________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “રામસિંગાપ૦° અને તેને અથ]
૨૩૭ એમ એક વિગેરે તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું, તે ઉપરાન્ત આગળ પણ બીજી આશાતના અગે પ્રતિક્રમણ સમજવું, જેમકે શ્રીજિનેશ્વરના ચોત્રીશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા, શ્રી તીર્થકરેના પાંત્રીસ વચનાતિશયોમાં અશ્રદ્ધાદિ કરવા રૂપ આશાતના દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, એમ સાડત્રીસ-આડત્રીસ યાવત્ સે તારાયુક્ત શતભિષા નક્ષત્ર છે, ત્યાં સુધી સમવાયાણ સૂત્રમાં કહેલા તે તે વિષયના તેટલા પ્રકારની થએલી આશાતનાનું પ્રતિક્રમણ કરું છું, એમ સમજી લેવું. સુધી અસ્વાધ્યાય જાણો.) સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સેળપ્રહર તે આ પ્રમાણે છે-ગ્રહણ સહિત સૂર્ય આથમે છે તે રાત્રી અને બીજે અહેરાત્ર મળી બાર પ્રહર, ઉગતે સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખે દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રિ, અને બીજો અહોરાત્ર મળી સળગહર, આચરણથી તો અન્ય આચાર્યોના મતે સૂર્યગ્રહણ દિવસે થાય તે મૂકાયા પછી આથમે તે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય પાળવો. નિર્ધાતકવાદળ સહિત કે રહિત આકાશમાં વ્યક્તદેવે કરેલો મહાગુર્જના તુલ્ય અવાજ, તેને અસ્વાધ્યાય આઠ પ્રહર, ગુજિત ગર્જનાને જ વિકાર થતાં ગુજારવ કરતો મહાધ્વનિ (અવાજ) થાય તે, તેને પણ અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળ. ચાર સધ્યા સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રિએ, સૂર્યોદય પૂર્વે અને મધ્ય દિવસે, એમ ચાર સંધ્યાકાળને બે બે ઘડી અસ્વાધ્યાય, આ ચાર સપ્લાના વિષયમાં જુદા જુદા શાસ્ત્રપાઠે મળે છે, તો પણ અસ્વાધ્યાયનિયુક્તિના “agrg સૂgિ, મકavછે, અરથમ, મ ત્તે જ, પાઠના આધારે તથા આચારપ્રદીપમાં અનેક પાઠની સાક્ષી આપી છેવટે આચરણ રૂપે જે મત સ્વીકાર્યો છે તે પ્રમાણે અહીં જણાવ્યું છે, વિશેષ નિર્ણય ગીતાર્થો પાસેથી કરી લેવું. ત્યારે મહાપડવા=અષાઢ, આસે, કાર્તિક, અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદાએ ચાર લૌકિક મહામહોત્સવના દિવસે છે, જે કે મહત્સવ ચર્તુદશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તે પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતો હોવાથી એ મહેલમાં પ્રતિપદા સુધી ઘણી હિંસા થતી હોવાથી એ દિવસોમાં સ્વાધ્યાય નહિ કરો, બીજી પ્રવૃત્તિ કરવાને નિષેધ નથી. આ ઈન્દ્રમહત્સવ જે દેશ ગામ-નગરમાં જેટલા દિવસ ચાલે તેટલો અસ્વાધ્યાય સમજવો, ચિત્રી ઈન્દ્રમહ શુક્લ પ્રતિપદાથી કૃષ્ણપ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે, તે પણ વર્તમાનમાં આ ચિત્રમાં સુદ ૫ ને અને અષાઢ કાર્તિકમાં શુદ ૧૪ ના મધ્યાહ્નથી આરમ્ભી વદ ૧ ની રાત્રીની સમાપ્તિ સુધી અસ્વાધ્યાય પાળવાની આચરણ છે, અને ફાગણમાં તે હાલિકા પ્રગટે ત્યારથી ધૂળ ઉડે (ધુલેટી સમાપ્ત થાય) ત્યાંસુધી અસ્વાધ્યાયિક ગણાય છે.
(૪)–બુલ્ગાહિક=દડિક રાજ વગેરેના પરસ્પર યુદ્ધથી લોકો ભયથી અસ્વસ્થ-ગભરાએલા હોય તે કારણે સ્વાધ્યાય વર્જ. દડિક રાજાઓ, સેનાપતિઓ, કે તેવી પ્રસિદ્ધ કોઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય, અથવા મલ્લયુદ્ધ થાય કે કાઇ. બે ગામના લોકે (અથવા એક જ ગામના મેટા પક્ષા) પરસ્પર પત્થર-શસ્ત્રદિથી યુદ્ધ કરતા(ઝઘડતા) હોય તે શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે તેવા યુદ્ધાદિ પ્રસંગે વ્યન્તર વિગેરે દેવ પિતા પોતાના અધિષ્ઠિત ગામ વિગેરેના પક્ષમાં આવવાને સમ્ભવ હોવાથી સ્વાધ્યાય કરનારને તેઓ ઉપદ્રવ કરે, પ્રજાજનને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ ત્યારે પણ નિર્દીક્ષિણ્ય સાધુઓ નિશ્ચિત્ત થઈને ભણે છે, કેઈ રાજા મરણ પામે ત્યારે પણ બીજા રાજાને રાજ્યને અભિષેક ન થાય ત્યાં સુધી અરાજકતાના કારણે અસ્વાધ્યાય જાણુ. ઑછો વગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે પણ ભયથી લેકે આકુળવ્યાકુળ હોય માટે અસ્વાધ્યાય પાળવે. ઉપ૨ કહ્યા તે યુગ્રહાદિના કારણે લોકોમાં ક્ષેભ હોય તે શાન્ત થયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. મરણ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org