________________
[ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૯૧ દિમુપુત્તિ પરિમિ’ એમ કહી આદેશ મેળવીને મુખવારિકાનું પડિલેહણ કરે. તે પછી એક ખમાસમણથી ઉપધિને સંદિસાવીને બીજા ખમાસમણથી ઉપધિને પડિલેહવાનો આદેશ માગીને શેષ ઉપધિ (વ)નું પ્રતિલેખન કરે. તેમાં પહેલો ઊનને કપડા (કામળી), પછી સુતરાઉ બે કપડા, તે પછી સંથારીયું, અને પછી ઉત્તરપટ્ટો, એમ સૂર્યોદય પહેલાની પ્રતિલેખનાને ક્રમ કહ્યો. તે વાત યતિદિનચર્યામાં રહરણના પડિલેહણ પછીના પ્રસધ્ધે કહી છે કે
“अह लहुवंदणजुयं, काउं निम्मवइ अंगपडिलेहं । ठवणायरिअं तत्तो, पडिलेहइ ठवइ ठाणंमि ॥८२॥ मुहणंतगपडिलेहा, पुब्बि दो चेव थोभवंदणए ।।
काऊण संदिसावइ, उवहिं पडिलेहए तत्तो ॥८३॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-“તે પછી બે લધુવન્દન (ખમા ) દઈને અડ્ઝનું પડિલેહણ કરે, પછી સ્થાપનાચાર્યનું પ્રતિલેખન કરીને તેને યોગ્ય સ્થાને પધરાવીને ઉપાધિમુહપત્તિનું પ્રતિલેખન કરે, બે
ભવન્દન (ખમાસમણ) આપીને ઉપધિને સંદિસાવી તે પછી ઉપધિનું પ્રતિલેખન કરે. (૮૨) ઉપધિની પ્રતિલેખનામાં પ્રથમ વસ્ત્રાદિ ઉપકરણોને લેવાનું સ્થળ એટલે પકડવાનો છેડો વિગેરે, તેને મૂકવાનું સ્થળ અને એકથી બીજે સ્થાને ફેરવવું હોય ત્યારે તે પણ સ્થળ દૃષ્ટિથી જેવું અને રજોહરણાદિથી પ્રાજવું જોઈએ.” (૮૩) એ વાત ઘનિર્યુક્તિ ભાષ્યમાં પણ કહી છે કે – __“ उवगरणाईयाणं, गहणे निक्खेवणे य संकमणे ।
નિરિવરવપમન્ના, વાજં રિા ૩ ” ગોપનિ. માથ-૨૫૭) ભાવાર્થ-ઉપકરણાદિને લવામાં, મૂકવામાં, અને એકથી બીજા સ્થાને ફેરવવામાં, તે તે સ્થાનને (દષ્ટિથી) જોઈને-પ્રમાઈને ઉપધિનું પડિલેહણ કરવું
અહીં મૂળ શ્લોકમાં “સમ્યફ પદ કહીને વસ્ત્રના પ્રતિલેખનને સકળ વિધિ સૂચવ્યો છે, તે વિધિ ઘનિયુક્તિ-પચવતુક વિગેરે ગ્રન્થોમાં આ પ્રમાણે કહેલો છે.
“ उडूढं १ थिरं २ अतुरिअं ३, सव्वं ता वत्थ ४ पुवपडिलेहे ।
तो बीयं पष्फोडे, तइअं च पुणो पमज्जे(ज्जि)ज्जा ।।(ओपनि० गा०२६४) વ્યાખ્યા-અહીં ૧-ઊર્ધ્વ શબ્દથી આચાર્યના (ભાષ્યકારના) મતે વસ્ત્ર અને શરીર એનું ઊર્વપણું એમ અર્થ કરવામાં આવશે, પ્રશ્નકાર એ વિષયમાં શું મત છે? તે આગળ કહેવાશે, વસ્ત્રનું ઊર્વ પણું એટલે તે જમીનને ન સ્પશે તેમ ઉંચું પકડીને પ્રતિલેખના કરવી, ૨-૧થી એટલે સ્થિર, અર્થાત્ સારી રીતે (પડી ન જાય તેમ) પકડીને પ્રતિલેખના કરવી, ૩–‘બારિબં એટલે ત્વરા વિના, ધીમે ધીમે પડિલેહણ કરવું, અને ૪–“સવં’ એટલે સર્વ અર્થાત્ સપૂર્ણ. તેમાં પહેલાં દૃષ્ટિથી એક બાજુથી અને સંપૂર્ણ જવું અને પછી પામું ફેરવીને બીજી બાજુથી એમ સપૂર્ણ જેવું, “તો થી પડે એટલે તે પછી બીજીવાર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવું.” અર્થાત્ છ પુરિ કરવાં, (બે છેડેથી ત્રણ ત્રણ વાર નચાવવું) “તગં = પુળો મિનિજ્ઞા એટલે ત્રીજી વખતે વસ્ત્રમાંથી હાથ ઉપર પડ્યા હોય તે જીવનું તે વસ્ત્રથી જ પ્રમાર્જન કરવું. હવે આ ગાથાની ભાષ્યકારે કરેલી વ્યાખ્યા જણાવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org