________________
પિષણામાં અસંસૃષ્ટાદિ આઠ પ્રકારે]
૧૭ હાથે એકેક સૂકાયેલા ભાગની વૃદ્ધિથી પૂર્વાનુપૂર્વીએ, અથવા એકેક સૂકાએલા ભાગની હાનિથી પશ્ચાનુપૂવએ ગ્રહણ કરવું. આ એકેક ભાગની (હાનિ) વૃદ્ધિ સ્ત્રી, પુરૂષ અને નપુસકના હાથના નીચા, ઉંચા અને ઉંચા-નીચા ભાગેને આશ્રીને કરવી. તે આ રીતે–આંગળીઓનાં પર્વોની વચ્ચેની ત્રણ રેખાઓ તે નીચે ભાગ, આંગળીઓનાં પર્વો (વેઢાઓ) તે ઉંચે ભાગ અને હથેળીને નીચોઉચ (મધ્યમ) ભાગ સમજ. તેમાં ત્રણ પર્વો, ત્રણ તેની ઉપર નીચેની રેખાઓ અને એક હથેળી મળી કુલ સાત ભાગ કલ્પવા. જેટલા સમયમાં ઉંચે ભાગ (પ) સૂકાય તેટલામાં મધ્યમ ભાગ (હથેળી) કંઇક ભીને અને નીચેભાગ (પ) તેથી વિશેષ ભીનાં હોય, એ રીતે એક એક સૂકા ભાગની વૃદ્ધિ કરતાં જે ઋતુમાં જેના હાથે આહારાદિ વહેરી શકાય તે કહીએ છીએ.
યુવતિ સ્ત્રીના હાથનો ઉંચો એક ભાગ (એક પર્વ) સૂકાય ત્યારે ઉsણુકાળે તેના હાથે વહોરાય. કારણ કે સ્ત્રીના હાથની ઉણુતા અને કાળ પણ ઉણુ હોવાથી જેટલામાં ઉંચે એકભાગ (પર્વ) સૂકાય તેટલામાં બાકીના બે (ઉંચા, એક મધ્યમ અને ત્રણ નીચા) ભાગો ભીના છતાં ઉણુતાથી અચિત્ત થએલા હેય. હેમન્ત (શીત) ઋતુમાં યુવતી સ્ત્રીના બે સાતી એટલે (૫૩૫) બે ઉંચા ભાગે સૂકાય ત્યારે અને વર્ષાઋતુમાં ત્રણ સાતી આ ઉંચા ભાગો (ત્રણ) સૂકાય ત્યારે તેના હાથે ભિક્ષા લેવાય. મધ્યમ વયવાળી (પ્રૌઢ) સ્ત્રીના હાથે ઉણકાળમાં બે ઉંચા ભાગે, શીતકાળમાં ત્રણ ઉંચા ભાગો અને વર્ષાકાળમાં ચાર સાતીયા (ત્રણ પર્વો અને હથેળી) સૂકાય ત્યારે ભિક્ષાદિ લઈ શકાય. એમ વૃદ્ધા સ્ત્રીના ઉષ્ણકાળમાં ત્રણ ઉંચા (પ), શીતકાળમાં ત્રણ ઉંચા અને એક મધ્યમ (હથેળી) મળી ચાર ભાગ અને વર્ષાકાળમાં એક નીચા ભાગ (પર્વરેખા) સહિત કુલ પાંચ ભાગે સૂકાય ત્યારે બાકીના ભીના પણ ભાગ અચિત્ત થાય માટે વહેરી શકાય.
એ ક્રમે સામાન્યતયા ત્રણ પ્રકારના પુરૂષની અપેક્ષાએ બે ભાગથી માંડીને છ ભાગે સૂકાય ત્યારે વહેરી શકાય. જેમકે-યુવાનના હાથે ઉણકાળમાં તેના હાથના બે ઉંચા ભાગો (બે પ), શીતકાળમાં ત્રણ ઉંચા ભાગે (ત્રણ પર્વો) અને વર્ષોમાં ચાર સાતીયા ભાગ (ત્રણ પર્વો અને હથેળી) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય, મધ્યમ વયવાળા પુરૂષના ઉણકાળમાં ત્રણ ભાગો (પ), શીતકાળમાં ચાર ભાગો (ત્રણ પર્વો સાથે હથેલી), અને વર્ષામાં પાંચ ભાગો (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વ રેખા) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય, અને વૃદ્ધપુરૂષના હાથે ઉણકાળે ચારભાગો (ત્રણ અને હથેળી), શીતકાળે પાંચ ભાગો (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વરેખા),તથા વર્ષોમાં છભાગો(ત્રણ પર્વો હથેળી અને બેપર્વ રેખાઓ)સૂકાય ત્યારે ભિક્ષા લઈ શકાય.
- નપુસકના ત્રણ પ્રકારની અપેક્ષાએ ત્રણ ભાગથી આરમ્ભને સાત ભાગો સૂકાય ત્યારે વહોરી શકાય. જેમકે-યુવાન નપુસકના હાથના ઉણકાળમાં ત્રણ સાતીયા ભાગ (પ), શીતકાળે ચારભાગ (ત્રણ પર્વો તથા હથેળી) અને વર્ષાકાળે પાંચ ભાગે (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વરેખા) સૂકાય ત્યારે વહેરી શકાય. મધ્યમવયના નપુસકના હાથના ઉષ્ણકાળમાં ચાર ભાગ (ત્રણ પર્વો અને હથેળી), શીત કાળે પાંચ ભાગો (૩ પર્વો, હથેળી અને ૧ પર્વરેખા) અને વર્ષોમાં છભાગે (૩ પર્વો, હથેળી અને બે પર્વરેખાઓ) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય અને વૃદ્ધનપુસકના હાથે ઉષ્ણકાળમાં તેને હાથને પાંચ સાતીયા ભાગ (ત્રણ પર્વો, હથેળી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org