Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
[૩૨] ) શ્રી બૃહદ જેન થોક સંગ્રહ લાગેલા દોષ ગુરુ આગળ પ્રગટ કરી તેની આલોયણા લેવી. ૨ વિનય - ગુરુ આદિની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી. ૩ વૈયાવચ્ચ – અન્ન, પાણી, વસ્ત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા ભક્તિ કરવી. ૪ સ્વાધ્યાય – તેના પાંચ ભેદ. ૧ પોતે ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨ સંદેહ પડવાથી ગુરુ આદિને પૂછવું. ૩ શીખેલું ફરી સંભારવું. ૪ ધારેલું ચિંતવન કરવું. પ ધર્મ સંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરવો. ૫ ધ્યાન – આર્ત, રૌદ્ર એ બે ધ્યાન ટાળી ધર્મ અને શુક્લ એ બે ધ્યાન (મનની એકાગ્રતા) ધ્યાવવા. ૬ કાઉસ્સગ્ન- કાયા હલાવવી નહિ, દેહના મમત્વનો ત્યાગ કરવો. તે કાઉસ્સગ્ગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે. એ છ ભેદને સમ્યફ દૃષ્ટિ જીવ તપ કરી માને. એમ બાર પ્રકારના તપે કરી નિર્જરા તત્ત્વ કહ્યું.
| ઇતિ નિર્જરાતત્ત્વ. HF ૮ બંધતત્ત્વ આત્માના પ્રદેશોને કર્મ પુદ્ગલનાં દળ ખીર નીરની પેઠે, લોહપિંડ અગ્નિની પેઠે, લોલીભૂત થઈ બંધાય તેને બંધતત્ત્વ કહીએ.
બંધતત્ત્વના ચાર ભેદ કહે છે. ૧ પ્રકૃતિબંધ – કર્મનો સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિબંધ કર્મની સ્થિતિ. ૩ અનુભાગબંધ – કર્મનો તીવ મંદાદિ રસ પરિણામરૂપ. ૪ પદેશબંધ – કર્મ પુદ્ગલના પ્રદેશ.
ચાર પ્રકારના બંધ લાડવાના દષ્ટાંતે કહે છે.
૧પતિ બંધ – સુંઠ, પ્રમુખ પદાર્થ નાખી લાડવો કર્યો હોય તે વાયુ રોગનો નાશ કરે છે. જીરૂ પ્રમુખ ઠંડી વસ્તુ નાખી લાડવો કર્યો હોય તે પિત્તરોગનો નાશ કરે છે, ઇત્યાદિક જે દ્રવ્યના સંયોગે કરી તે લાડવો નીપજ્યો હોય તે દ્રવ્યના ગુણાનુસાર તે લાડવો વાત, પિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org