________________
૨૮૮
| દૂધ સં૦ ભાગ ૨ વિ. ૩-ગાહ ૯૯ " सज्झायझाणगुरुजण-गिलाणविस्सामणाइकज्जेहिं ।
जामंमि वइक्कते, वंदिअ पेहंति मुहपोत्तिं ॥३५४॥ पढममि खमासमणे, राइअसंथारसंदिसावणयं ।
પમiત્તિ પુળો વિષ, વાસંથારા કામો રૂા” (યતિદિનચર્યા) ભાવાર્થ–સ્વાધ્યાય, ધ્યાન, તથા ગુરૂ વિગેરે વડીલે, બીમાર, કે પ્રાપૂર્ણક સાધુઓની વિશ્રામણ, ઈત્યાદિ કરતાં જ્યારે એક પ્રહર પૂર્ણ થાય ત્યારે (પિરિસી ભણાવે, તેમાં) વાંદીને એટલે ખમાસમણ દઈને (આદેશ માગીને) મુહપત્તિ પડિલેહે (૩૫૪), તે પછી પહેલા ખમાસમણમાં રાઈસંથારાને સંદિસાવે, અર્થાત્ ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈસંથાર સંદિસામિ?” એમ અનુમતિ માગવી, પુનઃ બીજું ખમાસમણ દઈ “ઇચ્છા સંદિ. ભગ, રાઈસંથારે કામિ?’ એમ કહે. (તે પછી “ચઉકસાય” ઈત્યાદિ ચિત્યવન્દન કરીને મુહપત્તિ પડિલેહે, એમ પણ સમજવું.) (૩૫૫)
સંથારે પ્રત્યેક સાધુને પહોળાઈમાં ત્રણ હાથ પ્રમાણ કરવો એ માપ કહ્યું છે તે પ્રમાણયુક્ત વસતિને આશ્રીને સમજવું. કારણ કે વસતિ કઈ સ્થળે પહેલી (મેટી), ક્વચિત સાંકડી (ન્હાની) અને કોઈ સ્થળે પ્રમાણપત (દરેક સાધુને ત્રણ ત્રણ હાથ જગ્યા મળી શકે તેવી) એમ ત્રણ પ્રકારની સમ્ભવે, તેમાં પણ આચાર્યને પવન વિનાની, વધુ પવનવાળી અને મિશ્ર (મધ્યમ પવનવાળી), એમ ત્રણ પૈકી ઈષ્ટ ભૂમિમાં સંથારો કરવાની છૂટ છે, બાકીના સાધુઓ માટે ત્રણ પૈકી કોઈ એક જ પ્રકારની જગ્યાએ સંથારે કરવાને વિધિ છે. તેમાં વસતિ પહાળી (મોટી)હોય તે ચેર વિગેરે આવી ન જાય એ કારણે બધા સાધુઓ સમગ્ર ભૂમિમાં વેરેલાં પુષ્પોની જેમ મકાનમાં છૂટા છૂટા સુવે, સાંકડી હોય તે પાત્રો વચ્ચે મૂકી તેની બાજુમાં ૧૮માંડલીબદ્ધ (ચારે બાજુ) સુવે અને પ્રમાણે પેત હોય તે પંક્તિબદ્ધ સુવે. કહ્યું છે કે
" संथारगभूमितिगं, आयरियाणं तु सेसगाणेगा।
रुंदाए पुप्फइन्ना, मंडलिआ आवली इअरे ॥२०२॥" (ओपनियुक्ति) ભાવાર્થ–આચાર્યને નિર્વાત વિગેરે સંથારાની ત્રણ ભૂમિઓ અને અન્ય સાધુઓને કેઈ એક જ હોય છે. વસતિ મોટી હોય તે વેરેલાં પુષ્પોની જેમ, ન્હાની હોય તે માંડલીબદ્ધ અને પ્રમાણપત હોય તે સાધુઓ શ્રેણિબદ્ધ સંથારા કરે. તેમાં ન્હાની અને પ્રમાણોપેત (મધ્યમ) વસતિમાં સંથારાદિને વિધિ કહે છે કે
“કંથારng, વિવેવ તુ વયવં
संथारो घेत्तव्यो, मायामयविप्पमुक्केणं ॥२०५" (ओघनियुक्ति) ભાવાર્થ-“સંથારાની જગ્યા વહેંચતાં પહેલાં સહુએ પિતપોતાનાં ઉપાધિનાં વિંટીયાં ઉપાડી લેવાં, કે જેથી વડીલને જગ્યા વહેંચી આપવામાં સહેલાઈ થાય. તે પછી વડીલ જે
૧૮૯–અહીં છાપેલી પ્રતમાં મugયા: પાઠ છે, પણ ધર્મ સંગ્રહની લખેલી અને એઘિનિયુક્તિની છાપેલી પ્રતમાં “મugયા' પાઠ છે, તે શુદ્ધ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org