________________
વિકલ્પીની ઉપધિનું પ્રયોજન, માપ અને પ્રમાણ
"आयरिए य गिलाणे, पाहुणए दुल्लहे सहसदाणे । संसत्तभत्तपाणे. मत्तगपरिभोगणुन्नाओ ॥७१६॥ एक्कंमि उ पाउग्गं, गुरुणो बितिओग्गहे अ पडिकुठं । गिण्हइ संघाडेगो, धुवलंभे सेस उभयं पि ॥७१७॥ असई लाभे पुण मत्तएसु सव्वे गुरूण गेण्हंति ।
एसेव कमो नियमा, गिलाणसेहाइएसुं पि ॥७१८॥" (ओघनियुक्ति) વ્યાખ્યા-જ્યાં “ગુરૂગલાન–પ્રાપૂર્ણક વિગેરેને એગ્ય અશનાદિ વસ્તુ અવશ્ય મળે તેમ હોય ત્યાં એક જ સંઘાટક તેઓને વસ્તુઓ માત્રકમાં વહારે, સર્વે નહિ. વળી ઘી વિગેરે દુર્લભ વસ્તુ મળે તે તે લેવા, કેઈ ગૃહસ્થ સહસા ઘણું દાન આપે છે તે લેવા, કે કઈ કાળે કઈ ક્ષેત્રમાં ક્ષેત્રસ્વભાવે જ વસ્તુ જીવસંસક્ત મળે તેમ હોય તે તેને પ્રથમ માત્રકમાં લઈ શુદ્ધ કરીને બીજા પાત્રમાં નાખવી પડે ત્યારે, એમ) જીવસંસક્ત વસ્તુ લેવામાં પણ પાત્રને ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. (૭૧૬). ગુર્નાદિ પ્રાગ્ય વસ્તુ લેવાની વિધિ કહે છે કે એક પાત્રમાં ગુર્નાદિને ચગ્ય (વિશિષ્ટ) અને બીજામાં પ્રતિકુષ્ટ એટલે જીવસંસક્ત વિગેરે પ્રતિષિદ્ધ, અથવા કાંજી વિગેરે ગુર્નાદિને નિરૂપયેગી (તુચ્છ) વસ્તુઓ લેવી, એમ ગુર્નાદિને પ્રાયોગ્ય વિશિષ્ટ વસ્તુ અવશ્ય મળવાને સમ્ભવ હોય ત્યાં એક સંઘાટક બે પાત્રોમાં ભિન્ન ભિન્ન વસ્તુઓ વહોરે અને બીજા એક પાત્રમાં પોતાને માટે આહાર અને બીજામાં પાણી એમ બે ભિન્ન વહોરે. (૭૧૭) પણ જ્યાં ગુર્નાદિને ગ્ય વસ્તુ દુર્લભ હોય ત્યાં તો સર્વ સંઘાટક માત્રકમાં ગુર્નાદિકને એગ્ય જુદું વહેરે અને બીજા પાત્રમાં પોતાને ચગ્ય વહોરે, ન માલુમ ગુર્નાદિ માટે વહોરેલું તેઓને અનુકૂળ રહેશે કે નહિ? માટે જુદું વહોરે. એ જ ક્રમ પ્લાન, નવદીક્ષિત આદિને ઉપયોગી વસ્તુ માટે પણ સમજ. માત્રકનું બીજું પ્રમાણ કહ્યું છે કે–
“સુદાસ મરિયું, કુવાડવા માગો સાદૂ.
भुंजइ एगट्ठाणे, एयं किर मत्तयपमाणं ॥७१४॥" (ओघनियुक्ति) ભાવાર્થ–સૂપ–દન (દાળ-ભાત)થી ભરેલું માત્રક લઈને બે ગાઉને પલ્થ કાપીને આવેલો સાધુ એક સ્થળે બેસીને વાપરી શકે તેટલું અશન લઈ શકાય તેટલું માત્રકનું બીજું પ્રમાણ જાણવું.(અર્થાત્ ગોચરી ઉપાડીને બે ગાઉ ચાલેલો-થાકેલે સાધુ જેટલું વાપરી શકે, તેટલું જેમાં સમાય તેવડું માત્રકનું બીજું પ્રમાણ જાણવું.) ૧૪-ચોલપટ્ટી=(અધોવસ્ત્ર) તેનું પ્રમાણ કહ્યું છે કે
“હુાળો વાળો વા, ટૂથો વાંસ ચોસ્ટ ૪ (૩)
थेर जुवाणाणट्ठा, सण्हे थूलंमि अ विभासा ॥७२१॥" (ओपनियुक्ति) વ્યાખ્યાબે પડ કે ચાર પડ કરતાં એક હાથ સમરસ થાય તેટલું ચલપટ્ટાનું પ્રમાણ ક્રમશઃ વૃદ્ધ અને યુવાન સાધુ માટે જાણવું. અર્થાત્ વૃદ્ધ માટે બે હાથ લાંબો એક હાથ પહોળો અને યુવાન માટે બે હાથ લાંબા-પહોળે સમજ. પાતળા જાડાની અપેક્ષાએ વૃદ્ધ માટે + ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org