________________
२०१
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ दिट्ठीविपरिआसिआए मणविपरिआसिआए पाणभोअणविपरिआसिआए जो मे देवसिओ શરૂઝા વાળો ત મિચ્છામિ સુરીલું '”
વ્યાખ્યા-રૂછામિ તિમિતુ=પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું, પ્રતિકમણને અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે કરે, હવે કોનું પ્રતિકમણ? તે કહે છે કે કમરચા=પ્રકામશષ્યા કરવાથી લાગેલા દિવસ સંબન્ધી અતિચારોનું, અહીં પણ ક્રિયાકાળ સમજ, અર્થાત્ તે તે સમયે
પ્રકામશયા (વિગેરે અહીં જે જે કહીશું તે તે) કરવાથી લાગેલા અતિચારનું વર્તમાનમાં મારે મિચ્છામિ દુક્કડં” થાઓઆ “મિચ્છામિ દુક્કડ’ પાઠ સમાપ્તિકાળ (વર્તમાનકાળ) વાચક જાણો. એ રીતે પછીનાં પદોમાં પણ ક્રિયાકાળ અને સમાપ્તિકાળને વિવેક સ્વયં સમજી લે. હવે પ્રકામશાને અર્થે કહે છે કે-“શયન કરવું તે શય્યા” અને “પ્રકામ’=અતિશય-ચારે પ્રહર સુધી સુઈ રહેવું તે પ્રકામશય્યા એ એક અર્થ, બીજો અર્થ જેમાં શયન કરાય તે “સંથાવિગેરે શય્યા તે પ્રકામા=સંથારા ઉત્તરપટ્ટાથી અધિક ઉપકરણવાળી હોય તે પ્રકામ શય્યા અથવા કપડાની અપેક્ષાએ ત્રણથી વધારે કપડા(તાત્પર્ય કે જિનાજ્ઞાથી વિરૂદ્ધ વધારે વાર શયન કરવું કે વધારે ઉપકરણો)વાપરવાં તે પ્રકામશધ્યા કહેવાય, આમાંની કોઈપણ પ્રકામશચ્યા કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરવા ઇચ્છું છું, એમ અર્થને સંબન્ધ છે. આ પ્રકામશયાથી સ્વાધ્યાયમાં હાનિ થાય તે અહીં અતિચાર સમજે. હવે “નિવામા =ઉપર્યુક્ત પ્રકાશચ્યા પ્રતિદિન કરવી તે નિકામશા, તેનાથી પણ સ્વાધ્યાય હાનિરૂપ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, “સંજ્ઞા વર્તનયા(તયા)=સંથારામાં ઉદ્દવર્તન=પાસું બદલી બીજા પડખે શયન કરવાથી અને પરિવર્તનયા(તા)= પુનઃ તે જ પડખે શયન કરવાથી–પુનઃ પડખું બદલવાથી, (અહીં પાઠાન્તરે “તા' પ્રત્યય છે તે સ્વાર્થમાં કરેલો છે, આગળ પણ જ્યાં જ્યાં એ પ્રત્યય છે ત્યાં સ્વાર્થમાં સમજવો) આ ઉદ્દવર્તનપરિવર્તન કરતાં (પડખું બદલતાં) સંથારે અને શરીર નહિ પ્રમાર્જ વારૂપ અતિચાર સમજે. બાઘુગ્વનયા(તથા)=પગ વિગેરે શારીરિક અવયવોને સંકોચવાથી અને પ્રસાર થા(ત)=સંકોચેલાને પહોળા-લાંબા કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, અહીં કુકડીની જેમ પગને ઊંચે અવકાશમાં લાંબા કરતાં કે સંકોચતાં પ્રમાર્જન નહિ કરવારૂપ અતિચાર સમજો. પીસંપથા(તા)=જૂઓનું અવિધિએ સંઘદૃણસ્પર્શ કરવાથી, દૂષિતઃખાંસી આવવાથી (મુખ આગળ મુહપત્તિ કે હાથ નહિ રાખવાથી), ચિત્તે વસતિમાં (ઉપાશ્રયમાં) “ખાડા ટેકરા કે શરદીગરમી છે” વિગેરે અરૂચિથી બલવું તે “કર્ક રાયિત કહેવાય, એવી મકાન પ્રત્યેની નારાજ આર્તધ્યાનરૂપ હેવાથી તે અતિચાર છે, તે સ્મિતે છીંક કે બગાસું આવવાથી (મુખ આગળ મુહપત્તિ કે હાથ નહિ રાખવાથી) આમળ= લેતાં મૂકતાં પ્રમાર્યા વિના) વસ્તુને સ્પર્શ કરવાથી, અને સરનામ=પૃથ્વી આદિ રજવાળી (સચિત્ત) વસ્તુને સ્પર્શ કરવાથી, એમ જે જે કારણેથી અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અર્થને સંબન્ધ સમજ.
આ જાગ્રત અવસ્થામાં સંભવિત અતિચારો કહ્યા, હવે નિદ્રા વખતે સંભવિત અતિચારોને કહે છે કે-અઢાયા–વનિમિત્તાત્રઉંઘમાં આકુળ-વ્યાકુળતાથી આવેલા સ્વપ્નને યોગે લાગેલા અતિચાર, અર્થાત્ નિદ્રામાં વિષયની આકુલતાથી સ્ત્રી-પુરૂષ આદિના ભેગ, વિવાહ, કે કેઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org