Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
--
-
--
--
-
--
-
---
-
-
-
[૩૦] . શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ચઢતાને વિશુદ્ધ માનસિક હોય. બીજું ઉપશમ શ્રેણીથી પડતાને સંક્લિષ્ટ માનસિક જાણવું. એ ચારિત્ર એક જીવને આખા સંસારમાં વધુમાં વધુ નવ વાર અને એક ભવમાં વધુમાં વધુ ચાર વાર આવે.
૫ યથાખ્યાત ચારિત્ર – જ્યાં તથાવિધિ કરીને અકષાયપણું અર્થાત જ્યાં સંજ્વલન આદિ કષાયે કરી સર્વથા રહિતપણું હોય તેને યથાખ્યાત ચારિત્ર જાણવું. તેના બે ભેદ છે. એક છઘસ્થિક અને બીજો કેવળિક. ૧. છબસ્થિક તે છબી ઉપસમિકને અગિયારમે ગુણઠાણે હોય અને ક્ષેપકને બારમે ગુણઠાણે હોય. ૨. કેવળીક તે તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય. આ ચારિત્ર સમસ્ત જીવલોકને વિષે પ્રસિદ્ધ છે. આ ચારિત્ર આચરીને સુવિહિત સાધુ અજરામર સ્થાન પામે એટલે જન્મ, જરા અને મરણ રહિત એવું જે મોક્ષરૂપ સ્થાન છે તે પામે.
ઇતિ સંવરતત્ત્વ.
H૭ નિર્જરાતત્ત્વ H આત્માના પ્રદેશથી, બાર ભેદે તપસ્યા કરી, દેશથકી કર્મનું નિર્જરવું, ઝરીને દૂર થવું તેને નિર્જરાતત્ત્વ કહીએ. - નિર્જરા બે પ્રકારે છે. ૧ દ્રવ્ય નિર્જરા, ર ભાવ નિર્જરા. તથા અકામ અને સકામ એવા બે ભેદ પણ છે. પુદ્ગલ કમનું છૂટા પડવું તે દ્રવ્ય નિર્જરા અને આત્માના શુદ્ધ પરિણામે કરી જે કર્મની સ્થિતિ પોતાની મેળે પાકે અથવા બાર પ્રકારનાં તપે કરી જે કર્મ પરમાણુને નીરસ કર્યા તે છૂટા પડે ત્યારે આત્માના જે પરિણામ થાય તે ભાવ નિર્જરા. તિર્યંચાદિકની માફક ઈચ્છા વિના કષ્ટ સહન કરતાં કર્મ પુદ્ગલનું જે ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિર્જરા. બાર પ્રકારના તપે કરી સંયમી થકા કષ્ટ સહન કર્યાથી જે કર્મ પરમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org