________________
સાધુતાના શુદ્ધ આનનું સ્વરૂ૫]. નથી, કારણ કે–સાધુને એ કષ્ટ આત્માની અતિઉત્તિરૂપ મોટાલાભને કરનારાં હોવાથી તેનાથી પ્રગટતા શુભ અધ્યવસાયરૂપ આનન્દના બળે તેઓને લેશને લેશ પણ હોતો નથી,° ઉલટું એ કષ્ટકારકક્રિયાઓ કરતાં તેઓ આનન્દ અનુભવે છે. એથી વિપરિત ગૃહસ્થ તે “અરે ! આ વિષમ કાર્ય ક્યારે–શી રીતે સિદ્ધ થશે ? અથવા આ કાળ કે ખરાબ આવ્યો? કિં વા રાજા-ચાર વિગેરેથી આ ધન ધાન્યાદિનું રક્ષણ શી રીતે કરવું” ઈત્યાદિ (અનેકવિધ) ચિન્તાના બેજાથી મુંઝાઈને દુઃખ(સન્તાપ)ને અનુભવે છે, નહિ કે વિષયેથી વિરાગી બનેલા મુનિએ ! કારણ કે તેઓ તે સ્વાનુભવસિદ્ધ એવું સન્તષનું સુખ જ ભોગવે છે, ચિત્તના સન્તોષ માટે એકલી બાદ સંપત્તિ કંઈ ઉપકાર કરી શકતી નથી. એક યોગીએ એક રાજાને કહ્યું કે-“હે રાજન! અમે વલ્કલના (ઝાડની છાલના) વસ્ત્રોમાં અને તું રેશમી પિશામાં સતુષ્ટ છે, એમ સન્તોષ આપણા બેને સમાન હોવાથી હારે ને અમારે ભેદ બીચારે અભેદ સ્વરૂપ બની ગયું છે. (અર્થાત્ અમે દરિદ્ર નથી.) દરિદ્ર તે તેને કહેવાય કે જેની તૃષ્ણ વિશાળ છે, મનમાં સન્તષ થયા પછી ધનિક કેણુ? અને દરિદ્ર કોણ?”
વળી “ઈચ્છિત પદાર્થો ન મળવાથી સાધુઓ દુઃખી છે એમ કહેવું પણ બેટું છે, કારણ કે (વસ્તુતઃ ઈચ્છાથી જ દુ:ખ છે, ઈષ્ટપ્રાપ્તિથી થતું ઈચ્છાની પૂતિનું સુખ “આભાસ માત્ર છે–સાચું સુખ તે અનિચ્છામાં રહેલું છે) “ઈચ્છાને નાશ થવો એ જ સાધુઓના ચારિત્રના પ્રકર્ષનું (વિશુદ્ધિનું) ફળ છે, જો કે–આ ઈન સર્વથા નાશ સર્વજ્ઞને (વીતરાગને) જ હોય છે એ સત્ય છે, અમે પણ કંઈ એમ નથી કહેતા કે “દીક્ષાને સ્વીકાર કરતાં મુનિને ઈચ્છા નાશ પામે છે તે સમયે તે મુનિને પણ ઈચ્છા હોય છે, પણ તે મુક્તિની હોય છે. તે ઈચ્છા (બીજી જડ ઈરછાઓની નાશક) પ્રશસ્ત હોવાથી દુષ્ટ નથી. વસ્તુતઃ પ્રારશ્મિક માત્ર “સામાયિક ચારિત્રવાળા સાધુને કરણીય અનુષ્ઠાનનું આસેવન કરતાં વધતી વધતી તે મુક્તિની ઈચ્છા જ આખરે સર્વ ઈચ્છાઓને નાશ કરે છે. જો કે વિષયતૃષ્ણાના વિરાગરૂપ પ્રારશ્મિક વૈરાગ્ય મુક્તિની ઈચ્છાને રોકી શકતા નથી, પણ એ વૈરાગ્યથી આત્મશુદ્ધિને પરિપાક (વૃદ્ધ) થતાં જે ઉત્તરોત્તર વૈરાગ્ય પ્રગટે છે તેમાં છેલ્લો સર્વથા અનિચ્છારૂપ હોય છે. એ જ વાત પતન્જલોગસૂત્રમાં ગાચાર્ય મહાત્મા પતન્જલી પણ કહે છે કે “તાં પુર્ઘતેવૈ7:0થતિ” (Ti૦ ૨–૨૦) અર્થાત તે મુક્તિની ઈચ્છાના બળે પછી પુરૂષ(આત્મા)ને સાક્ષાત્કાર થવાથી (રાજસ્ વિગેરે) ગુણોની વિતૃષ્ણ પ્રગટે છે, અર્થાત્ કોઈ તૃણા-ઈચ્છા રહેતી નથી. (કારણ કે ઈચ્છાનું મૂળ “રાજસે
- ૫૦-ફ્લેશને અનુભવ નિષ્ફળ ક્રિયામાં સમ્ભવે છે, જે ક્રિયાનું ફળ મળવાની સમ્ભાવના હોય છે તે ક્રિયાના કરનારને દુ:ખ થતું નથી, એ કારણે તો ધનને અર્થી મજુરી પણ કરે છે. બીજી વાત-કલેશ અજ્ઞાનજન્ય છે, જીવ જ્યારે આત્મજ્ઞાની બને છે ત્યારે તેને પોતાની સ્થિતિના મૂળ કારણો અને ઉપકારકતાને સાચે ખ્યાલ આવે છે, તેથી એમાં સમભાવને કેળવી તે પિતાનાં અશુભકર્મોની નિર્જરા કે શુભકર્મોનું ઉપાર્જન કરવાદ્વારા આત્મશુદ્ધિ સાથે છે. અજ્ઞાનીને તે સુખનાં અને દુ:ખનાં બને નિમિત્તે કલેશનું કારણ બને છે. જગતમાં આ પરિસ્થિતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય મનુષ્યો એવા છે કે વિપુલ ભેગસામગ્રી મળવા છતાં રાત-દિવસ આધ્યાનમાં સડે છે અને એવા પણ સન્ત છે કે જેઓ ભાગસામગ્રી વિના પણ આત્માનન્દને અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org