. તાત્પર્ય કે મનુષ્ય શરીરની જેમ વનસ્પતિમાં જન્મ, બાહ્ય, યૌવન, વૃદ્ધત્વ, મરણ, સંજ્ઞા, લજજા, હર્ષ, વેગ, શેક, શીત–ઉષ્ણ વિગેરે સ્પર્શીની અસર, ઇત્યાદિ પ્રત્યક્ષ છે માટે તે જીવનું શરીર છે, સજીવ હોવાથી તેમાં જીવત્વ સિદ્ધ છે. આધુનિક વિજ્ઞાનિક પણ પાંચેય પ્રકારના એકેન્દ્રિયામાં જીવત્વ સ્વીકારવા લાગ્યા છે.
૨૨૨-હાની (કાચી) દીક્ષા પછી આવશ્યક સૂત્રના અને દશવૈકાલિકના ચોથા અધ્યયન સુધીના યોગદ્વહન પૂર્વકાળે તે તે સૂત્રને ભણવા પૂર્વક કરાવાતા હતા. આજે પણ કેટલાક એટલું ભણ્યા ભણાવ્યા પછી જ ઉપસ્થાપના કરે છે તે આ વિધાનના પાલન રૂપે છે. જે ભણાવ્યો જ ન હોય તો પરીક્ષા વિગેરે કરી શકાય નહિં, ગ્યાયેગ્યના નિર્ણય વિના જ મહાવતે ઉચ્ચરાવવાથી અજ્ઞ શિષ્ય તેનું પાલન કરી શકે નહિ, અને વ્રતવિરાધનાથી વસ્તુતઃ શાસનની અને સાધુતાની વિરાધના થાય, એ સર્વ વિરાધનામાં ગુરૂ નિમિત્ત બને તેથી તેને પણ તે સંબંધી કમબન્ધ થાય, ઈત્યાદિ સ્પષ્ટ છે. જગતમાં હાના મોટા કઈ પણ કાર્યમાં યોગ્યતાને વિચાર કરાય છે, બજારમાંથી બે આનાનું શાક પણ જેવા તેવાની પાસે મંગાવી શકાતું નથી, જેમ કાર્ય મોટું તેમ યોગ્યતા વિશિષ્ટ હોવી જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org