________________
૧૬૮
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ પહોળી સમવસરણ (વ્યાખ્યાન)માં ઉભા રહી માથાથી પગ સુધીના શરીરને આચ્છાદન માટે સુંવાળા સ્પર્શ વાળી સાધ્વીને હોય છે.
૧૧–સ્કન્ધકરણી-લાંબીપહોળી ચાર હાથ સમચોરસ ઉપર ઓઢેલી સંઘાડી પવનથી ખસી જતાં રક્ષણ માટે ચાર ૫ડ કરીને ખભા ઉપર નાખવાની હોય છે. રૂપવતી સાધ્વીને પિતાનું શરીર બેડેળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોવાથી એને “કુમ્ભકરણું” પણ કહે છે, તેને પીઠના ભાગમાં ખભાની નીચે ડુચો-(વીંટલો) કરીને કે મળવસના કકડાથી ઉત્કંક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને રાખવાથી શરીર ખુંધાની જેમ બેડોળ દેખાય. કહ્યું છે કે
"खंधकरणी उ चउहत्थ-वित्थडा वायविहुयरक्वट्ठा।
खुज्जकरणी उ कीरइ, रूववईणं कुडहहेऊ ॥५३९॥" (प्रवचनसारो०) ભાવાર્થ–સ્કન્ધકરણ ચાર હાથ લાંબી) પહોળી (ચાર-આઠ ૫ડ કરીને) પવનથી ઉડતા કપડાની રક્ષા માટે ખભે રાખવામાં આવે છે તે રૂપવતીસાવીને ખભા નીચે પીઠના ભાગમાં વિરૂપ કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાથી “કુમ્ભકરણી પણ કહેવાય છે.
એસ ચૌદ અને અગીયાર મળી પચીસ પ્રકારે સાધ્વીઓની ઉપધિના જાણવા, તે પણ પૂર્વે (સાધુને કહ્યા તેમ જઘન્યાદિ ત્રણ પ્રકારે છે, તેમાં મુખ્ય પાત્રક, ત્રણ કપડા, ચાર સંઘાડીઓ મળીને એક, સ્કન્ધકરણ, અન્તર્નિવસની અને બહર્નિવસની, એ આઠ ઉત્કૃષ્ટ પાત્રબન્ધ ઝેળી), પડલા, રજસાણ, રજોહરણ, માત્રક, અવગ્રહાનન્તક, પાટે, અરૂક, ચલની, કમ્બુક, ઉત્કક્ષિકા, વૈકલિકા અને કમઢક, એ તેર મધ્યમ અને પાત્રસ્થાપન (નીચેને ગુચ્છ), પાત્રકેસરિકા, ઉપર ગુચ્છ અને મુહપત્તી, એ ચાર પ્રકારે જઘન્ય સમજવા. ઉપધિમાં આ ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય પ્રકારે જણાવ્યા તે પ્રાયશ્ચિત્ત વિગેરેમાં વિભાગ કરવા માટે ઉપયોગી છે.
એ રીતે “ગણના પ્રમાણ કહ્યું, હવે સર્વનું પ્રમાણ પ્રમાણ (માપ) કહીએ છીએ. તેમાં–
૧-પાત્રનું પ્રમાણપત્રની પરિધિ ત્રણત અને ચાર આંગળ થાય તેટલું (એક વેંત પહોળું) હોય તે મધ્યમ, તેથી ઓછું જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. કહ્યું છે કે
"तिणि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं ।
___ एत्तो हीण जहन्नं, अइरेगयरं तु उक्कोस ॥५०॥" (प्रवचनसारो०) ભાવાર્થ–ત્રણ વેંત અને ચાર અશુલનું (પરિધિ)માન થાય તે પાત્રનું માધ્યમ પ્રમાણ, એથી ઓછું હોય તે જઘન્ય અને અધિક હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું.
બીજાં (ઓઘનિટ વિગેરે)શામાં બીજી રીતે સાધુને સ્વ-સ્વ આહારને અનુસારે પણ પાત્રનું બીજું પ્રમાણ કહેલું છે. એ રીતે સર્વ સાધુઓને પ્રમાણે પેત જ પાત્ર હોય છે, પણ વૈયાવચકાર હોય તેને તે ગુરૂએ આપેલું તેનું પિતાનું કે નન્દીપાત્ર તરીકે મોટું હોય, તે ઔધિકમાં નહિ પણ ઔપગ્રહિક ઉપધિમાં સમજવું. કહ્યું છે કે –
"वेयावञ्चकरो वा, गंदीभाणं धरे उवग्गहिरं। सो खलु तस्स विसेसो, पमाणजुत्तं तु सेसाणं ॥३२१॥" (ओघनि० भाष्य)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org