________________
સાધુને સંથારા પાથરવાને વિધિ].
૨૮૯ જગ્યા વહેંચી આપે તે સહુએ માયા-મદ છોડીને સ્વીકારી લેવી, કિન્તુ “મારે પવનની જરૂર છે માટે મને અહીં જગ્યા આપે!, અથવા હું મોટો છું માટે મને આ અમુક જગ્યા આપ ઈત્યાદિ માયા-મદ કરવાં નહિ”
અર્થાત્ સ્થવિર વિગેરે વડીલ સાધુએ આપેલી સંથારાની ભૂમિમાંથી યથારત્નાધિક એટલે મેટા–હાનાના કમથી સર્વ સાધુઓએ પહેલાં પિત પિતાની ઉપધિનાં વિટીયાં ઉપાડી લેવાં, જેથી ભૂમિનું માપ સમજી શકાય અને સહેલાઈથી ભૂમિની વહેંચણી કરી શકાય.
તે વહેચેલી ભૂમિમાં દરેક સાધુને સંથારે આ પ્રમાણે ત્રણ હાથ પહેળે થાય, પ્રથમ ઊનને સંથાર (સંથારીયું) અઠાવીશ અંગુલ પહોળે, તે પછી પાત્રો અને સંથારા વચ્ચે વીશ અંગુલ આંતરૂ (ખાલી જગ્યા) અને તે પછી ચોવીશ અંગુલ પહેળા પાદચ્છન (પાથરણ) ઉપર પાત્રો મૂકાય, (એમ ૨૮+૨૦+૨૪=૭૨ આંગળ (ત્રણ હાથ) જગ્યા દરેક સાધુને કાય), અને સાધુને પરસ્પર બે હાથનું આંતરું રહે. અહીં સાધુ એટલે પ્રત્યેક સાધુ માટેની સંથારાની ત્રણ હાથ ભૂમિ સમજવી. અર્થાત્ ત્રણ ત્રણ હાથ વચ્ચે બે બે હાથનું આંતરું રહે. સ્થાપના ૯૦ નીચે ટીપણી પ્રમાણે સમજવી. તે માટે કહ્યું છે કે –
" तम्हा पमाणजुत्ता, एक्केक्कस्स उ तिहत्थसंथारो।
भायणसंथारंतर, जह वीसं अंगुला हुंति ॥" ओघनियुक्ति-२२६॥ ભાવાર્થ–તે માટે વસતિ (મળે ત્યાં સુધી) પ્રમાણે પેત મેળવવી, અને તેમાં એકેક સાધુને ત્રણ હાથ ભૂમિ મળી શકે તે રીતે સંથારો કરે. જેમ કે-ત્રણ હાથે પિકી–સંથારો એક હાથ ચાર આંગળ ભૂમિને રોકે, પાત્રા ચાવીસ આગળ રેકે અને તે બેની વચ્ચે વીસ આગળ આંતરું રહે. રાત્રે પાત્ર પણ પાસે જ મૂકવાનું કારણ કહ્યું છે કે
" मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघणया।
दो हत्था य अबाहा, नियमा साहुस्म साहूओ॥" ओघनियुक्ति-२२७॥ ભાવાર્થ-(પાત્રા નજીકમાં મૂકવાથી રાત્રે) બિલાડા–ઉંદર આદિ પાત્રોને ઉપદ્રવ કરે તે રેકી શકાય, તદ્દન પાસે નહિ મૂકતાં વીસ આંગળ દૂર મૂકવાનું કારણ પણ એ છે કે પાત્રોને જાનુ (ઢીંચણ) વિગેરેની ઠેકર લાગે નહિ. એમ એક સાધુથી બીજા સાધુની (ત્રણ ત્રણ હાથ ભૂમિની વચ્ચે બે હાથ આંતરું અવશ્ય રાખવું.
૧૯૦-આ સ્થાપનાયંત્રની સમજણ એમ છે કે-પહેલાં સંથારાના ૨૮ આંગળ, પછી પાત્રો અને સાધુ આંતરૂ પાડ્યાં આંતરૂં આંતરૂં પાત્રો આંતરું સાધુ
સંથારા વચ્ચે આંતરૂં ૨૦ આંગળ,
પછી પાત્રોની જગ્યા ૨૪ આંગળ, ૨૮ ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૦ ૨૮
એમ એક સાધુની ત્રણ હાથ
જગ્યા થાય તે પછી બીજા સાધુની જગ્યા વચ્ચેનું બેનું ચાવીશ વીશ આંગળનું (બે હાથન) આંતર, તે પછી બીજા સાધુનાં પાત્રોની ભૂમિ ચિવશ આંગળ, પછી તેનાં પાત્રો અને સંથારા વચ્ચેનું અંતરૂં ૨૦ આંગળ, અને છેલ્લે સંથારાના ૨૮ આંગળ, એમ બે સાધુના સંથારાનું પ્રમાણ જાણવું. તે પછી પુનઃ બે હાથ આંતરૂં છેડીને બીજા સાધુની જગ્યા જાણવી, આ સ્થાપનાયંત્ર છાપેલી પ્રતમાં અશુદ્ધ જણાય છે, તેથી હસ્તલિખિત પ્રતમાં છે તે પ્રમાણે લીધું છે, સ્થાપનામાં–આવી લીટી છે તે પુરેલી અને મીઠું ૧ છે તે ખાલી ભૂમિ સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org