________________
પ્રાતઃ પ્રતિલેખના પછી સ્વાધ્યાયને વિધિ અને બે પિરિસીનું સ્વરૂ૫]
અસ્વાધ્યાયને અગે વિધિ આ પ્રમાણે છે–વસતિથી સે હાથ સુધીનું ક્ષેત્ર શુદ્ધ કરીને જોઈને), ત્યાં હાડકાં વિગેરે (અસ્વાધ્યાયનું કારણુ) પડેલું હોય તેને વિધિપૂર્વક (ઔચિત્ય સચવાય તેમ) દૂર કરીને, સાધુઓ ગુરૂને વસતિનું પ્રવેદન કરે, અર્થાત્ “વસતિ શુદ્ધ છે એમ જણાવે. પછી જે સાધુ કાલગ્રહણ કરનાર હોય તે મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરૂને બે વન્દન દઈને “શુદ્ધવસતિ અને શુદ્ધકાળનું પ્રવેદન (પ્રજ્ઞાપન) કરે. પછી પ્રથમ ઉપયોગયુક્ત વાચનાચાર્ય પિતે અને પછી તેઓની અનુજ્ઞા પામેલા બીજા સાધુઓ પણ સૂત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે સજઝાય પરઠવે. કહ્યું છે કે –
" हत्थसयं सोहित्ता, जाणित्ता पसवमित्थिमाईणं । परिठविअ अद्विपमुहं, विहिणा वसहिं पवेइंति॥ यतिदिनचर्या-९१।। जे उण कालग्गाही, ते पुत्ति पेहिऊण किइकम्मं । काउं वसहिं तत्तो, कालं सुद्धं पवेति ॥९२॥ सिद्धतसिट्टविहिणा, उवउत्तो पट्ठवेइ सज्झायं ।
વાઘriયરિવો, તાળુoળવા તહાં રૂથરે રૂા” ભાવાર્થ–“સાધુઓ સો હાથમાં ક્ષેત્રશુદ્ધિ કરીને, સ્ત્રી-પશુ આદિને પ્રસુતિ થઈ હોય તે તે પણ જાણીને, તથા હાડકું વિગેરે કંઈ અસ્વાધ્યાય હેય તે વિધિપૂર્વક તેને પાઠવીને ગુરૂને વસતિનું પ્રવેદન કરે, પછી કાલગ્રાહી હોય તે સાધુ મુહપત્તિનું પડિલેહણ કરીને, ગુરૂને કૃતિક (વન્દનક) કરીને, શુદ્ધવસતિનું અને પછી શુદ્ધકાળનું નિવેદન કરે (જણ), પછી સિદ્ધાન્તમાં જણાવેલા વિધિથી પહેલાં ઉપયુક્તવાચનાચાર્ય અને તેઓની અનુજ્ઞાથી બીજાઓ સજઝાય પરઠવે.
આ મચ્છલીને (સાધુમણ્ડલને) તે સૂત્રોની વાચના માટે હોવાથી “સૂત્રમણ્ડલી” કહેવાય છે અને તે પિરિસી પ્રમાણ હોવાથી પ્રથમ પિરિસીને પણ “સૂત્રપેરિસી” કહેવાય છે. વર્તમાનમાં તે ગીતાર્થે ઉપયોગ કરતાં જ સજઝાય કરીને સૂત્રમણ્ડલીના વિધિને સાચવે છે. કહ્યું છે કે
“ उवओगकरणकाले. गीअत्था जं करेंति सज्झायं ।
सो सुत्तपोरसीए, आयारो दंसिओ तेहिं ॥" (यतिदिनचर्या गा० ९५) ભાવાર્થ-“વર્તમાનમાં ઉપયોગ કરતી વેળા ગીતાર્થે સજઝાય કરે છે, તેનાથી તેઓએ સૂત્રપોરિસીને આચાર દેખાડ્યો છે. અર્થાત્ તે સૂત્રપેરિસીના અનુકરણ રૂપે છે.
બીજી પિરિસી તે અર્થ ભણવા માટે હેવાથી “અર્થપોરિસી સમજવી. આ વિધિ ઉત્સગરૂપ જાણ. અપવાદથી તે જેઓ મૂત્રસૂત્ર ભણ્યા નથી તેવા બાળ (નવદીક્ષિત) મુનિઓને બને પિરિસીઓ સૂત્ર ભણવા માટેની જ સમજવી. અને જેઓ મૂળસૂત્રો ભણી ચૂક્યા છે તેઓને બન્ને ય પિરિસીઓ અર્થ માટેની જાણવી. આ વિષયમાં પણ ત્યાં જણાવ્યું છે કે –
" उस्सगेणं पढमा, छग्घडिआ सुत्तपोरिसी भणिआ। विइआ य अत्थविसया, निद्दिट्ठा दिवसमएहि ॥१६॥ बिइअपयं बालाणं, अगहिअसुत्ताण दो वि सुत्तस्स । जे गहिअसुत्तसारा, तेर्सि दो चेव अत्थस्स ॥९७॥ (यतिदिनचर्या)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org