________________
પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ]
૨૪૭ એટલે “દિવસે લાવેલું દિવસે વાપરવું ઈત્યાદિ પ્રકારો પૈકી કઈ દુષિત પ્રકારથી માત્ર આહાર કરવા રૂપ પણ જે રાત્રી ભોજન, તેનાથી અટકવું (તેને છઠું વ્રત કહેલું છે).
એ રીતે નામથી કહીને હવે તેના સ્વરૂપ સાથે પહેલા વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે કે
" तत्थ खलु पढमे भंते! महन्बए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पच्चक्वामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा णेव सयं पाणे अइवाए(इ)ज्जा, णेवण्णेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अण्णे ण समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं-मणेणं वायाए काएणं, ण करेमिण कारवेमि करतं पि अण्णं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि"
વ્યાખ્યા-તત્ર-તે મહાવ્રતના ઉચ્ચારણમાં, વહુ નિશ્ચયથી, મન્ત-હે ભગવંત! એમ અહીં ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરતાં પૂજ્ય ગુરૂને સંબેધન માટે મને ! પદ સમજવું. પ્રથમે માત્ર પ્રાણાતિપાતદિરમાં પહેલા મહાવ્રતમાં જીવહિંસાથી અટકવું, અહીં “અટકવું એટલે સર્વથા હિંસાનો ત્યાગ કરે, એમ સર્વ તેમાં સર્વથા અટકવાનું સમજવું. અહીં કોઈ આચાર્યો સપ્તમી વિભક્તિના સ્થાને પ્રથમ કરીને પ્રથમ મત્રિત કહે છે, એમ સઘળા વ્રતમાં પણ પહેલી વિભક્તિ કહે છે. સર્વ મન્ત! કાતિપાત પ્રત્યાહ્યામિ હે ભગવંત! પ્રાણાતિપાતને સર્વથા હું તનું છું. હવે અહીં કહ્યું કે “સર્વથા પ્રાણાતિપાતને તજું તેને જ વિશેષરૂપમાં કહે છે કે તે સુદુi વા ઈત્યાદિ, તેમાં તે શબ્દ તે વ્રતને જણાવનારે છે, અર્થાત્ “તે આ પ્રમાણે” એમ જણાવવા માટે છે, તૂમ વા=પાંચે ઈન્દ્રિઓથી જાણું–જોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી સમજીજાણી શકાય તેવા જીવને, વાહ વા=ઈન્દ્રિયથી જાણી-જોઈ શકાય તેવાને, ત્રણં વા=અગ્નિકાય અને વાયુકાય એ બે (ગતિત્રસ) તથા બેઈન્દ્રિયથી પચ્ચેન્દ્રિય સુધીના કેઈ પણ જીવને, જીવ વા=પૃથ્વી-પાણી અને વનસ્પતિ રૂપ ત્રણ એકન્દ્રિયોને, અહીં વા પદો પરસ્પર એક બીજાના સમુચ્ચય માટે છે. નૈવ સ્વયે પ્રાન્ રિપતયામિ હું સ્વયં (એ ઉપર કહ્યા તે) જીવને હણું નહિ, નૈવઃિ પ્રાધાન્ પિતામિ બીજાઓ દ્વારા એ અને હણાવું નહિ અને પ્રાણાતિપસયતોડવાન્ન મનુજ્ઞાનામિ એ જીવોને હણતા બીજાઓને હું સારા જાણું નહિ; (અનુમોદના કરૂં નહિ; કયાં સુધી ? જ્ઞાનીવા ઈત્યાદિ ચાવMીવં=જીવું ત્યાં સુધી, ત્રિવિયંત્રણ પ્રકારની (કરવા કરાવવા અનુમેદવારૂપ) હિંસાને, ત્રિવિધેન-ત્રણ કારણથી(મનવચન-કાયાથી) તજું છું,
એમ સંબન્ધ સમજવો. એ જ જણાવતાં કહે છે કે મનસા વારા જાન વનિ વારમાં કુત્તમ ન સમજુત્તાનામિ=મન-વચન-કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને બીજે કરે તે તેને અનુમતિ આપું (અનુમોદના કરું) નહિ. તસ તે ત્રિકાળભાવિની હિંસા પૈકી ભૂતકાળની હિંસાનું મન હે ભગવન્ત પ્રતિત્રમામિ હું પ્રતિક્રમણ કરું છું-મિથ્યાદુષ્કત આપું છું, નિનામ આત્મસાક્ષીએ જુગુપ્સા (નિન્દા) કરૂં છું, અને મિ=પસાક્ષીએ જુગુપ્સા કરું છું, એ નિન્દા વિગેરે કોની ? તે કહે છે કે ગર્ભ હિંસા કરનારા મારા આત્માને (ભૂતકાલીન મારા આત્મપર્યાયને) કે જે પ્રશંસા કરવા ચોગ્ય નથી તેને શુસૃજ્ઞાનિસર્વથા તેજું છું વળી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ભેદે પ્રાણાતિપાતનું (હિંસાનું) પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org